પુણેના વૈજ્ઞાનિકે વિકસાવી દેશી પદ્ધતિ જેનાથી પહેલાં જ કેન્સર સેલ્સને ડિટેક્ટ કરી શકાશે

કેન્સરની સારવાર કરવામાં સૌથી મોટો ભાર ખિસ્સા પર પડે છે. સાધારણ અને મધ્યમ વર્ગના લોકો પર કેન્સરની સારવાર કરવામાં અનેકગણું ભારણ વધી જાય છે. પરંતુ હોસ્પિટલના મસમોટા બિલથી હવે છૂટકારો મળશે. માત્ર 15 હજાર રૂપિયામાં જ ટેસ્ટ કરીને સમયસર કેન્સરની તપાસ કરી શકાશે. કેન્સરની સારવાર માટે વધારે પૈસા ખર્ચ ન થાય અને દર્દીને પીડા ન ભોગવવી પડે તે માટે પુણેના વૈજ્ઞાનિક જયંત ખંડારેએ ‘લિક્વિડ બાયોપ્સી ટેસ્ટ’ તૈયાર કર્યો છે, જે ઓન્કોડિસ્કવર ટેક્નોલોજી પર આધારિત છે. આ ટેસ્ટથી દર્દીના લોહીમાં સર્ક્યુલેટ થઇ રહેલાં કેન્સર સેલ્સની તપાસ થઇ શકે છે.

લિક્વિડ બાયોપ્સી ટેસ્ટ

પુણેના વૈજ્ઞાનિક જયંત ખંડારેએ વિશેષ ડાયગ્નોસિસ ટૂલ ‘લિક્વિડ બાયોપ્સી ટેસ્ટ’ વિકસાવ્યો છે. તેની મદદથી લોહીમાં રહેલા કેન્સરના સેલ્સને તે શરીરમાં ફેલાય એના પહેલાં જ ડિટેકટ કરી શકાય છે. આ ટેસ્ટથી દર્દીના કેન્સરની સારવારનું યોગ્ય પ્લાનિંગ અને હાલમાં ચાલતી સારવાર કેટલી સફળ થશે તેની પણ જાણકારી મેળવી શકાય છે. આ ટેસ્ટને આગામી સપ્ટેમ્બરથી ભારતમાં લોન્ચ કરવામાં આવશે. ખંડારેનો પ્લાન આગામી વર્ષોમાં આ ટેસ્ટને દુનિયાભરમાં રિલીઝ કરવાનો છે. ખંડારે એક્ટિઓરિયસ ઇનોવેશન એન્ડ રિસર્ચ લિમિટેડ નામના સ્ટાર્ટઅપના કો ફાઉન્ડર અને ચીફ સાયન્ટિફિક અધિકારી છે. તેની શરૂઆત તેમણે અરવિંદન વાસુદેવન સાથે મળીને વર્ષ 2013 માં કરી હતી.

મીડિયા સાથેની વાતચીતમાં ખંડારે જણાવે છે કે, ‘લિક્વિડ બાયોપ્સી પર આધારિત ઓન્કોડિસ્કવર ટેક્નિકની મદદથી શરીરમાં બીમારી કેટલી ઝડપે ફેલાઈ રહી છે તેના પર નિયમિત નજર રાખી શકાય છે. આ ટેસ્ટની મદદથી શરીરમાં કેન્સર પાછું ફેલાઈ રહ્યું છે કે નહિ તેની પણ તપાસ થઇ શકે છે. લોહીમાં ઓછી માત્રામાં રહેલાં ટયૂમર સેલ્સને પણ સહેલાઈથી ડિટેકટ કરી શકાય છે. ‘

અમેરિકાની ટેસ્ટ કિટ કરતાં આ પદ્ધતિ સસ્તી

ડ્રગ્સ એન્ડ મેડિકલ ડિવાઇસીસની રેગ્યુલેટરી બોડી ‘ધ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન’એ ભારતમાં ‘લિક્વિડ બાયોપ્સી ટેસ્ટ’ માટે મેડિકલ ડિવાઇસ રુલ્સ-2017 અંતર્ગત લાયસન્સ આપ્યું છે. ખંડારે જણાવે છે કે, ‘કેન્સર સેલ્સના અર્લી ડિટેક્શન માટે આ દુનિયાની બીજી ટેક્નોલોજી છે. ભારતમાં બનેલી આ ટેક્નોલોજી અમેરિકાની ટેક્નોલોજી કરતાં ઘણી સસ્તી છે તેમજ સ્પેસિફિક પણ છે. અમેરિકામાં આ પ્રકારના ટેસ્ટની કિંમત 84 હજાર રૂપિયાથી 1 લાખ રૂપિયા સુધી થવા જાય છે, જે ભારતમાં ઉપલબ્ધ નથી. આ ટેક્નોલાજીના ભારતીય વર્ઝન ‘લિક્વિડ બાયોપ્સી ટેસ્ટ’ની કિંમત માત્ર 15 હજાર રૂપિયા છે.

ટેસ્ટિંગ

મુંબઈની ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં આ ટેક્નોલોજીનું ટેસ્ટિંગ વર્ષ 2017માં કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના ડેપ્યુટી ડિરેક્ટર પંકજ ચતુર્વેદી જણાવે છે કે, ‘આ ટેક્નોલોજી સંપૂર્ણ સ્વદેશી છે. આ ટેક્નોલાજીના ટેસ્ટિંગ દરમિયાન દર્દીના લોહીમાંથી કેન્સર સેલ્સ ડિટેકટ થતું જોઈને અમે સૌ આશ્ચર્યચકિત થયા હતા.’ આ ટેસ્ટના પરિણામને શિકાગોમાં અમેરિકન સોસાયટી ઓફ ક્લિનિકલ ઓન્કોલોજીની મીટિંગમાં એબ્સ્ટ્રેક્ટ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો