આ ગુજ્જુભાઈ પોતાના અભિયાન થકી ભારત, આફ્રિકા અને કોરિયાના લાખો લોકો સુધી ફ્રીમાં પહોચાડે છે કપડાં, ભોજન અને બુટ ચંપલ, USAમાં શરૂ કરી ‘કોલ પે દાન’ની સર્વિસ

વર્ષો અગાઉ 56 રૂપિયા લઈ અમેરિકા ગયો હતો એ સ્મરણ આજે પણ હૈયે રાખી ભારતનું ઋણ અદા કરૂં છું તેમ મૂળ ખંભાતના અને અમેરિકા સ્થાયી થયેલા સેવાભાવીએ વિનોદભાઇ શાહે જણાવ્યું હતું. તેમણે શરૂ કરેલું કપડાં,ભોજન અને બુટ ચંપલનું અભિયાન ભારત, આફ્રિકા, કોરિયા સુધી પહોચ્યું છે. તેનો શ્રેય તેઓ સહભાગી થનારાઓ જેમના થકી ગામેગામ અભિયાન પહોંચ્યું તેમને આપે છે.

અમેરિકામાં ફાર્માસીસ્ટ તરીકે સેવારત ખંભાતના વિનોદભાઈ શાહે બી.ફાર્મ કર્યા પછી સતત નોકરીમાં સંઘર્ષ કરવો પડ્યો. મામાના ઘરે મુંબઈ રહી ત્રણ વર્ષ નોકરી કરી. મારી પાસે 56 રૂપિયા એટલે કે 8 ડોલરની બચત હતી. ત્યારે ડોલરનો ભાવ 7 રૂપિયા હતો. 8 ડોલર લઈ અમેરિકા ઉપડી ગયો ને ત્યાં ગ્રીનકાર્ડ મળતાં જ દિશાઓ ખુલી ગઈ. મે – 1977માં ચોથા વર્ષે અમેરિકામાં સિટીઝનનો દરજ્જો મળી ગયો. શિકાગોમાં 20 વર્ષ રહ્યો અને ફાર્મસીની દુકાન શરૂ કરી.

છેલ્લાં 22 વર્ષથી ટેક્સાસમાં રહી ભારત પરત્વેનું ઋણ અદા કરી રહેલા વિનોદભાઈ શાહે જણાવ્યું હતું કે, દેશનું ઋણ અદા કરવા માટે અમે સીનિયર, ભારતીય સીનીયર સીટીઝન ગ્રુપ કાર્યરત કર્યું છે. જે અંતર્ગત વપરાયેલા છતાંય ઉત્તમ ગુણવત્તાના સૂઝ અમે જરૂરિયાતમંદ લોકોને આફ્રિકા, કોરિયા અને ભારત મોક્લીએ છીએ. લગ્નો અને ઉત્સવોમાં અમેરિકામાં મોઘાંદાટ કપડાં બે કે ત્રણ વાર પહેર્યા પછી આ કપડાં ગાર્બેજમાં ન જાય તેનું ધ્યાન રાખી અમે આવા ડ્રેસ, સાડી, પેન્ટ-શર્ટ, શૂટનું કલેશન કરીએ છીએ. અને તેનું જરૂરિયાતમંદોને નિયમિત વિતરણ કરીએ છીએ. અમે વર્ષમાં બે વખત કાર્ગો દ્વારા કપડાં અને પગરખાં જરૂરિયાતમંદ વિસ્તારોમાં પહોચાડીએ છીએ.

આ સિવાય, અમેરિકામાં જ વધેલા ભોજનનો યથાયોગ્ય ઉપયોગ થાય તે માટે ‘કોલ પે દાન’ અભિયાન શરૂ કર્યું છે. લગ્ન હોઈ કે પાર્ટી કે પછી હોટલ જ્યાં જમવાનું વધે એટલે તેઓ મારો સંપર્ક કરે. હું મિત્રો સાથે વાન લઈ જે તે સ્થળે પહોચી જઈ ભોજન એકઠું કરી વિવિધ નિર્ધારિત સ્થળોએ તે પહોચાડું છું.

અમેરિકામાં વસવાટ કરતા અને ફાર્માસીસ્ટનો વ્યવસાય કરતાં વિનોદભાઇ શાહ વિદેશમાં રહીને તમામ ભારતીયોને એક તાંતણે બાંધી રહ્યા છે.

અમેરિકામાં બેસી ખંભાતના જરૂરિયામંદોને મદદરૂપ થવા પાછળ સહકર્મીઓને શ્રેય

અનેક સેવાકર્મીઓએ પોત-પોતાના વિસ્તારમાં અભિયાન શરૂ કર્યું છે. અનાથ બાળકો માટે વિશેષ કાર્યક્રમો કરાય છે. બાળકો વર્ષગાંઠ ઉજવી શકે માટે ફંડ આપવામાં આવે છે. ખંભાત ખાતે દિવ્યાંગ બાળકોને આધુનિક મકાન મળે તે માટે અમેરિકા રહી આયોજન હાથ ધર્યું છે. ઉતરાયણમાં ઘવાયેલા પક્ષીઓ માટે ડોકટર અને દવાઓ ઉપલબ્ધ કરાવવાથી માંડી રાજકોટ સ્થિત સંસ્થામાં જોડાઈ પર્યાવરણની જાળવણી માટે પણ ફંડ આપે છે. ખંભાતમાં શાળાઓમાં દાન થાકી સ્માર્ટ ક્લાસ, કમ્પ્યૂટર વર્ગો પણ શરૂ કર્યા છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો