કડકડતી ઠંડીમાં ટોરેન્ટોમાં CAAના સમર્થનમાં યોજાઈ રેલી, મોટી સંખ્યામાં ભારતીયો ઉમટી પડ્યા

ભારતીય સંગઠનો દ્વારા કેનેડાના ટોરેન્ટોમાં CAA (નાગરિકતા સંશોધન કાનૂન)ના સમર્થનમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કડકડતી ઠંડીમાં પણ ભારતીય લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કેનેડીયન ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા, હિન્દુ ફોરમ કેનેડા અને ઈન્ડિયન ડાયસ્પોરા ઓફ ટોરેન્ટો સહિતના સંગઠનો દ્વારા CAAના સમર્થનમાં આયોજિત આ કાર્યક્રમમાં ભારતીયો હાથમાં બેનર્સ લઈને મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તેમણે ‘વી લવ ઈન્ડિયા’, ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારા પણ લગાવ્યા હતા.

રેલીમાં ઉપસ્થિત ભારતીય સુરેશ અગ્રવાલે જણાવ્યું હતું મોદી સરકારે જે CAA કાયદો લાગું કર્યો છે, તેનું અમે સમર્થન કરીએ છીએ. અન્ય એક ભારતીય અનિલે જણાવ્યું હતું કે, અમે આ રેલી દ્વારા પ્રધાનમંત્રી મોદીને સંદેશો આપવા માંગીએ છીએ કે અમે અહીં કેનેડામાં બધા ભારતીય એક છીએ. અમે બધા એકજૂટ થઈને CAAના સમર્થનમાં અવાજ ઉઠાવી રહ્યા છીએ. પીડિત લોકો માટે આ કાયદો સારો છે. અમે સરકારનો આભાર માનીએ છીએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો