એસજી હાઇવે પરથી કોલસેન્ટર માલિક પાસેથી રૂ. 65 લાખના તોડ મામલે તત્કાલીન PI, PSI સહિત 7 સસ્પેન્ડ, IPS અધિકારીનો બચાવ?

અમદાવાદ શહેરના એસજી હાઇવે પરથી કોલસેન્ટરના ડેટા સાથે બે યુવકોને પકડી કોલસેન્ટર ચલાવતાં માલિક પાસેથી રૂ. 65 લાખનો તોડ કરવાના કેસમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી.જાડેજા, પીએસઆઇ અને પાંચ કોન્સ્ટેબલને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે સસ્પેન્ડ કર્યા છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસ બાદ કરાયેલા રિપોર્ટ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે આ કેસમાં ચર્ચામાં રહેલા IPS અધિકારીનો બચાવ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલામાં ક્યાંય તેઓની ભૂમિકા નથી બતાવાઈ.

રિપોર્ટમાં બેદરકારી આવતાં PI, PSI , 5 પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

બે મહિના પહેલા એસજી હાઇવે પરથી બે વ્યક્તિને પકડી પહેલા રૂ. 30 લાખનો અને બાદમાં રૂ. 35 લાખ એમ મળી કુલ રૂ. 65 લાખનો તોડ કરવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાઈ હતી. જેનો રિપોર્ટ પોલીસ કમિશનરને સોંપાયો હતો. તોડકાંડ અને પોપ્યુલર બિલ્ડરને સવલત આપવા મામલે તાત્કાલિક અસરથી પીઆઇ વાય.બી.જાડેજાની બદલી સ્પેશિયલ બ્રાન્ચમાં કરી દેવાઈ હતી. રિપોર્ટમાં બેદરકારી આવતાં પીઆઇ, પીએસઆઇ અને પાંચ પોલીસ કોન્સ્ટેબલને પોલીસ કમિશનરે સસ્પેન્ડ કર્યા હતા.

IPS અધિકારીઓ પણ આ કેસમાં હોવાની ચર્ચા હતી

સમગ્ર કાંડમાં IPS અધિકારીની ભૂમિકાને દબાવી દેવામાં આવી છે. તોડકાંડ સમયે IPS અધિકારીઓ પણ આ કેસમાં હોવાની ચર્ચા હતી, જોકે તપાસમાં માત્ર પીઆઇ, પીએસઆઇ અને પાંચ કોન્સ્ટેબલના જ નામ ખુલ્યા છે જેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો