રાજકોટ પાસે થોરડી ગામમાં થાય છે કેન્સરનો કાયકલ્પ યોગ- રસ વિદ્યા દ્વારા રામબાણ ઇલાજ

ત્રણ દાયકાની નિરંતર સાધના – દીર્ધ સંશોધન બાદ લોધીકા – થોરડીના પૂ. પ્રકાશબાપુની સિધ્ધિ : લોધીકા પાસે થોરડી – ભોકેશ્વર આશ્રમે પૂ. પ્રકાશબાપુ સોમ-મંગળ બે દિવસ નિઃસ્વાર્થભાવથી સારવાર કરે છે * કેન્સરના ઇલાજનું સફળ સંશોધન * ઘણાં દર્દીઓના કેન્સર પૂર્ણપણે નિર્મૂલ થયા

થોરડી ખાતેના આશ્રમે આયુર્વેદ સંશોધન, આધ્યાત્મિક સાધના અને આધુનિક વિજ્ઞાનનો સંગમ સર્જીને કેન્સર જેવા રોગોની સારવાર કરતા પૂ. પ્રકાશબાપુ વિવિધ મુદ્રામાં નજરે પડે છે.

રાજકોટથી ૨૦ કિમી દૂર લોધિકા પાસે આવેલા થોરડી – આશ્રમે સાધના અને સંશોધનમાં સતત વ્યસ્ત પૂ. પ્રકાશગિરિબાપુએ ગજબની સિધ્ધિ પ્રાપ્ત કરી છે. આયુર્વેદમાં નિરંતર ત્રણ દાયકાના શોધકાર્ય બાદ કેન્સરનો રામબાણ ઇલાજ શોધ્યો છે. અનેક દર્દીઓ પર સફળ પ્રયોગ કર્યા છે. પચાસ ટકા દર્દીઓની કેન્સરની ગાંઠ નિર્મૂલ થઇ છે અને અન્ય દર્દીઓની તબીયતમાં આશ્ચર્યજનક બદલાવ આવ્યો છે.

પૂ. પ્રકાશબાપુ નિઃસ્વાર્થભાવથી દર્દીઓની સેવા કરે છે. સોમ-મંગળ બે દિવસ આશ્રમે દર્દીઓનો મેળો ભરાય છે. કોઇ ચાર્જ વગર દવા આપવામાં આવે છે. દર્દીઓએ દવાના બદલામાં નિશ્ચિત રકમ ચુકવવી એ પરંપરા નથી, જે કોઇની જે ઇચ્છા થાય એ ધરે છે.

પૂ. બાપુ કહે છે કે, સેવા કરવી એ સાધુતાનું લક્ષણ છે. અમે સેવાના ધ્યેયથી જ સાધના – સંશોધનો કરીએ છીએ. કેન્સરની સારવાર માટે ત્રણ દાયકાથી દીર્ધ સંશોધનો ચાલતા હતા, હવે સફળતા મળી છે. કેન્સરની સારવાર માટે આયુર્વેદની કાયાકલ્પ વિદ્યા – રસવિદ્યા સહયોગી બની છે. પરમાત્માની કૃપાથી ખૂબ સારા પરિણામો પ્રાપ્ત થઇ રહ્યા છે. રોગનો ખ્યાલ આવે ત્યારથી ખૂબ ગંભીરતા દાખવીને પરેજી સહિત સારવાર કરવામાં આવે તો ઝડપી અને આશ્ચર્યજનક પરિણામો મળે છે. જેટલી મોડી સારવાર ચાલુ થાય તેટલી ઓછી અસર પરિણામો પર થાય છે.

પૂ. બાપુએ વિજ્ઞાન – સાધના અને આયુર્વેદનો ત્રિવેણી સંગમ રચીને ઔષધોનું નિર્માણ કર્યું છે. આધુનિક વિજ્ઞાનનો દૃષ્ટિકોણ રાખ્યો છે, કેન્સરની એલોપથી સહિતની વિવિધ પક્ષીઓની સારવારોથી પરિચિત છે. વિશ્વસ્તરીય આરોગ્ય જ્ઞાન અંગે સતત માહિતગાર રહે છે. આશ્રમમાં જ લેબોરેટરી વિકસાવી છે, મોટાભાગના ઔષધોના નિર્માણ આશ્રમમાં કરે છે. ગિરનું જંગલ સતત ખુંદી રહ્યા છે. તેમના શિષ્યને વિદેશ અભ્યાસ માટે મોકલ્યા છે.

ત્રણ દાયકાના સંશોધન બાદ કેન્સરનો રામબાણ ઇલાજ શોધ્યો છે. પૂજ્ય બાપુએ સંશોધનયાત્રા દરમિયાન આરોગ્ય – આયુર્વેદ – કેન્સર અને તેને લગતી ઔષધિઓ અંગે ખૂબ ઉપયોગી માહિતી મેળવી છે, આ માહિતી તેઓએ વાચકો માટે મોકલી છે, જેનું સંકલન નીચે મુજબ છે. મોડર્ન સાયન્સ દ્વારા પરંપરાગત વપરાતી વનસ્પતિ વિશે ઘણા પુસ્તકો લખાઈ ચૂકયા છે અને આ વનસ્પતિ વિવિધ રોગને અટકાવવા અને સારવાર કરવા માટે ઉપયોગી છે

– ભારત એ સોનાની ખાણ છે જ્યાં ઉત્કૃષ્ટ વનસ્પતિ વિશેનું જ્ઞાન અને સ્થાન છે.

– ખાસ કરીને, વનસ્પતિ હિમાલયના ઉંચાઈવાળા વિસ્તારમાં ઉગી નીકળે છે જે ખૂબ જ ઉપયોગી નીવડે છે. ઘાસચારા માટે અને ત્યાં વસતા લોકોના આરોગ્ય માટે.

– આજે હિમાલયની વનસ્પતિ ખૂબ જ ઉપયોગી થઈ છે દવા બનાવતી કંપનીઓમાં અને ભારત ઉપરાંત વિદેશમાં પણ આ વનસ્પતિ લઈ જવાય રહી છે.

– ઉંચાઈવાળા વિસ્તારમાં થતી આ વનસ્પતિને અચાનક અમુક ભૌગોલિક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે જેમ કે ખામીઓ પ્રેરતા યુ.વી. કિરણો, દુષ્કાળ, સુકાવો અને ખૂબ જ ઝડપથી વહેતા પવનો.
– વનસ્પતિઓ આ તાણયુકત વાતાવરણ સાથે અનુકુલન સાધી અને જૈવરાસાયણિક ફેરફાર કરે છે અને પેશીકોષોમાં જરૂરી દ્રવ્યો ઉત્પન્ન કરે છે જે અનુકુલન સાધવામાં મહત્વના છે.

– આ ઉત્પન્ન થતા દ્રવ્યોમાં વૈજ્ઞાનિકોને ખૂબ જ રસપ્રદ (રૂચી) છે કારણ કે આ દ્રવ્યો અજોડ છે અને તેના ગુણધર્મો વિશિષ્ઠ છે.

– આ દ્રવ્યોમાં એન્ટી ઓકિસડન્ટ દ્રવ્ય, ટર્પેન (ટર્પેનટાઈન નામની વનસ્પતિનું તેલ), આલ્કાઈન દ્રવ્યો અને રિપોર્ટ દ્વારા સાબિત થયુ છે કે વનસ્પતિમાંથી મળતા આ દ્રવ્યો જનીનીક ખામી (વારસાગત ખામી) અને કેન્સર પ્રતિરોધી દ્રવ્યોના ગુણધર્મો ધરાવે છે (સરલ તેલ, ચુવાનું તેલ) (બેરજો-૫૮ કિલોમાંથી ૮ થી ૯ કિલો ટર્પેન તેલ મળે) પાઈન વર્ગ છે.

– આ પાયાના ગુણધર્મો દ્વારા મહાપ્રાણ અને તાજેતરના અભિપ્રાય મુજબ આ વનસ્પતિઓ જનીનીક ખામી અને કેન્સર જેવા રોગોના નિવારણ માટે અગત્યની છે. આ વનસ્પતિનો ઉપયોગ ત્યાં વસતી જનસંખ્યા દવાઓ તરીકે અને અન્ય રીતે કરે છે, આ બધા કારણોને લીધે ભારત એ વિશ્વના ‘વનસ્પતિ ઉદ્યાન’ તરીકે ઓળખાય છે.

– કુદરતી ઉપચાર ઉપરાંત આ વનસ્પતિ ખોરાક તરીકે અને વિવિધ રોગના ઉપચાર અને ઉત્તમ ખોરાક, આજીવીકા પુરી પાડે છે.

– પરંપરાગત ઉપયોગ અને સાયન્સ દ્વારા એવુ રજુ કરવામાં આવ્યુ છે કે, આ વનસ્પતિ કેન્સરની સારવાર અર્થે અને એના દ્વારા ઉત્પન્ન થતા દ્રવ્યો વડે ટ્રીટમેન્ટ કરી શકાય છે.

– વનસ્પતિ શરીરમાં થતી વિવિધ ક્રિયાઓ વચ્ચે સમતુલા જાળવી રાખવાનું કાર્ય કરે છે.

– કેટલાક સંશોધનો પરથી એવુ સાબિત થયુ છે કે, આ વનસ્પતિઓનો વિશિષ્ઠ ગુણધર્મ તેનામાં રહેલ ‘એન્ટી ઓકિસડન્ટ’ દ્રવ્યને લીધે છે.

– વાસ્તવમાં, દવામા વપરાતી વનસ્પતિઓ સરળતાથી મેળવી શકાય છે. પ્રમાણમાં સસ્તી હોય છે અને તેનામાં ઝેરી દ્રવ્યોનું પ્રમાણમાં ઓછું હોય છે, આથી, આ આર્ટીકલ (મટીરીયલ)માં ૬૬ દવાયુકત વનસ્પતિનું વર્ણન છે જે કેન્સરપ્રતિરોધી છે.

– કેન્સર એ (અતિ દુષ્ટ રોગ) અસામાન્ય રીતે વિકાસ પામતા અને પેદા થતા કોષો છે.

– આ એક ભયાનક રોગ છે જે દર્દીમાં પીડાદાયક છે અને ઘણી ફીઝીયોલોજીકલ ક્રિયાઓ શરીર ગુમાવે છે.

– કેન્સર લગભગ અનિવારણીય અને સુધારો ન થાય તેવો રોગ છે. ગમેત્યારે ગમે તે ઉંમરના વ્યકિતને અને શરીરના ગમે તે ભાગમાં થતો રોગ છે. આ રોગ વારસાગત ખામી અને પર્યાવરણના અમુક ઘટકોને લીધે થાય છે થોડો ઓછો સમજી શકાયો છે વૈજ્ઞાનિકો દ્વારા. આ રોગ દ્વારા વિશ્વમાં ૬૦ લાખ લોકો મૃત્યુ પામ્યા છે. વિશ્વમાં કેન્સરને લીધે આશરે ૩૫૦૦ લાખ લોકોના મૃત્યુ નિપજયા છે.

– ઘણા કેન્સર નિવારકો છે વિશ્વમાં પરંતુ તેના દ્વારા થતી સારવારમાં અવળી અસર (સાઈડ ઈફેકટ) થાય છે અને સારવાર નિરૂપયોગી નિવડે છે, છતા પણ ૧૫૦૦થી વધારે કેન્સર પ્રતિરોધક દવાઓ બનાવવામાં આવી છે તેમાથી ૫૦૦ પ્રકારની દવાઓ પ્રયત્નો હેઠળ છે. કેન્સર માટેની દવાઓ બનાવવામાં વનસ્પતિ શાસ્ત્ર એ અગત્યનો ભાગ ભજવે છે. ભારત એ ખૂબ જ વિશાળ ઉત્પાદક દેશ છે. એટલે જ તો ભારતને વિશ્વનું વન ઉદ્યાન ગણવામાં આવે છે. દવામાં વપરાતી વનસ્પતિની ૮૦૦૦ જાતિ છે અને આશરે તેમાંથી ૫૦ ટકા વનસ્પતિ ફુલ ધરાવે છે. તે મુજબ વિશ્વમાં ૪૦૦ કુળની વનસ્પતિમાંથી ૩૧૫ વનસ્પતિ ભારતમાં જોવા મળે છે. ઔષધિયગુણો ધરાવતી અમુક વનસ્પતિની હજુ નોંધણી કરવાની પણ બાકી છે. આયુર્વેદા, સિદ્ધ, યુનાનિ પદ્ધતિઓ દ્વારા એવુ સાબિત થયુ છે કે, કુદરતમાં દવા તરીકે ઉપયોગી મહત્વના તત્વો રહેલ છે.

– આયુર્વેદનું પુનઃ સંશોધન એ દર્શાવે છે કે આધુનિક દવાઓની હદ અહીં સુધી છે. આયુર્વેદ અને આધુનિક સંશોધનના સમન્વયનું પરિણામ સ્વીકારવામાં આવ્યુ છે. પરંપરાગત વપરાતી દવાઓનો ઈતિહાસ ખૂબ જ જૂનો અને મહત્વનો છે. ઈથેનોબોટની (વનસ્પતિ શાસ્ત્રના અભ્યાસ માટેની બ્રાન્ચ)એ વિશાળ સ્ત્રોત પુરો પાડે છે.

– તાજેતરમાં વર્ષોમાં પરંપરાગત રીતે વપરાતી વનસ્પતિ વિશેની માહિતી અને વનસ્પતિનું સંશોધન કરવાનું કાર્યમાં વૈજ્ઞાનિકો વધારે રસ સુચવે છે. પશ્ચિમી દેશોએ પણ વનસ્પતિ માટેના સંશોધન અને તે માટેના હક માટે ઔદ્યોગીક સંશોધન માટે અને શૈક્ષણિક રૂચી માટે પગલા ભર્યા છે. વુ (ડબલ્યુએચઓ) ‘વિશ્વ આરોગ્ય સંસ્થા’ અમેરિકા દ્વારા એવુ સુચવવામાં આવ્યુ છે કે વિશ્વના ૨૫ ટકા લોકો જ વનસ્પતિનો ઉપયોગ દવા તરીકે સીધો અથવા અન્ય રૂપમાં રોગની સારવાર માટે કરે છે.

– પરંપરાગત રીતે વપરાતી વનસ્પતિનો વિશાળ પ્રમાણમાં ભારતમાં ઉપયોગ થાય છે. અમેરિકામા પણ બે દાયકાઓથી વનસ્પતિનો દવા તરીકેનો ઉપયોગ વધ્યો છે. એવુ પણ બહાર આવ્યુ છે કે ૫૦ ટકાથી વધુ આધુનિક દવાઓનો મૂળ સ્ત્રોત કુદરતી પેદાશમાંથી લેવામાં આવ્યો છે. એમાથી ઘણી દવાઓ એવી છે કે, કેન્સર રોગની સારવાર માટે પ્રખ્યાત છે.

– કુદરતમાં મળતા દ્રવ્યો એ ખૂબ જ ફળદ્રુપ સ્ત્રોત છે કેન્સરની સારવાર માટે અને અન્ય રોગના નિવારણ માટે પણ. છતાં પણ હાલમાં કેન્સરની સારવાર માટેની દવાઓ વિશે સંશોધન કરવાની જરૂર છે. હાલમાં ૨,૫૦,૦૦૦ જાતિની વનસ્પતિમાંથી આશરે દસ હજાર વનસ્પતિઓમા કેન્સરની સારવાર માટેના ગુણધર્મો છે. જ્યારે કુદરતમાં રહેલા ઘણા તત્વો એવા છે જે હજુ સુધી દવાના જાણકારથી અજાણ છે. આ તત્વોનું યોગદાન પેશી સ્તરે શું છે ને તેનુ બંધારણ, સંબંધ પ્રક્રિયા વગેરે સમજવુ જરૂરી છે.

– આ બધામાંથી અંડાશયનું કેન્સર, છાતીનું કેન્સર (સ્ત્રીઓમાં) વગેરેના નિવારણ માટે વપરાય છે. કૃત્રિમ રીતે બનાવવામાં આવતા દ્રવ્યો ફેફસાનું અને અંડકોષનું કેન્સર મટાડવામાં અગત્યના છે.

કેન્સરના નિવારણમાં વપરાતી વનસ્પતિ

– કેન્સર એ મૃત્યુઘાતક રોગ છે અને આ રોગ દ્વારા દુનિયાના ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. સંશોધનને આધારે સમગ્ર દુનિયામાં અસરકારક થઈ શકે તેવી દવાઓ અને સારવાર માટે વનસ્પતિનો ઉપયોગ કરી અને દર્દીને રાહત મળે તેવુ આગળ સંશોધન થઈ રહ્યુ છે. આ સારવારમાં વપરાતી વનસ્પતિ કેન્સર કોષોનો નાશ કરે છે અને તેનો વિકાસ અટકાવે છે.

– વૈકલ્પીક રીતે આ એક એવી સારવાર છે. જેના વડે કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી અને રોગનું સંપૂર્ણ નિદાન થઈ શકે છે જે ડોકટર અને કેન્સરના સ્પેશ્યાલીસ્ટ વડે આજે નિદાન થઈ રહ્યુ છે.

– આધુનિક સારવાર દરમ્યાન ઉપજતી આડઅસરને લીધે જ આ વનસ્પતિ દ્વારા થતા કેન્સરની સારવારનો વૈકલ્પ શોધી કઢાયો છે, જ્યારે વનસ્પતિ દ્વારા કેન્સરનું નિદાન કરવામાં આવે ત્યારે વનસ્પતિના બોટનિકલ (વૈજ્ઞાનિક નામ) વાપરવા કારણ કે અમુક વનસ્પતિમાં એવી લાક્ષણિકતા છે જે આ રોગને અટકાવે છે અને ફેલાવે પણ છે.

– જ્યારે મેડીકલ શાખા દ્વારા કેન્સર પ્રતિરોધક વનસ્પતિનું અને તેમાથી મળતા ખાસ દ્રવ્યોનું ટેસ્ટીંગ (અખતરો) કરવામાં આવે છે ત્યારે સાવચેતી અને સમજદારીપૂર્વક કામ કરવામાં આવે છે. કેટલીક વનસ્પતિ કે જે કેન્સરના નિદાન માટે વપરાય છે તે નીચે મુજબ છે. જો કોઈ દર્દીને આ વનસ્પતિ દ્વારા સારવાર લેવી હોય તો પરવાનગી (મેડીકલ ખાતાની) વગર ન લેવી. અહીં આશરે ૪૬૦ જાતિની વનસ્પતિ છે જે કેન્સરની સારવાર દરમ્યાન વપરાય છે.

કેન્સર પ્રતિરોધી વનસ્પતિ

– દવાના હેતુ અર્થે ઘણા પ્રકારની દવાયુકત વનસ્પતિ વપરાય છે અને વાસ્તવમાં આધુનિક દવાઓ જે આજે વપરાય છે તે પણ વનસ્પતિની જ દેન છે. દુનિયામાં વનસ્પતિની ઘણી વિવિધતા છે પરંતુ તેમાથી ઘણી એવી વનસ્પતિ છે જે ખરેખર કેન્સર અટકાવવામાં મદદ કરે છે. જો તમે આધુનિક કેન્સર ટ્રીટમેન્ટથી પીડાતા હોય તો આ પદ્ધતિથી રાહત મેળવી શકો છો. સૌથી પહેલી અગત્યની વનસ્પતિ ‘રજકો’ છે. આ વનસ્પતિ દ્વારા કેન્સરની સારવાર દરમ્યાન સુધારો નોંધાયો છે. રજકામાં જીવાણુ પ્રતિરોધી (એન્ટીબેકટેરીયલ) અને ફુગ પ્રતિરોધી જેવા ગુણો છે અને તે સારો શરીર શુદ્ધિ કરનારો અને ચેપ મટાડનાર છે. ખૂબ જ મોટા પ્રમાણમાં પોષક તત્વો રહેલા છે અને વિટામીન જે અમૂલ્ય છે અને રકતપ્રવાહમાં ભળવાથી શરીર તંદુરસ્ત બને છે. એવુ પણ બહાર આવ્યુ છે કે, રજકા વડે હૃદયરોગ ઉપરાંત કેન્સર માટે શ્રેષ્ઠ સારવાર લઈ શકાય છે.

– podophyllotoxin

કૃત્રિમ ફેરફાર પણ અસરકારક રીતે નાના કોષનો નાશ કરી શકાય છે જે કેન્સરના નિવારણમાં વપરાય છે. ફેફસા અને અંડકોષના કેન્સરના નિવારણમાં વપરાય છે.

* કેન્સરના નિવારણમાં વપરાતી વનસ્પતિ

– કેન્સર એ ભયાનક રોગ છે જે વિશ્વના ઘણા લોકોને થયો છે. સંશોધનના માર્ગ પર એવા પરિણામ આવ્યા છે જેના વડે અસરકારક રીતે ઘણા રોગને નિવારી શકાય છે. કેન્સરના નિવારણમાં વપરાતી વનસ્પતિમાં એવા કુદરતી સંયોજનો છે જે કેન્સરકારક દ્રવ્યોને નિષ્ક્રીય બનાવે છે અથવા નાશ કરે છે.

* Andrographis

– આ ઔષધિય વનસ્પતિ એશિયાના જંગલમાં થાય છે. આ છોડ વિશે વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવ્યો છે કેન્સર, એઈડસ અને વાઈરસ દ્વારા થતા રોગના નિવારણમાં વપરાય છે. આ વનસ્પતિ વડે કેન્સરના કોષોનો અનિયમીત રીતે થતો વિકાસ રોકી શકાય છે. આ ઉપરાંત આ વનસ્પતિના પાંદડા વડ કેન્સર કોષોનો નાશ કરી શકાય છે. જાપાનના રિસર્ચ મુજબ આ વનસ્પતિ વડે જઠરના કેન્સરનું નિવારણ થાય છે. ઘણા સ્વતંત્ર અભ્યાસ દ્વારા એવુ પણ શોધાયુ છે કે, બીજા પ્રકારના કેન્સર (પ્રોસ્ટેટ) અને બ્રેસ્ટ (છાતીનું કેન્સર)ની સારવાર થઈ શકે છેે.

* Autumn Crocus

(લીલીએસી-ફેમીલી-ફળ)ની વનસ્પતિ છે અને આ વનસ્પતિ વિવિધ કલરના ફુલ ધરાવે છે. મોટાભાગે યુરોપ, નોર્થ અમેરિકા અને એશીયાના દેશોમાં જોવા મળે છે (પ્લાન્ટ) રેકોર્ડ મુજબ ગ્રીસ, ભારત અને ઈજીપ્તના લોકો દ્વારા દવા તરીકે વાપરી છે. હાલમાં આ વનસ્પતિનો ઉપયોગ સોજો ઉતારતા વપરાય છે. આ વનસ્પતિનો ઉપયોગ કેન્સરની સારવાર માટે થાય છે.

* Compound કોલ્ચીસીન – સ્પેશ્યલ દ્રવ્ય

– આ વનસ્પતિનો મુખ્ય ઉપયોગ સંધિવાના રોગ નિવારણમાં થાય છે. સંધિવા એ સાંધાનો રોગ છે બીજો ઉપયોગ એ કોષ વિભાજન છે જે વનસ્પતિ અને પ્રાણીના કોષમાં થાય છે. બીજો ઉપયોગ આ વનસ્પતિનો કેન્સર કોષોનું વિભાજન રોકવાનું છે. આડઅસર તરીકે જાડા થવા એ છે. આ (જાડા) રોગ એ વનસ્પતિની અસર શરી પર થઈ તેની નિશાની છે.

* Birch

– આ વનસ્પતિનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે. આ વનસ્પતિનો ઔષધિય ઉપયોગ મુત્રવર્ધક તરીકે, સોજાના નિવારણ માટે અને દુખાવાના રાહત માટે વપરાય છે. કેટલીક આડઅસર પણ થાય છે જેમ કે છાતીમાં દુખાવો, શ્વાસનો પ્રોબ્લેમ, ચામડીમાં ખંજવાળ આવવી. આ વનસ્પતિની ૬૦ જાત છે. તેમાથી ૧૦ કેનેડા અને અમેરિકાના ઉત્તર ભાગમાં છે.

Compound દ્રવ્ય – બેહુલીનીક એસીડ

– આ વનસ્પતિનો અભ્યાસ ડો. બ્રીજ સકસેનાએ વેલ કાર્નેલ મેડીકલ કોલેજમાં કર્યો હતો અને તેના મત મુજબ આ વનસ્પતિએ પુરૂસ્થગ્રંથી (પ્રોસ્ટેટ)ના કેન્સર માટે વપરાય છે. આ વનસ્પતિ વડે કોઈપણ પ્રકારની આડઅસર ઉત્પન્ન થતી નથી. છતાં પણ આ વનસ્પતિ વિશે હજુ આગળ સંશોધન શરૂ છે કારણ કે આ વનસ્પતિ વડે એઈડસથી પીડાતા વ્યકિતને પણ રાહત મળી શકે તેવી સંભાવના છે.

* Camptotheca – Xi shu (Happy tree)

– આ વનસ્પતિ કુર્ન-વૃક્ષના ઝાડ જેવુ (પાનખર) કદસ્વરૂપ ધરાવે છે. વળાંક ધરાવતી શીંગ હોય છે છતાં પણ આ વનસ્પતિનો ઔષધિય ઉપયોગ નિશ્ચિત નથી. આ વનસ્પતિનો ઔષધિય ઉપયોગ નિશ્ચિત નથી. આ વનસ્પતિ પાણીમાં દ્રાવ્ય થતી નથી અને ખૂબ જ ઝેરી છે. તેથી જ્યારે આ વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે ત્યારે ખૂબ જ કાળજી રાખવી જોઈએ અને મેડિકલ પ્રોફેશનલ લોકોએ જ વાપરવી જોઈએ કારણ કે તેની અસર દર્દીના સ્વાસ્થ્ય પર પડે છે. છતાં પણ આ વનસ્પતિનો ઉપયોગ હાલમાં મેડીકલ પ્રોફેશનલ લોકો વડે થઈ રહ્યો છે. આ વનસ્પતિમાં જોવા મળતી આડઅસર એ તેમા રહેલી દ્રવ્ય (ટોપોટેકન)ને લીધે થાય છે.

– Compound – કેમ્પોથેસીયા

– આ વનસ્પતિ વડે બ્રેઈન (મગજમાં થતી ગાંઠ)નું કેન્સરની દવા બનાવવા વપરાય છે. આ વનસ્પતિ વડે કેન્સરના કોષોનું ઉત્પાદન રોકી શકાય છે અથવા આ રોગ થતો અટકાવી શકાય છે. સાઈડ ઈફેકટ (આડઅસર) પણ છે જેમ કે જાડા થવા, વાળ ખરી પડવા, ઉંદરી, ઉલ્ટી થવી, નબળાઈ, રકતકણ અન શ્વેતકણ ઓછા થઈ જવા વગેરે છે.

* Taxas Baccata – common name – yew

– સદાહરીત વૃક્ષ છે. જેમા માર્ચથી એપ્રિલ દરમિયાન ફુલ આવે છે. આ વનસ્પતિ સ્વફલીત નથી અને જંગલ જીવન માટે ખૂબ જ આકર્ષક દેખાવ ધરાવતી વનસ્પતિ છે. આ વનસ્પતિ કોઈપણ જમીનમાં ઉગી શકે છે, પરંતુ સમુહમાં જોવા મળે છે. (તાલીસ પત્ર) ફર્નિચરમાં વપરાય છે અને ઔષધિય ઉપયોગ તરીકે છાતીનો દુખાવો, અંડાશયના કેન્સર માટે થાય છે.

– Compound ટેકસોલ દ્રવ્ય ક્રેમોથેરાપી ટેકઝોલ (તાલીસપત્રનું દ્રવ્ય)

– છતા પણ આ વનસ્પતિનો ઉપયોગ કેન્સર પ્રતિરોધી તરીકે થાય છે. સ્પેશ્યલ છાતીના કેન્સરના નિદાન માટે પણ છે. આ વનસ્પતિ ઝેરી હોવા છતા તેના કાળજીપૂર્વકના ઉપયોગથી ખરાબ અસરને નિવારી શકાય છે. બીજો ઉપયોગ હૃદય, કિડની વગેરેને લગતા રોગ માટે થાય છે. અમુક સામાન્ય આડઅસર જેમ કે ચક્કર આવવા, જાડા થવા, વાળ ખરવા, સાંધાનો રોગ, નબળાઈ આવવી અને ભૂખ ન લાગવી વગેરે છે. જો આ બધી આડઅસર નિવારી શકાય તો મેડીકલી ઉપયોગ કરી શકાય છે.

* Hemp – ભાંગ – ગાંજો, મારીજુઆના

– ભાંગ એ ૫ મીટર કદની અને ફર્નના જાડ જેવા પાંદના આકાર ધરાવતી વનસ્પતિ છે. આ વનસ્પતિનું મૂળ સ્થળ મધ્ય એશીયા છે અને તેવી અસર ખૂબ જ અગત્યની છે. આ વનસ્પતિના ઘણા ઉપયોગો છે ફર્નિચર બનાવવા, તેલ ઔષધ તરીકે અને નાર્કોટીકસ તરીકે વપરાય છે. ભાંગ એ એક અગત્યની પ્રતિભાશાળી વનસ્પતિ છે જે કેન્સરના દુખાવામા રાહત મેળવવા વપરાય છે અને ચિંતા દૂર કરનારી તથા શરીરનું તાપમાન નીચુ લાવનારી ભુખ દબાવનારી વનસ્પતિ છે. આ એક વિવાદાસ્પદ વનસ્પતિ હોવા છતા ઔષધિય ગુણ ધરાવે છે.

* કમ્પાઉન્ડ – ડેલ્ટા – ૯, ટ્રેટાહાઈડ્રોકેન્નાબીનોલ

– સંશોધન એ દર્શાવે છે કે, ભાંગ એ વ્યસન સર્જતી વનસ્પતિ હોવા છતાં કેન્સરની સારવારમાં વપરાતી વનસ્પતિ છે. આ વનસ્પતિ વડે આડઅસર થતી નથી પરંતુ ઉપયોગ દરમ્યાન સાવચેતી રાખવી જરૂરી છે.
lapacho tree – લેપાચો

– વરસાદી જંગલોમાં જોવા મળે છે ખાસ કરીને અમેરિકા, આર્જેન્ટીના, બ્રાઝીલ વગેરે. આ વનસ્પતિ સદાહરીત અને લાલ અથવા જાંબલી કુલ ધરાવતુ વૃક્ષ જોવા મળે છે. એવુ સાબિત થયુ છે કે ઔષધિય વનસ્પતિ છે અને જ્યાં આ વનસ્પતિ ઉગી નીકળે છે ત્યાં તો તે લોકો આ વનસ્પતિનો ઉપયોગ ઔષધ તરીકે કરે છે. જેમ કે સામાન્ય શરદી, ફલુ, ચામડીના રોગ માટે, લાલ ચાઠાવાળો એક ચર્મરોગ વગેરેના નિવારણ માટે વપરાય છે. એવી જ રીતે આ વનસ્પતિની અસર ઝડપથી કેન્સરનો સારવાર માટે ખૂબ થાય છે કારણ કે આ વનસ્પતિની અસર ઝડપી છે.

* Compound – તેપામોલ

– ખાસ કરીને સ્વાદુપીંડુના કેન્સરની સારવારમાં વપરાય છે. ડો. ડેવિડ બુથમેન સી. સીમોનમ કેન્સર સેન્ટર અને તેના બીજા સાથીઓ દ્વારા એવુ શોધવામાં આવ્યુ છે. લોપાચુ (વનસ્પતિમાં રહેલ સ્પેશ્યલ દ્રવ્ય) જે એનકયુઓઆઈ (રસાયણ) સાથે પ્રક્રિયા કરી અને સ્પેશ્યલ દ્રવ્ય બનાવે છે જે ફેફસાના કેન્સર અને ગાંઠને અસર કરે છે. એનકયુઓઆઈ અને તોપામાન વચ્ચે પ્રક્રિયા થઈ બનતુ રસાયણ ગાંઠના કોષને અસર કરે છે. તેમા એનકયુઓઆઈ એ ઉત્સેચક તરીકે છે.

* Mayapple – wild lemon

– ક્ષૃપ (દોઢ અને વૃક્ષ વચ્ચેનું કદ – વનસ્પતિ) વનસ્પતિ છે મૂળ દક્ષિણ અમેરિકામાં જોવા મળેલ છે. કુર્નના જાડ જેવુ કદ હોય છે અને પાંદડા એ ખાવાલાયક હોય છે અને દવા તરીકે વપરાય છે. આ વનસ્પતિનો દવા તરીકે ઉપયોગ એ સૌ પ્રથમ દક્ષિણ અમેરિકામાં કરવામાં આવ્યો હતો. છતાં પણ આ વનસ્પતિના બીજ અને છાલ એ ઝેરી છે અને પાંદડા ખાવાલાયક હોય છે. આ વનસ્પતિનો ઉપયોગ સર્પદંશ દરમ્યાન પણ વપરાય છે અને તાજેતરમાં યુનાઈટેડ સ્ટેટ (અમેરિકા) દ્વારા એવુ સાબિત થયુ છે કે આ વનસ્પતિના ઉપયોગ ફેફસા અને અંડપીંડના કેન્સરમાં વપરાય છે.

* Compound પોહોફાયલોટોકસીન, ઈટોપોસાઈડ

– સૌ પ્રથમ મસાના રોગના નિવારણમાં વપરાતી વનસ્પતિ છે અને ૧૯૪૨ની સૌ ઉત્કૃષ્ટ શોધ હતી. કમ્પાઉન્ડ ઈટોપોનાઈડ એ કેન્સરના કોષોનો નાશ કરે છે અને તે ડીએનએના નિશ્ચિત ભાગમાં વપરાય છે. જે ડીએનએ ડીએનએ કેન્સરના બીજા કોષોનો વિકાસ અટકાવે છે. આડઅસર પણ થાય છે જેમ કે કમરનો દુખાવો, ચામડીનો રંગબદલવો, વાળ ખરવા, જાડા થવા, પરસેવો વધારે થવો, ભૂખ ન લાગવી વગેરે.

* Nothapodytes – tree

– આ વનસ્પતિનો રસ ઘણા રોગના નિવારણમાં વપરાય છે અને છોડ (વૃક્ષ) ભારતમાં પશ્ચિમ ઘાટ તરફ જોવા મળે છે આ વૃક્ષ કેન્સરની સારવાર માટે ખૂબ જ અગત્યનું છે. કમ્પાઉન્ડ, કેમ્પટોથેસીઅન, સ્કોપોલેકિટન. કેમ્પટોથેસીઅન નામનું દ્રવ્ય જે આ વૃક્ષમાં જોવા મળે છે જે ખૂબ જ અગત્યનું છે અને આ દ્રવ્ય વડે કેન્સર કોષો કામ વગરના થઈ મરી જાય છે કારણ કે આ દ્રવ્ય ડીએનએ સાથે જોડાઈ અને જે દ્રવ્ય બનાવે છે જે કેન્સરના કોષોને મારી નાખે છે. આડઅસર તરીકે જાડા થઈ જવા અને એનીમીઆ રોગ થવો છે.

* પેસીફિક યુ – Yew

– આ વનસ્પતિ વેસ્ટર્ન યુ તરીકે ઓળખાય છે અને ખૂબ જ ઉપયોગી છે. આ વનસ્પતિની છાલ જે વિવિધ પ્રકારના કેન્સરની સારવારમાં વપરાય છે અને આ વનસ્પતિ અમેરિકાના વેસ્ટ ભાગમાં જોવા મળે છે. કેન્સરની સારવાર માટે વપરાય છે પરંતુ અંડાશયના કેન્સર માટે ખાસ વપરાય છે.

* પેકલીટેકસેલ

– આ વનસ્પતિ કેન્સરની સારવારમાં અગત્યનો ભાગ ભજવે છે જે નેશનલ કેન્સર ઈન્સ્ટીટયુટ દ્વારા સાબિત કરવામાં આવ્યુ હતું. આ વનસ્પતિનું સ્પેશ્યલ દ્રવ્ય જે કેન્સરના કોષો સાથે જોડાઈ અને તેનુ વિભાજન અને વૃદ્ધિ અટકાવે છે. આથી કેન્સરનું શરીરના બીજા ભાગમાં થતો વિકાસ અટકાવે છે. આડઅસર તરીકે એનીમીઆ રોગ, વાળ ખરી પડવા અને રોગ થવાની સંભાવના છે.

* Periwinkle – બારમાસી

– આ છોડ નોર્થ અમેરિકામાં જોવા મળ્યો હતો. (હાલ ભારતમાં અને ગુજરાતમાં લગભગ ઘરે ઘરે જોવા મળે છે). તેના ફુલ ગુલાબી અથવા જાંબલી શેડવાળા જોવા મ ળે છે અને બી શીંગ સ્વરૂપે હોય છે. આ વનસ્પતિના ઔષધિય ઉપયોગ ખૂબ જ મહત્વનો છે અને તે રકત (લોહીમાં) મા ગ્લુકોઝનું પ્રમાણ ઓછુ કરે છે. ડાયાબીટીસમાં વપરાય છે અને એવુ પણ સાબિત થયુ છે કે, આ વનસ્પતિમાં કેન્સર પ્રતિરોધી દ્રવ્ય રહેલ છે.

* Compound વિમ્બ્લાસ્ટીન બારમાસીનું તત્વ

– આ વનસ્પતિ વડે કેન્સરની ગાંઠવનો વિકાસ અટકે છે. આ વનસ્પતિમાં રહેલ દ્રવ્ય એ કેન્સરના કોષોના બંધારણમાં રહેલ જરૂરી દ્રવ્ય (ટયુબ્યુલ)નું સર્જન થતુ અટકાવે છે જેથી કોષો બની શકતા નથી અને તેથી ગાંઠ સર્જન થતી નથી. આડઅસર તરીકે હાડકામાં દુઃખાવો થવો, ચિંતામાં રહેવુ, વાળ ખરવા, પેટમાં દુખાવો, ભૂખ ન લાગવી વગેરે છે.

* કેટલીક વનસ્પતિ અને એન્ટિ ઓકિસડન્ટ જે કેન્સર સામે લડત આપે છે.

* સમજઃ એન્ટિ ઓકિસડન્ટ… શરીરમાં રહેલ નકામા દ્રવ્યો જે ખોરાક દ્વારા શરીરમાં પ્રવેશે છે જેનો નિકાલ એન્ટિ ઓકિસડન્ટ દ્રવ્ય વડે શરીર બહાર થાય છે.

* એવા ઘણા બધા અભ્યાસ પરથી એવુ તારણ કાઢવામાં આવ્યુ છે કે, ઘણા એવા એન્ટિ ઓકિસડન્ટ પદાર્થો છે જે કેન્સરની સારવાર માટે વાપરી શકાય તેવા ગુણધર્મો ધરાવે છે અને વૈજ્ઞાનિકોએ આ પદાર્થો વાપરી અને ગાંઠના વિકાસને અટકાવે છે. કેટલાક એવા પદાર્થો વિશેનું વર્ણન નીચે મુજબ છે.

* Oregano

– સુકી વનસ્પતિમાંથી આ વનસ્પતિ સૌથી વધારે એન્ટી ઓકિસડન્ટ પદાર્થ તરીકે ઓળખાય છે. રોસમેરીક એસિડ નામનુ દ્રવ્ય હોય છે અને તે એન્ટી ઓકિસડન્ટ તરીકે ભાગ ભજવે છે. ભારતમાં થયેલા સંશોધન મુજબ આ વનસ્પતિનું ૯૦ મીલીગ્રામ આંતરડાના કેન્સરમાં અગત્યનો ભાગ ભજવે છે. મનુષ્ય જાત માટે આ વનસ્પતિનું પ્રમાણ કેટલુ હોય તે હજુ સુધી નક્કી થયુ નથી.

* Thyme – અજમો (થાયમોલ)

આ વનસ્પતિ ગળી અને સૌમ્ય હોય છે ઉપરની (ઓરાગેનો) કરતા આ વનસ્પતિ ઉંચા પ્રમાણમાં એન્ટિ ઓકિસડન્ટ દ્રવ્ય ધરાવે છે જે રોસમેરીક એસીડ અને ફિનોલીક કમ્પાઉન્ડના સ્વરૂપમાં હોય છે. તુર્કિશ અભ્યાસ અને હેસેપ્ટટ યુનિવર્સિટી રીસર્ચ ફાઉન્ડેશન દ્વારા એવુ સુચવવામાં આવ્યુ છે કે, ફિનોલીક દ્રવ્યનું પ્રમાણ ૦.૨ એમએમથી ૦.૧ એમ.એમ.થી ઓછુ હોય તો તે ઓકિસડેટીવ ડીએનએ ખામીને અટકાવે છે જે કોઈપણ પ્રકારના કેન્સરના વિકાસને અટકાવે છે.

* cilantro- કોથમીર

– કોથમીર નામની આ વનસ્પતિમાં કેન્સર પ્રતિરોધી ગુણધર્મો રહેલા છે તેમા રહેલા એન્ટી ઓકિસડન્ટ દ્રવ્યો બીટા કેરોટીન, કવારેસીન અને રૂટીન છે. આ વનસ્પતિ મુખ્યત્વે જે વ્યકિત બેડ દ્વારા થતા કેન્સરની સારવારમાં વપરાય છે. જેના વડે મુકતમુલકો શરીરમાંથી દૂર કરી શકાય છે. ડો. યોશીકી હૃદય સ્પેશ્યાલીસ્ટ રીસર્ચ સંસ્થા ન્યુયોર્ક -અમેરિકા દ્વારા એવુ નિવેદન આપવામાં આવ્યુ છે કે કોથમીર વડે બે જ અઠવાડિયામાં ભારે ધાતુઓ અને મુકતબુલકો (શરીરમાં રહેલ નકામો કચરો) દૂર કરી શકાય છે.

* Basil તુલસી

– આ વનસ્પતિ તેના ઔષધિય ગુણ માટે અગત્યની આ વનસ્પતિ બ્લડ પ્રેશરને (બી.પી.)ને નીચુ રાખે છે. મગજની ક્રિયાઓને ધીમી રાખે છે અને સોજા માટે વપરાય છે આ વનસ્પતિ આંતરડાના કેન્સર માટે વપરાય છે. વાસ્તવમાં આ વનસ્પતિ વડે આંતરડામા રહેલ કેન્સરની ગાંઠ દૂર કરી શકાય છે જે પ્રાણી પર પ્રયોગ કરી ચુકાયો છે. છતાં પણ હજુ સુધી માનવજાત પર આ વનસ્પતિ અજમાવાય નથી.

* Garlic – લસણ

– નેશનલ કેન્સર ઈન્સ્ટીટયુટ દ્વારા સુચવવામાં આવ્યુ છે કે, લસણમાં કેન્સર પ્રતિરોધી ગુણો રહેલ છે અને સલ્હાડ્રાયલ દ્રવ્ય જે લસણમાં હોય છે જેના વડે કેન્સર સર્જતા દ્રવ્યનો નાશ કરી શકાય છે. કેટલાક અભ્યાસો પરથી એવુ પણ સાબિત થયુ છે કે, લસણનું પ્રમાણ ખોરાકમાં વધારવાથી જઠર, આંતરડા, અન્નનળી, સ્વાદુપીંડ, છાતીનું કેન્સર આ બધા જ અવયવોમાં થતુ કેન્સર અટકાવી શકાય છે. ખોરાકમાં ૧૦ ગ્રામ રોજ લસણ લેવાથી પ્રોસ્ટેટ (ગ્રંથી)માં થતુ કેન્સર ૫૦ ટકા અટકાવી શકાય.

* Ginger – આદુ

– આદુમાં કેટલાક એન્ટિ ઓકિસડન્ટ અને એન્ટિ ઈમ્ફલેમેન્ટરી (સોજા ઉતારનાર) દ્રવ્ય રહેલ છે. તેમા રહેલ કેન્સર પ્રતિરોધી દ્રવ્ય તરીકે ફિનોલીક દ્રવ્ય, ૬-જીન્જરોલ અને ૬-પેરેડોલ અને બીજા દ્રવ્ય તરીકે શોગેસ અને જીન્જરોન છે. આદુમાં રહેલ દ્રવ્ય એ જીન્જરોલ બે જઠરમાં કેન્સર કોષોને ફેલાતા અટકાવે છે.

* Tarmerim – હળદર

– જો કે હળદર એ ખાસ કરીને સોજો ઉતારવા વપરાતી વનસ્પતિ છે પરંતુ કેટલાક વૈજ્ઞાનિકો એવુ પણ માને છે કે તેમા રહેલ એન્ટિ ઓકિસડન્ટ દ્રવ્ય કુરકુમીન જે ઘણા પ્રકારના કેન્સરને અવરોધે છે જેમ કે અન્નનળીનું કેન્સર, જઠરનું કેન્સર, આંતરડાનું કેન્સર, છાતીનું કેન્સર અને ચામડીનું કેન્સર વગેરે… છતાં પણ હજુ સંશોધન કરવુ જરૂરી છે અને તે પણ માનવજાત માટે વાપરતા પહેલા. પરંતુ પ્રાયાગીક અભ્યાસ દ્વારા એવુ સુચવવામાં આવ્યુ છે કે, કુકુમીન નામનું દ્રવ્ય એ કેન્સરના વિકાસમાં અને ફેલાવવામાં અવરોધરૂપ બને છે. ઈથેનોલીક નામનું દ્રવ્ય એ કેન્સરમાં રાહત આપે છે અને આ હળદર ચામડી પર ખંજવાળ આવતી હોય તે વ્યકિતને સો ટકા રાહત આપે છે.

* Maitake Mashroom – મશરૂમ – બિલાડીનો ટોપ(ફુગ)

– આ એક ખાવાલાયક વસ્તુ છે જે પહાડો પર જાપાનમાં જોવા મળે છે અને આ પદાર્થમાં રહેલ સક્રીય તત્વ બીટા ગ્લુકેન છે. આ પદાર્થ કેન્સરને અટકાવે છે અને ગાંઠને પણ અટકાવે છે. આ ઉપરાંત કેન્સર સારવાર દરમ્યાન ઉપજવી આડઅસરમાં ફાયદો કરે છે. આ મશરૂમ કેટલાક કોષો અને પ્રોટીનને સક્રીય કરે છે અને જેમ કે ટી-કોષો ઈન્ટરલ્યુકિન ૧, ૨… આ મશરૂમ ૩ થી ૭ ગ્રામ રોજ લેવુ જોઈએ. આ પદાર્થ અલ્પરકતશકરા ધરાવતી વ્યકિતએ ન લેવો.

* Green tea

– આ વનસ્પતિના પાંદ કયારેક કેન્સર કોષોનો નાશ કરે છે અને તેનો વિકાસ અટકાવે છે. મેથો કિલનીક અભ્યાસ મુજબ આ વનસ્પતિમાં રહેલ દ્રવ્ય એપીગેલોકેટીચીન ગેલેટ (ઈજીસીજી) શરીરમાંથી લ્યુકેમીયા (બ્લડ કેન્સર) કોષોનો નાશ કરેલ છે. એવી જ રીતે બીજા અભ્યાસ મુજબ મુત્રાશયના કેન્સરનું પ્રમાણ પણ સ્ત્રીઓમાં ૩૭ ટકા ઘટે છે અને પિતાશયનું કેન્સર પણ ઘટે છે. ખૂબ જ વિશાળ ચાઈનીઝ વૈદિક અભ્યાસ મુજબ પ્રોસ્ટેટ ગ્રંથીના કેન્સરનું પ્રમાણ પણ ઘટે છે, છતાં પણ વૈજ્ઞાનિકોએ એવુ પણ કહ્યુ છે કે, વારંવાર થતુ છાતીનું કેન્સર અને તેઓએ એવુ પણ કહ્યુ છે કે ગ્રીન ટી વડે કેન્સર અટકાવી કે સુધારી શકાતુ નથી.

* Cinnamon bark – તજ

તજ એ એન્ટિઓકિસડન્ટ ગુણધર્મ ધરાવે છે અને તે લિપીડનું પેરોકિસડેશન કરે છે અને બીજુ તજનું તેલમાં જોવા મળતા બેકટેરીયા હેલીકોબેકટર, પાઈલોરી તે કેન્સરના પ્રસરણને અટકાવે છે, છતાં પણ તજમા રહેલ કોયુમેરીન નામનુ દ્રવ્ય એ લીવરના કોષોને નુકશાન કરે છે અને તેનુ ઉંચુ પ્રમાણ ઉંદર, ખિસકોલી જેવા પ્રાણીમાં પ્રતિક્રિયા કરનારૂ છે.

* ભારતમાં વપરાતી કેન્સર પ્રતિરોધી વનસ્પતિ

– આગળ આપણે જોયુ કે કેટલીક વનસ્પતિ અને એન્ટીઓકિસડન્ટ પદાર્થો જે એક જ એવા નથી જે કેન્સરના નિવારણમાં વપરાય છે પરંતુ હજુ પણ એવી વનસ્પતિ છે જે આપણુ રોગ પ્રતિકારક તંત્રને સુધારી શકે છે. પરંતુ અહીં રહેલ દવાનો ઉપયોગ કરતી વખતે ડોકટરની સલાહ લેવી જોઈએ.

* Aegle marmelos – બીલીપત્ર

– લ્યુપેલ બીલીપત્ર એ ખૂબ જ ઉત્તમ કેન્સર પ્રતિરોધી ગુણો ધરાવે છે અને તે ખાસ છાતીના કેન્સર માટે વપરાય છે. કેન્સરના પ્રકાર (મેલીગન્ટ મેલેનોમાં, મેલેગનન્ટ એસાંઈડ અને રૂધીરનું કેન્સર) વગેરે આ વનસ્પતિ વડે અટકાવી શકાય છે. આ વનસ્પતિ ઘણા પ્રમાણમાં એન્ટી ઓકિસડન્ટનો ગુણધર્મ ધરાવે છે અને તે કેન્સરની સારવાર દરમ્યાન ઉપજતી આડઅસર અને રેડીયો થેરાપી દરમ્યાન થતી આડઅસર અટકાવે છે.

* Aloe vers – કુંવારપાઠુ

– આ વનસ્પતિમાં રોગ પ્રતિકારક શકિત (રોગો સામે લડવાની શકિત) વધારવાનો ગુણ રહેલ છે અને ઘા રૂઝાવવાનો ઉપરાંત કેન્સર પ્રતિરોધીતાનો ગુણ છે. ઈમોડિન અને લેકટીન એ કુંવારપાઠામાં રહેલ દ્રવ્યો જે કેન્સર પ્રતિરોધી અને રોગ પ્રતિકારક શકિત વધારવાના ગુણ ધરાવે છે. એલો-ઈમોડીન નામનું દ્રવ્ય જે કુંવારપાઠામાં રહેલ છે જે જઠરના કેન્સરને અટકાવે છે. એલો ઈમોડીન નામનું તત્વ (રેહુમ ઈમોડીમાં સહુથી વધુ છે જે રૂબાર્બ નામની વનસ્પતિ છે) એલો ઈમોડીન નામનું દ્રવ્ય જે મગજમાં થતી ગાંઠના કેન્સરને અટકાવે છે. એલેકિઝન-બી એ એલોવેરા – કુંવારપાઠામાં રહેલ દ્રવ્ય જે લોહીના કેન્સરમાં અટકાવવા આગત્યનો ભાગ ભજવે છે. પોલિસેકેરોઈડ એ રોગ પ્રતિકારક શકિતમાં વધારો કરે છે અને કેન્સર પ્રતિરોધી ગુણ ધરાવે છે અને તેમા રહેલ ‘સુપર કાર્બોદિત પદાર્થ’ જે ઘણા પ્રકારના કેન્સર સામે લડે છે અને ખાસ કરીને લિવરના કેન્સર સામે અગત્યનો ભાગ ભજવે છે. કુંવારપાઠુ એ એમા રહેલ ખાસ દ્રવ્યોને લીધે કેન્સરના વિકાસને અટકાવે છે. એલો વેર્સીટયુલેટ એ રોગ પ્રતિકારક તંત્રને ઉત્તેજે છે અને તેના દ્વારા ઈન્ટરકેરોન, ઈન્ટલ્યુકિન અને ગાંઠને બનતી અટકાવતા દ્રવ્યો બને છે. કુંવારપાઠામા એવા દ્રવ્યો રહેલા છે જે કેન્સરની સારવાર દરમ્યાન ઉત્પન્ન થતા દ્રવ્યો અને કિરણો દ્વારા થતી સારવાર દરમ્યાન આડઅસરને અટકાવે છે.

* Alpinia galanga

– એસીટોકસી -કેવીકોલ – એસીટેટ નામનુ દ્રવ્ય આ વનસ્પતિમાં હોય છે જે છાતીનું કેન્સર, ફેફસા, જઠર, આંતરડા, પ્રોસ્ટેટ ગ્રંથી અને રૂધિરનું કેન્સર અટકાવે છે. પીનોસેમ્બ્રિન નામનું દ્રવ્ય જે આ વનસ્પતિમાં રહેલ છે જે કેન્સરનો વિકાસ અટકાવે છે અને ખાસ કરીને આંતરડાના કેન્સરમાં રાહત આપે છે. ગેલેન્ગીન નામનુ દ્રવ્ય જે આ વનસ્પતિમાં રહેલ છે જે તિવ્ર એન્ટિકેન્સર, એન્ટી સોજા ઉતારનાર ગુણધર્મ ધરાવે છે. આ ગેલેન્ગીન નામનુ દ્રવ્ય છાતીના કેન્સર અને પ્રોસ્ટેટ ગ્રંથીના કેન્સરમાં વપરાય છે.

* Amoora rohituka

– અમુરેનીન એ આ વનસ્પતિમાં રહેલ દ્રવ્ય છે જે છાતીના કેન્સરને અટકાવે છે. અમુરેનીન દ્રવ્ય એ કેન્સરની સારવાર દરમ્યાન વપરાય છે અને તે છાતીના કેન્સર અને આંતરડાના કેન્સર દરમ્યાન વપરાય છે.

* Andrographis Nanioulata

– એન્ડ્રોગ્રોફાઈડ એ આ વનસ્પતિમાં રહેલ સ્પેશ્યલ દ્રવ્ય છે જે રોગ પ્રતિકારક શકિતમાં વધારો કરે છે અને તે છાતીના કેન્સર, જઠરના કેન્સર, આંતરડાના કેન્સર, પ્રોસ્ટેટગ્રંથીના કેન્સર, કિડનીના કેન્સર, રૂધીરના કેન્સરને અટકાવે છે. એન્ડ્રોગ્રાફી એ કેન્સર પ્રતિરોધી ક્રિયા કરે છે અને તે ડાયરેકટ કોસચક્રને અસર કરે છે અને તે આંતરડાના કેન્સર સામે સક્રીય અસર આપે છે અને આ દ્રવ્ય એ રોગ પ્રતિકારક શકિત વધારે છે એન્ટી ઓકિસડન્ટ છે, એન્ટી એચઆઈવી એઈડસ અને સોજો ઉતારનારૂ દ્રવ્ય છે અને તે ઉપરાંત તે કેન્સરની સારવાર દરમ્યાન અને રેડીયોથેરાપી (કિરણો દ્વારા થતી કેન્સરની સારવાર) દરમ્યાન થતી આડઅસરને ઓછી કરે છે.

* Azadilachta Indica – કડવો લિમડો

– કડવો લિમડો એ એવા ૪૦ સ્પેશ્યલ દ્રવ્યો ધરાવે છે જે જુદી જુદી રીતે ઔષધ તરીકે વપરાય છે અને આ ઉપરાંત તે રોગ પ્રતિકારક શકિત વધારે છે અને સોજો ઉતારવા વપરાય, ચાંદાની સારવારમાં ફુગથી થતા રોગો માટે વાઈરસથી થતા રોગ માટે એન્ટી ઓકિસડન્ટ તરીકે, એન્ટી કેન્સર જેવા ગુણ ધરાવે છે. તેમા રહેલ લીમીડોઈડ નામનુ દ્રવ્ય એ કેટલાક પ્રકારના કેન્સરને અટકાવે છે અને તે છાતીનું કેન્સર, ફેફસાનું કેન્સર, જઠરનુ કેન્સર, પ્રોસ્ટેટગ્રંથીનું કેન્સર, ચામડીનું કેન્સર વગેરેની સારવારમાં વપરાય છે. નિમ્બોડીન નામનું દ્રવ્ય જઠર, આંતરડા, રૂધીરનું કેન્સર વગેરે અટકાવે છે તે કેન્સરના કોષોને શોધી અને તેનો નાશ કરે છે. ઈથેનોલીક નામનું દ્રવ્ય એ પ્રોસ્ટેટગ્રંથીના કેન્સરના નિવારણમાં વપરાય છે. આ ઉપરાંત કડવો લિંમડો કેન્સરની સારવાર દરમ્યાન થતી આડઅસર અને રેડીયોથેરાપી દરમ્યાન થતી આડઅસર અટકાવે છે.

* Bauhinia variegata – રાતરાણી – ગુલાબી ફુલ

– આ વનસ્પતિમાં રહેલ દ્રવ્યો આઈનીડિન ગ્લુકોકસાઈડ, માલવીડિન ગ્લુકોસાઈડ, પીઓનીડિન ગ્લુકોસાઈડ, ગ્લેકટોસાઈટ વગેરે તે કેન્સરને અટકાવે છે અને આ રોગનું પ્રસરાતો પણ અટકાવે છે અને તે સ્તન કેન્સર, ફેફસા, લીવર, મુખનું કેન્સર, કંઠનળી અને અન્ય પ્રકારના કેન્સરની સારવારમાં વપરાય છે.

* Berberis vulgaris

– આ વનસ્પતિના મૂળમાં બર્બેરીન, બર્બેમાઈન, સેબીડોનીક, સાઈટ્રીક એસીડ, કોલંબેમાઈન, હાઈડ્રેસાઈટ, આઈસોટેટ્રાડ્રાઈન, જેકેનોન, મેગ્નોફલેરીન, ઓકિસકેથીન અને પાલ્મેટાઈન જેવા દ્રવ્યો રહેલા છે.
બાર્બેમીન નામનુ દ્રવ્ય એ કેન્સર પ્રતિરોધી છે અને રોગપ્રતિકારક શકિતનો વધારો કરે છે. એન્ટિઓકિસડન્ટ છે અને સોજો ઉતારે છે આ દ્રવ્ય કેન્સરના કોષોને પકડી અને તેના સ્તરનો વિકાસ અટકાવે છે. આ દ્રવ્ય પ્રતિરોધી છે અને પ્રોસ્ટેટગ્રંથીના કેન્સર, લિવરના કેન્સર અને રૂધીરના કેન્સરના નિવારણમાં વપરાય છે. આ દ્રવ્ય દખલ કરે છે પી-ગ્લાયકોપ્રોટીન નામના દ્રવ્યને જે કેન્સરની સારવારમાં અવરોધરૂપ છે. આ દ્રવ્ય વધારો કરે છે કેટલીક કેન્સરની દવાની અસરને જે મગજમાં થતી ગાંઠની સારવારમાં વપરાય છે. આ વનસ્પતિના મૂળમાં ત્રણ ફિનોલીક સંયોજનો રહેલા છે. જે ખૂબ જ તિવ્ર એન્ટીઓકિસડન્ટ દ્રવ્ય છે. જેના કેમ્નાબિસમ-બ નામનુ દ્રવ્ય સ્તરના કેન્સરની સારવારમાં વપરાય છે. તે મુખના કેન્સર અને જઠરના કેન્સરની સારવારમાં વપરાય છે.

* Catharanthus roseus – બારમાસી

– આ વનસ્પતિમાં ૭૦ આલ્કેલોઈડ દ્રવ્યો રહેલા છે જે વિમબ્લાસ્ટાઈન, વિનકાઈસ્ટીન અને તેના સંયોજનો. આ દ્રવ્યો કેન્સરના કોષોને જકડી અને તેનો વિકાસ અટકાવે છે અને તે કોષોનો નાશ કરે છે. વિનકા આલ્કેલોઈડ નામનું દ્રવ્ય જે વિવિધ પ્રકારના કેન્સરના વિકાસને અટકાવે છે જેમ કે સ્તન કેન્સર, ગર્ભાશયનું કેન્સર, ફેફસા, આંતરડા, અંડપીંડ, મળાશય અને રૂધિરનું કેન્સર અને અન્ય પ્રકારના કેન્સરને પણ અટકાવે છે.

* Curcuma Longa – હળદર

– કુરકુમીન અને કુરકુમીનોલોઈડસ એ હળદરમાં રહેલ દ્રવ્ય એ કેન્સરના કોઈપણ સ્ટેજ પર કોષોના વિકાસ, ફેલાવો અને વિભાજનને અટકાવે છે. આ દ્રવ્યો કેન્સરના કોષોનો જકડી અને તેનો નાશ કરે છે. આ ઉપરાંત તે સ્તન કેન્સરને પણ અટકાવે છે અને આ ઉપરાંત કેન્સર સાથે સંલગ્નતા પણ અટકાવે છે અને કેન્સરના કોષોનું વિભાજન પણ અટકાવે છે કુરકુમીન નામનુ દ્રવ્ય એ સ્તન કેન્સર, ફેફસા, અન્નનળી, લિવર, આંતરડા, પ્રોસ્ટેટગ્રંથી અને ચામડી, નાક વગેરે પર થતા કેન્સરને અટકાવે છે. કુરકુમીનએ પ્રોસ્ટેટગ્રંથી પર થતા કેન્સરની રેડીયોથેરાપી દરમ્યાન ઉભા થતા અવરોધની અસર ઓછી કરે છે. કુરકુમીન એ આંતરડા, જઠરના કેન્સરને પણ અટકાવે છે. આ ઉપરાંત આ દ્રવ્ય એ એન્ટીઓકિસડન્ટ છે. સોજો ઉતારનાર છે.

* Emblioa offiminalis – આંબળા

– આંબળા એ એલાજીક એસીડ, ગેલીક એસીડ, કવેરસીન, કાઈમોપ્રોફેલ, ગ્લાયકોસાઈડ અને પ્રોનાથોસાઈટ જેવા દ્રવ્યો ધરાવે છે. આંબળામાં રહેલ અજોડ ટેનીન અને ફલેવેનોઈડ નામના દ્રવ્ય જે ખૂબ જ પાવરફુલ એન્ટી ઓકિસડન્ટ અને એન્ટીકેન્સરનો ગુણધર્મ ધરાવે છે. એલાજીક એસીડ જે આંબળામાં હોય છે અને આ દ્રવ્ય જનીનીક ખામીનું નિવારણ કરે છે અને રંગસૂત્રોમાં રહેલ ખામીનું પણ નિવારણ કરે છે. કવારસેટાઈન એ પણ રક્ષણામિક ભૂમિકા ભજવે છે.
– એમ્બીકાનીન એ અને બી એન્ટીઓકિસડન્ટ અને કેન્સર પ્રતિરોધી ગુણ ધરાવે છે. જે વિવિધ પ્રકારના કેન્સરને અટકાવે છે જેમ કે સ્તન કેન્સર, મૂત્રાશયનું કેન્સર, પિત્તાશયનું કેન્સર, જઠર, લિવર અને અન્ય પ્રકાર. ઈમ્બલીકા એ એન્ટીઓકિસડન્ટ વનસ્પતિ છે. જે ઉત્તમ વનસ્પતિ ઉપરાંત વિટામીન – સી ધરાવે છે તત્વો અને એમીનો એસીડ પણ ધરાવે છે. ઈમ્બલીકા એ લિવરના કેન્સરને થતુ અટકાવે છે અને આડઅસરને પણ અટકાવે છે જે કેન્સરની સારવાર દરમ્યાન થતી હોય છે.

* Ginkgo Biloba

– જીન્કજેટીન અને જીન્કગોલાઈડસ ‘એ’ અને ‘બી’ નામના દ્રવ્યો જે આ વનસ્પતિમાં રહેલ છે. આ દ્રવ્યો વિવિધ પ્રકારના કેન્સરની સારવારમા વપરાય છે અને તે સ્તન કેન્સર, બ્લડ કેન્સર, અંડાશય, આંતરડા, પ્રોસ્ટેટ ગ્રંથી અને લિવરના કેન્સરની સારવારમાં વપરાય છે. જીનકો બાયલોબા – આ વનસ્પતિ એન્ટી ઓકિસડન્ટ દ્રવ્ય ધરાવે છે. આ વનસ્પતિ વડે આડઅસર જે કેન્સરની સારવાર દરમ્યાન થાય છે તે દૂર કરી શકાય છે.

* Glycine max – સોયાબીન

– આઈસોકલેવોન્સ અને સેપોનીન્સ એ સોયાબીનમાં રહેલ દ્રવ્યો એ જુદા જુદા પ્રકારના કેન્સરને થતા અટકાવે છે જેમ કે સ્તન કેન્સર, મૂત્રાશય, અંડાશય, ફેફસા, જઠર, આંતરડા, પિત્તાશય, લિવર, કિડની, મુત્રાશય, પ્રોસ્ટેટગ્રંથી, અંડાશીય, મુખ, શ્વાસનળી અને થાઈરોઈડ ગ્રંથી. સોયાબીન એ બ્લડ કેન્સર (લોહીનું કેન્સર) ચામડીનું કેન્સર મગજમાં થતી ગાંઠ અને લોહીનું કેન્સર. આ દ્રવ્યો કેન્સરના કોષોના વિકાસ અને વિભાજન અટકાવે છે અને જેનીસ્ટેન નામનું એક દ્રવ્ય જે સોયાબીનમાં રહેલ છે. તે એન્ટી ઓકિસડન્ટ છે. આ દ્રવ્ય કેન્સરના કોષો સુધી ઓકિસજન પહોંચવા દેતુ નથી અને પોષણ પણ નથી મળવા દેતુ એટલે ભુખમરાને લીધે કોષ કેન્સરના મૃત્યુ પામે છે. જેનીસ્ટેન અને કવાર્સેટીન એ એવા દ્રવ્યો જે અંડાશયનું કેન્સર અને રકતનું કેન્સર અટકાવે છે. સેપોનીન નામનું દ્રવ્ય જે સોયાબીનમા રહેલ છે તે પણ કેન્સરના વિકાસને અટકાવે છે. એન્થ્રોસાયનીન નામનું દ્રવ્ય એ લ્યુકેમિયા કોષો (રૂધીર કેન્સરના કોષો)ની અસર થતી અટકાવે છે. આ વનસ્પતિ આંતરડા, ફેફસા અને અંડાશયના કેન્સરને અટકાવે છે.

* Glycyrrhiza glabra

– ફલેવેનોઈડસ, કેલકોન્સ, લિચોકોલ્કેન્સ એ બધા દ્રવ્યો આ વનસ્પતિમાં રહેલ છે જે તિવ્ર કેન્સર પ્રતિરોધી, એન્ટી ઓકિસડન્ટ, ખામી રોકી શકાય તેવો ગુણ, ચાંદી પડતા રોકી શકાય, એઈડસ રોગ થતો અટકાવી શકાય તેવા વિશિષ્ટ ગુણ રહેલા છે. લાઈકોહેલ કોન- ‘એ’ એ આ વનસ્પતિમાંથી મળતુ દ્રવ્ય જે પ્રોસ્ટેટ ગ્રંથીનું કેન્સર થતુ અટકાવે છે અને કેન્સરના કોષોને જકડી તેનુ વિભાજન અટકાવે છે. લાઈકોએગ્રોકેલકોન એ તિવ્ર કેન્સર પ્રતિરોધી ગુણ ધરાવે છે જે સ્તન કેન્સર, જઠર, આંતરડા, લિવર, કિડની અને રૂધીરનું કેન્સર અટકાવે છે.
ગ્લાયસાયરાઈઝીન એ પણ ચામડીનું કેન્સર થતુ અટકાવે છે ફેફસાનું કેન્સર પણ અટકે છે. આ ઉપરાંત આ દ્રવ્ય આંતરડા અને સ્તન કેન્સરને અટકાવે છે.

* Morinda citrifolia – શેતુરનું જાડ

– ડેમના કેનથીલ એનબીઆઈઓ અને એનબીએલએલ એ આ જાડમાંથી મળે છે અને તે એન્ટીપ્રતિરોધી કેન્સરનો ગુણ ધરાવે છે ખાસ કરીને ફેફસાનું કેન્સર અને ચામડીનું કેન્સર. તે એન્ટીઓકિસડન્ટ તે રોગપ્રતિકારક શકિત વધારનારૂ છે.

* Gossypium hirusutum – કપાસ

– ગોસીપોલ એ મળતુ દ્રવ્ય કપાસમાં જોવા મળે છે. તે કેન્સરના વિકાસને અટકાવે છે અને તે સ્તન કેન્સર, અન્નનળી, જઠર, આંતરડા, લિવર, પિત્તાશય, એડ્રિનલ ગ્રંથી, પ્રોસ્ટેટ ગ્રંથી, મૂત્રાશય, મગજમાં થતી ગાંઠને અટકાવે છે અને રૂધીરનું કેન્સર, ચામડીનું કેન્સર અટકાવે છે. તે કેન્સરના કોષોનું વિભાજન અટકાવે છે અને વિરૂદ્ધિ સ્વરૂપ ગોસીપોલનું એ કેન્સરની સારવાર દરમ્યાન સ્તન કેન્સર, અંડાશય, ફેફસા, પિતાશય, નાક, મગજ અને મસ્તકના કેન્સરને અટકાવે છે. ગોસીપોલોન એ એ ઓકિસડેટીવરૂપ છે. ગોસીપોલનું જે વિવિધ પ્રકારના કેન્સરને અટકાવે છે જેમ કે ફેફસા અને રૂધીરનું કેન્સર વગેરે.

* Nigella sativa

– થાયમોકિવનોન અને ડાયથાયમોકિવનોન એ આ વનસ્પતિમાંથી મળતુ દ્રવ્ય જે કેન્સર પ્રતિકારક દ્રવ્ય છે જે આંતરડા, પ્રોસ્ટેટ ગ્રંથી, પિત્તાશય, મુત્રાશય, વિવિધ પ્રકારના રૂધીરના કેન્સર વગેરે અટકાવે છે. થાયમોકિવનોન એ પ્રોસ્ટેટગ્રંથી જે બે પ્રકારની હોય છે અને આ દ્રવ્ય કેન્સરના કોષોનો નાશ કરે છે. આ વનસ્પતિમા રોગ પ્રતિકારક શકિત વધારવાની અને સોજો ઉતારવા જેવા ગુણો ધરાવે છે અને તે લિવરના કેન્સર નામે રક્ષણ આપે છે. તે કેન્સરની સારવાર દરમ્યાન થતી આડઅસરને અટકાવે છે.

* Ocimam sanctum – તુલસી

– ઈયુજેનોલ અને ઈયુજેનોલ, લિનોલીક એસીડ, રોસમેરીક એસીડ અને ઓરીન્ટીન, વિસનીન, ક્રાઈસબીન, આઈસોમ્યુસીન, આઈસોથાયમીન, એપીજીનેનીન વગેરે.
આમાથી અમુક દ્રવ્યો જે કેન્સરના વિકાસને અટકાવે છે અને જેમ કે સ્તન કેન્સર, લિવર કેન્સર, ચામડીનું કેન્સર. આ દ્રવ્યો કેન્સરના કોષોને ઓકિસજન અને ખોરાક પુરા પડવા દેતા નથી અને આ લીધે તેનો ભૂખમરાને લીધે મૃત્યુ થાય છે. ઉસ્સોલીક એસીડ એ રોગપ્રતિકારક શકિતમાં વધારો કરે છે અને પેશીકોષોની રક્ષા કરે છે. પોલીસેડેરાઈડ જે તુલસીમાંથી મળે છે જે એન્ટીઓકિસડન્ટ છે. સ્તન કેન્સર અને કેન્સરની સારવાર દરમ્યાન ઉપજતી આડઅસર સામે રક્ષણ આપે છે.

* Oldenlandia diffura

ઓલ્ડેનલેન્ડો સાઈડસ, સ્ટિગમાસ્ટેરોલ, ઉરસોલીક એસીડ, ઓબીએનોઈક એસીડ બીટા સીસ્ટેરોલ,, પી-કોયુમેરીન એસીડ એ કેન્સરના વિકાસને અટકાવે છે. જેમ કે ફેફસા, લિવર, મૂત્રાશય, જઠર, લિવર અને આંતરડા, વિવિધ પ્રકારના લોહી અને મગજના કેન્સરન અટકાવે છે. એ વિવિધ પ્રકારના ઝેરી રસાયણો ઉત્પન્ન કરી કેન્સરના કોષોને નિષ્ક્રીય બનાવે છે.

* panax ginseng

– જીનસેનોસાઈડસ એ વિવિધ પ્રકારના કેન્સરના વિકાસને અટકાવે છે અને સ્તન કેન્સર, ગર્ભાશય, ફેફસા, પ્રોસ્ટેટ ગ્રંથી, આંતરડા, વિવિધ પ્રકારના મગજ અને રૂધીરના કેન્સરને અટકાવે છે. પેનાકિસડાયોલ અને પેનાકસોટ્રાયોલ જિનસેનોઈસ એ બન્ને પ્રકારે કેન્સરમાં મહત્વનો ભાગ ભજવે છે. જીનસેનોસાઈડસ એ તિવ્ર કેન્સર પ્રતિરોધી છે. જે ફેફસાના કેન્સરને અટકાવે છે.

આ ઉપરાંત પી-ગ્લાયકોપ્રોટીન એ સારા એવા ઔષધ રસાયણ તરીકે ભાગ ભજવે છે જે આ વનસ્પતિમાં રહેલ પોલિસેકેરાઈડ એ રોગપ્રતિકારક શકિતમાં વધારો કરે છે અને વિવિધ પ્રકારના કેન્સર જેમ કે ફેફસાના કેન્સરને અટકાવે છે અને કેન્સરની સારવાર દરમ્યાન થતી આડઅસરને અટકાવે છે. રોગ પ્રતિકારક શકિતમાં વધારો કરે છે. એન્ટીઓકિસડન્ટ છે અને સોજો ઉતારનાર દ્રવ્ય છે. કેન્સરના કોષોનું વિભાજન અટકાવે છે. પ્રોસ્ટેટગ્રંથીના કેન્સરનું અટકાવે છે.

* plumbago leycamica

પ્લમ્બેગો એ આ વનસ્પતિમાંથી મળતુ દ્રવ્ય છે જે સ્તન કેન્સર, લિવર મગજ અને રૂધીરના કેન્સરને અટકાવે છે અને તે એન્ટીઓકિસડન્ટ છે રોગ પ્રતિકારક શકિતમાં વધારો કરે છે.

* podophyllum hexandrum

– પોડોફાયલોટોકિસન અને પોડોફાયબીન એ આ વનસ્પતિમાંથી મળે છે અને જે સ્તન કેન્સર, અંડાશય, ફેફસા, લિવર, મૂત્રાશય, ચુડાશય, મગજના કેન્સર, રૂધીરના કેન્સર વગેરેને થતા અટકાવે છે. આ દ્રવ્ય સક્રીય છે મોટાભાગના કુદરતી તત્વોમાં. આ ઉપરાંત તેના રેડિઓપ્રોટીકટીવ (કિરણો સામે રક્ષણ)ની ક્ષમતા પણ છે.

* prumella vulgaris

– અલસોરીક એસીડ અને ઓલીમોઈક એસીડ એ સ્તન કેન્સર, ફેફસા, અન્નનળી, જઠર, આંતરડા, થાઈરોઈડ, મગજની અંદર થતી ગાંઠ, રૂધીરના કેન્સરને અટકાવે છે. આ વનસ્પતિનાં ઉપયોગમાં ચીનમાં પરંપરાગત રીતે થાય છે જે મુખ અને ગળાના સંવેદનશીલ ભાગના રાહત માટે થાય છે. રોગ પ્રતિકારક શકિતનો ગુણ ધરાવે છે એન્ટી ઓકિસડન્ટ છે અને એઈડસ થતો અટકાવે છે. આ દ્રવ્યની અસર કરોડરજુ પર થાય છે.

* psoralea carylifalia

– બાવાચીનીન, કોરીફોલીનીન એ સ્તન કેન્સર, લિવર, હાડકાનું કેન્સર, ચેતાતંતુનું કેન્સર, રૂધીરનું કેન્સર અને મગજમાં થતુ કેન્સર વગેરેને અટકાવે છે. એ રોગ પ્રતિકારક શકિત વધારે છે અને જઠરના કેન્સરને અટકાવે છે. સેલચક્ર એ કેન્સરના કોષોમાં થતી ક્રિયા જે કેન્સરને પ્રસરાવે છે તે સાયકલને અટકાવે છે. પ્રોસ્ટેટગ્રંથીના કેન્સરને અટકાવે છે અને તે સખત એન્ટી ઓકિસડન્ટ છે અને રોગ પ્રતિકારક શકિતનો વધારનાર છે.

* Rubia cordifolia

– રૂબિડીઆનીન અને રૂબીડીનીન આરએ-૭, આરએ-૭૦૦ અને આરસી-૧૮ એ સ્તન કેન્સર, અંડાશય, આંતરડા, ફેફસા, વિવિધ પ્રકારના મગજમાં થતા કેન્સર અને રૂધીરના કેન્સરને અટકાવે છે.

* Saussurla Lappa

– સેસકવાઈટરપેન્સ અને કોસ્ટુનોલાઈડસ એ સ્તન કેન્સરને અટકાવે છે. સાયનેરોટિકિન એ સખત એન્ટી પ્રતિરોધી ગુણ ધરાવે છે અને રૂધીરના કેન્સરને અટકાવે છે અને આ ઉપરાંત તે નાના આંતરડાના કેન્સરને અટકાવે છે. રૂધીરના કેન્સરને અટકાવે છે. સીકોડાઈલોસ એ અંડાશય, ફેફસા, આંતરડા અને કેન્દ્રીય મગજની રચના વગેરેના કેન્સરને અટકાવે છે અને આ ઉપરાંત આ દ્રવ્ય કેન્સરના કોષોને જકડી અને તેનો નાશ કરે છે.

* Solanum nigraum

– સોલેમારજીન અને સોલેસોનાઈન એ સ્તન કેન્સર, લિવર, ફેફસા એ વિવિધ પ્રકારના કેન્સરને અટકાવે છે. સ્ટિરીઓઈડલ ગ્લાયકોસાઈડ એ આંતરડાના કેન્સરને અટકાવે છે. ગ્લાયકોપ્રોટીન એ આંતરડા અને સ્તને કેન્સરને અટકાવે છે અને પોલીસેકેરાઈડ એ ગરદનના કેન્સરને અટકાવે છે. લિવરના કેન્સરને અટકાવે છે અને આ દ્રવ્યના થોડા જથ્થાથી કેન્સરના કોષોની ક્રિયાઓ અટકે છે જ્યારે વધારે પ્રમાણથી કેન્સરના કોષોનો નાશ થાય છે. લુનાસીન એ કેન્સરને અટકાવતુ પ્રોટીન છે. આ વનસ્પતિ વડે જઠર, ચામડીનું કેન્સર અને મગજમાં થતી ગાંઠના કેન્સર અને રૂધીરના કેન્સરને અટકાવે છે.

* Tinospora cardifalis – વેલ

– સેસકવાઈટરનેસ નેસ અને ડિટરપેન્સ એ ફેફસા, ગરદન અને ગળુ વગેરેના કેન્સરને અટકાવે છે અને પોલીસેકેરાઈડ નામનું દ્રવ્ય એ ફેફસાનું કેન્સર અટકાવે છે. આ ઉપરાંત આ વનસ્પતિમાં રોગ પ્રતિકારક શકિત વધારવાનો ગુણ રહેલ છે. આ ઉપરાંત આ વનસ્પતિમા ચાંદા પડતા અટકાવવા ઉપરાંત કેન્સરની સારવાર દરમ્યાન ઉપજતી આડઅસરને અટકાવે છે.

* Viscum album

લેકિટનસ નામનુ દ્રવ્ય એ અટકાવે છે વિકાસ અને ફેલાવો વિવિધ પ્રકારના કેન્સરની જેમ કે સ્તન કેન્સર, ગરદનું કેન્સર, અંડારાય, ફેફસા, મુત્રાશય, શુક્રપીંડ, ચામડીનું કેન્સર અને ચેતાતંતુનું કેન્સર અને રૂધીરનું કેન્સર વગેરે. આ વનસ્પતિમાં રહેલ દ્રવ્ય લેકટન્સ એ કેન્સર પ્રતિરોધી છે અને રોગ પ્રતિકારક શકિતમાં પણ વધારો કરે છે. વિસ્કમીન એ મોટાભાગની જૈવિક ક્રિયાઓને અસર કરે છે અને કેન્સરના કોષોને અસર કરે છે.

* Withania somnifera

– વિથેનોલાઈડસ એ આ વનસ્પતિમાંથી મળતુ દ્રવ્ય છે જે કેટલાક પ્રકારના કેન્સરને અટકાવે છે જેમ કે સ્તન કેન્સર, ફેફસા, આંતરડા, મગજ અને આ ઉપરાંત અન્ય પ્રકારના કેન્સરને અટકાવે છે. વિથાફેરીન – ‘એ’ એ વિવિધ પ્રકારના કેન્સરને અટકાવે છે જેમ કે છાતીનું કેન્સર, ગરદનનું કેન્સર, આંતરડા, પ્રોસ્ટેટનુ કેન્સર, ચામડીનું કેન્સર વગેરે. વિથાફેરીન – ‘એ’ એ પ્રોસ્ટેટ ગ્રંથીનું કેન્સર અટકાવે છે. સીટોઈનોસાઈડસ અને વિથાફેરીન-‘એ’ એ રોગપ્રતિકારક શકિતમાં વધારો કરે છે અને સોજો ઉતારવા વપરાય છે અને આ ઉપરાંત આ ઉપરાંત વિથાની એ સ્તન કેન્સર, જઠર, આંતરડા અને ફેફસા મગજ વગેરેમાં થતા કેન્સરને અટકાવે છે. આ વનસ્પતિમાં રહેલ દ્રવ્ય વડે રોગ પ્રતિકારક શકિત વધે છે અને કેન્સરની સારવાર દરમ્યાન અને કિરણો વડે થતી સારવાર દરમ્યાન આડઅસરને અટકાવે છે.

* Zingiber offiminale – આદુ

જીન્જેરલ્સિ એ અંડાશય, ગરદન, આંતરડા, મળાશય, લિવર, મુત્રાશય, મુખ, મગજમાં થતુ કેન્સર અને રુધીરના કેન્સરને અટકાવે છે. ૬- ફોગેઓલ એ અંડાશયનું કેન્સર વિવિધ પ્રક્રીયાથી અટકાવે છે અને આ ઉપરાંત આ વનસ્પતિ એન્ટીઓકિસડન્ટ તરીકે વર્તે છે અને સોજો ઉતારવા વપરાય છે અને કેન્સરની સારવાર દરમ્યાન અને કિરણો વડે થતી સારવાર દરમ્યાન આડઅસરને અટકાવે છે.

ત્રિવિદ્યા દીક્ષિત પૂ. પ્રકાશબાપુઃ મૂળ હિમાચલના સન્યાસીએ રાજસ્થાનમાં રસવિદ્યાની સાધના કરીને ગુજરાતને કર્મભૂમિ બનાવી

રાજકોટ : કેન્સર સહિત અનેક જટીલ રોગોમાં નિઃસ્વાર્થભાવથી સારવાર કરીને લાખો દર્દીઓની સેવા કરનારા પૂ. પ્રકાશબાપુ સાધના અને સંશોધનમાં સતત વ્યસ્ત રહે છે.

તેઓ સામાન્ય વૈદ્ય નથી. મુકિતમાર્ગના સન્યાસી છે. ત્રિવિદ્યાના દીક્ષિત છે. છ વર્ષની વયે દીક્ષા ગ્રહણ કરીને સાધના

– સેવામાં જીવન સમર્પિત કરી દીધું છે. આયુર્વેદનો સત્તાવાર અભ્યાસ કર્યો છે. ઉપરાંત નેચરોપથી મેગ્નોથેરાપી વગેરે અનેક પ્રકારનો અભ્યાસ કરીને ડીગ્રીઓ મેળવી છે. તેઓ કહે છે કે, આયુર્વેદ સર્વશ્રેષ્ઠ આરોગ્ય પધ્ધતિ છે.

પૂ. બાપુએ રાજસ્થાનમાં પૂ. રૂપનારાયણબાપુ પાસેથી રસવિદ્યાનું જ્ઞાન લઇને ઊંડી સાધના કરી છે. પ્રકાશબાપુ મૂળ હિમાચલ પ્રદેશના છે, કર્મભૂમિ ગુજરાત બનાવી છે. ત્રણ – સાડાત્રણ દાયકાથી ગુજરાતમાં વસ્યા છે. ગિરનું જંગલ તેઓશ્રીનું પ્રિય સ્થાન છે. સપ્તાહમાં બે-ત્રણ દિવસ જંગલમાં હોય છે અને વનસ્પતિઓ પર સંશોધનો ચાલુ હોય છે.
લોધિકા પાસે થોરડી – ભોકેશ્વર મંદિર આશ્રમે સોમ-મંગળ બે દિવસ કેન્સર સહિત કોઇપણ રોગોની સારવાર પૂ. બાપુ દ્વારા થાય છે. દર્દીએ ફાઇલ લઇને પહોંચવાનું રહે છે. આ અંગે વધારે વિગતો માટે મો. ૮૭૫૮૭ ૨૧૯૨૧ નંબર પર સંપર્ક થઇ શકે છે.

સાભાર અકિલા ન્યુજ રાજકોટ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો