સુરતમાં વિકાસના નામે હવા અને પાણીના પ્રદુષણથી કેન્સરના દર્દીઓમાં બમણો વધારો, ગરીબ પરિવારો બની રહ્યા છે ભોગ

સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આવેલા ઔદ્યોગિક એકમોના કારણે છેલ્લા 10 વર્ષમાં આસપાસના વિસ્તારોમાં વિકાસની સાથે કેન્સરના દર્દીઓમાં તેના કરતાં બમણી ઝડપે વધારો થઈ રહ્યો છે. રાત્રિના સમયે ફેલાતા હવા અને ઉદ્યોગો દ્વારા જમીનની અંદર પાણી ઉતારી દેવાના કારણે પ્રદુષણમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેની સાથે સતત કેન્સરના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.

પલસાણા તાલુકામાં આવેલા બલેશ્વર ગામમાં 100 જેટલા દર્દીઓને ગળા અને છાતીના ભાગે કેન્સર થયું છે. તેમ છતાં નફ્ફટ થઈ ગયેલા GPCBના અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી. જ્યારે બલેશ્વર ગામમાંથી જ અનેક ફરિયાદ કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. રોજી-રોટી માટે ઉપલબ્ધ વિકલ્પની મજબૂરીમાં બલેશ્વર આસપાસ રહેતા પરિવારોની હાલત દયાજનક છે. હવા અને પાણીના પ્રદૂષણથી જ કેન્સરનો ઉપદ્રવ વકરતો હોવાનું માનવાને એટલા માટે કારણ છે કે 35 થી 50 વર્ષના જે વ્યક્તિ કેન્સરથી મૃત પામ્યા છે તેમને કોઈ વ્યસન ન હતું.

ઝરીના બેન માત્ર 40 વર્ષના છે અને પરિવારમાં ત્રણ પુત્રો સાથે ખુશખુશાલિથી જીવન જીવી રહ્યા હતા. તેમના પુત્રના લગ્ન કર્યા બાદ આરામથી જીવન પસાર કરવાનો વિચાર હતો, ત્યારે એક દિવસે ઝરીના બેનને દાંતમાં દુખાવો ઉપડતા નજીકમાં આવેલા ડોક્ટરને બતાવા ગયા હતા, તેમ ડોક્ટરે એકસ-રે પડાવ્યા બાદ કીધું હતું મોટા ડોક્ટરને બતાવું પડશે, ઝરીના બેન ચિંતામાં મુકાયા હતા કારણ કે આર્થિક પરિસ્થિતિ એક દમ નબળી અને બીમારી આવી હતી. એકદમ તગડી એટલે કે કેન્સર સ્થાનિકો દ્વારા રૂપિયા ભેગા કરવામાં આવ્યા અને તાત્કાલિક ઈલાજ શરૂ કરવામાં આવ્યો હતો. હાલ ઝરીના બેન બોલી શકે છે પણ ઓછું. કેમ કે તેમની જીબનું ઓપરેશન કરવામાં આવ્યું છે.

હવા, પાણી અને કોલસાની રાખના કારણે બલેશ્વર ગામમાં રેહતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શબાના બાનું જેમની ઉંમર 48 વર્ષ છે. લિયાકતાલી ખાન અને શબાના બેન સુખી જનજીવન જીવી રહ્યા હતા, ત્યાં શબાના બેન બીમાર પડ્યા અને શરૂ કરી મેડિકલ તપાસ અને રિપોર્ટ આવ્યા ચોંકવનારા, શબાના બેનને કેન્સર હોવાનું સામે આવ્યું, શબાના બેનને પ્રથમ શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને નવસારીની હોસ્પિટલમાં લઈ ગયા બાદ તેમને કેન્સર હોવાનું સામે આવ્યું હતું. આજે પણ શબાના બેન કેન્સર સાથે લડી રહ્યા છે, સામાણિય રીતે તંદુરસ્ત દેખાતા શબાના બેન ખરેખર કેન્સર પીડિત છે, આ પરિવાર પણ વેપાર ઓછું અને શબાના બેને ઈલાજમાં વધુ ધ્યાન આપી રહ્યા છે. બોલો હવે આ ગામના લોકો ક્યાં જાય, જમીનમાં કેમિકલ યુક્ત પાણી, ખાડીમાં કેમિકલ યુક્ત પાણી અને હવામાં પ્રદુષણની સાથે સાથે કોલસાની રાખ, તો કેમ પછી પરિવારો ના થાય ખાખ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો