સુરતમાં મોબાઈલ ટાવર પર કેબલ બદલવા ચડેલા ટેક્નિશિયનનું કરંટ લાગતા મોત, 30-35 ફૂટ ઉપરથી યુવકને ક્રેન મારફતે નીચે ઉતારાયો

શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલા મોબાઈલ ટાવર પર કેબલ બદલવા ચડેલા ટેક્નિશિયનનું કરંટ લાગતા મોત નીપજ્યું હતું. ટાવર પરથી યુવકને ઉતારી હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કરાયો હતો. ત્યારબાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. સિવિલ હોસ્પિટલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આખરે કંપનીએ માંગ સંતોષતા પરિવારે મૃતદેહ સ્વીકાર કરવા તૈયારી દર્શાવતા પીએમ હાથ ધરાયું હતું. પીએમ બાદ પરિવાર મૃતદેહ લઈને અંતિમ સંસ્કાર કરવા ગયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

30-35 ફૂટ ઉપરથી યુવકને બેભાન હાલતમાં ક્રેન મારફતે નીચે ઉતારાયો

નવાગામ ડિંડોલી વિસ્તારમાં આવેલા લક્ષ્મીનગરમાં સુશાંત રાઉત (ઉ.વ.21) પરિવાર સાથે રહેતો હતો. સુશાંત છેલ્લા બે વર્ષથી મોબાઈલ ટાવરના ટેક્નિશિયન તરીકે કામ કરતો હતો. દરમિયાન ગત રોજ ભેસ્તાન વિસ્તારમાં આવેલા મોબાઈલ ટાવરનો કેબલ બદલવા 30-35 ફૂટ ઉપર ચડ્યો હતો. દરમિયાન ત્યાં જ કરંટ લાગ્યો હતો. અચાનક પ્લેટફોર્મ પર બેભાન થઈ જતા નીચે ઉભેલા સાથી કર્મચારી રવી ઇગડેએ તમામને જાણ કરી હતી. જેથી અધિકારીઓ અને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો પણ ક્રેન લઈને પહોંચી ગયો હતો. ત્યારબાદ યુવકને બેભાન હાલતમાં નીચે ઉતારાયો હતો.

બેભાન હાલતમાં ટાવર પરથી નીચે ઉતારાયેલા યુવકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જેથી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ આજે પરિવાર સિવિલ હોસ્પિટલ ખાતે પહોચ્યું હતું અને મૃતદેહ સ્વિરકારવાની મનાઈ કરી વિરોધ નોંધાવ્યો હતો. પરિવારે જણાવ્યું હતું કે, તટસ્થ તપાસ કરવાની અપીલ કરી અને યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે. આખરે કંપની સાથે નેગોશિયેટ થતાં પરિવારે મૃતદેહ સ્વિકાર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો