કેન્દ્રનો મહત્વનો નિર્ણય: સરકારી નોકરી માટે હવે જાતભાતની પરીક્ષામાંથી મુક્તિ, NRA કરાવશે કોમન ટેસ્ટ, જાણો તેના ફાયદા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેબિનેટની બેઠક થઈ હતી. કેબિનેટ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની માહિતી વિગતે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં આપી હતી. દેશમાં નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી(NRA)ને આધીન પદો માટે CET(કોમન એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) યોજવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે હવે આ વ્યવસ્થાને ખતમ કરીને એક ‘નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી’ (National Recruitment Agency)ની સ્થાપના કરવામાં આવી છે. હવે આ સંસ્થા કોમન એલિજિબિલિટી ટેસ્ટ (Common Eligibility Test-CET)નું આયોજન કરશે.

તેમણે જણાવ્યું કે સરકારના નિર્ણયથી દેશના કરોડો વિદ્યાર્થીઓને ફાયદો થશે. આ એજન્સી તમામ ક્ષેત્રોની નોકરીઓ માટે એક જ પરીક્ષાનું આયોજન કરશે. તેનાથી યુવાનોની મહેનત અને પૈસા બંનેની બચત થશે.

હાલ શું છે સમસ્યા

દરેક એજન્સીની દરેક પરીક્ષાનું શિડ્યૂલ અલગ-અલગ હોય છે, તેના માટે એપ્લિકેશન પ્રોસેસ અને એપ્લિકેશન ફી પણ અલગ-અલગ હોય છે. જ્યારે બે-ત્રણ પરીક્ષા આયોજિત કરવામાં આવે છે તો ઘણીવાર તેમાં ગરબડી થવાની સંભાવના વધી જાય છે.

અલગ-અલગ પરીક્ષા કેન્દ્ર હોવાથી ગામડાના વિદ્યાર્થીઓ, મહિલાઓ અને દિવ્યાંગોને મુસાફરી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દૂરથી આવનાર વિદ્યાર્થીને અન્ય શહેરોમાં રોકાવવું પડે છે.

ઘણીવાર પરીક્ષાઓની તારીખ પરસ્પર મેચ થઇ જાય છે. એવામાં ઉમેદવાર અસમંજસમાં મુકાઇ જાય છે કે તે કઇ પરીક્ષા બેસે અને કઇ પરીક્ષા છોડી દે.

મોટાભાગની પરીક્ષાનું સ્તર તો એક જ હોય છે પરંતુ તમામનો અભ્યાસ અલગ-અલગ હોય છે.

– કેન્દ્રમાં 20થી વધુ રિકૂટમેન્ટ એજન્સીઓ છે.
– હાલ 3 એજન્સીઓની પરીક્ષાને જ કોમન કરવામાં આવી રહી છે.
– આગામી સમય સુધી સમયમાં તમામ એજન્સીઓને કોમન ટેસ્ટ આયોજિત કરવામાં આવશે.
– અત્યાર સુધી એક જ પરીક્ષા ઘણા તબક્કામાં યોજાય છે. તેમાં એજન્સી આખુ વર્ષ વ્યસ્ત રહે છે.
– આ સિસ્ટમમાં પરીક્ષાનું કોઇ એક સ્ટાડર્ડ બની શકતું નથી.
– તેનાથી પરીક્ષા ક્યારે ખૂબ સરળ તો ક્યારે ખૂબ કઠિન બની જાય છે.
– પરીક્ષા આયોજિત કરવા માટે સ્થાન ખૂબ જ સીમિત સંખ્યા છે.

ત્રણેય એજન્સીઓની એક એજન્સી

કેન્દ્ર સરકારની ત્રણ રિક્રૂટમેન્ટ એજન્સીઓ (રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ-RRB, બેંક-IBPS અને એસએસસી-SSC) દર વર્ષે ગ્રુપ-બી અથવા ગ્રુપ-સીમાં લગભગ 1.25 વેકેન્સી બહાર પાડે છે. 2.5 થી 3 કરોડ લોકો આ વેકેન્સીની પરીક્ષામાં ભાગ લે છે. આ ત્રણેય એજન્સીની પરીક્ષામાં ઉમેદવાર આખું વર્ષ વ્યસ્ત રહે છે.

હવે તેમાં એક સ્તર ઓછું થઇ જશે. હવે ત્રણેય એજન્સીઓ માટે એક જ કોમન એલિજિબિલિટી ટેસ્ટનું આયોજન થશે.

નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી

નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી એક સોસાયટી થશે અને આ સંપૂર્ણપણે સ્વતંત્ર સંસ્થા થશે. તેમાં ત્રણેય રિક્રૂટમેન્ટ એજન્સી (એસએસસી, આરઆરબી અને આઇબીપીએસ)ના પ્રતિનિધિ સામેલ થશે. આ એજન્સી પર પહેલાં ત્રણ વર્ષ માટે 1517.57 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આ સિસ્ટમથી ત્રણે રિક્રૂટમેન્ટ એજન્સીઓને દર વર્ષે 600 કરોડ રૂપિયાની બચત થશે.

આ એજન્સી પહેલાં તબક્કાની પરીક્ષા આયોજિત કરશે. ફર્સ્ટ લેવલની પરીક્ષા સૌથી વધુ લોકો બેસે છે. આ પરીક્ષા સંપૂર્ણપણે ઓનલાઇન (કોમ્યૂટર બેસ્ડ) હશે. તેનું રિઝલ્ટ ઉમેદવારને તાત્કાલિક મળી જશે.

આ એક્ઝામના સ્કોરના આધારે કેન્ડિડેટ ત્રણેયમાં કોઇપણ એજન્સીમાં એપ્લાઇ કરીને તેના અલગ તબક્કાની પરીક્ષામાં બેસી શકશે.

શું થશે ફાયદો

– તમામ એજન્સીઓની કોમ એક્ઝામની એક સ્ટાડર્ડ પેટર્ન હશે.
– ફર્સ્ટ લેવલને પરીક્ષાનો એક જ સિલેબસ હશે.
– દરેક જિલ્લામાં ઓછામાં ઓછું એક એક્ઝામિનેશન સેન્ટર હશે.
– પરીક્ષાનું રિઝલ્ટ તાત્કાલિક મળી જશે.
– આ રિઝલ્ટ ત્રણ વર્ષ સુધી માન્ય રહેશે.
– પરીક્ષાના સ્કોરને સુધારવા માટે ફરીથી પરીક્ષા આપવાની સુવિધા.
– આ પરીક્ષા માટે કોમન રજિસ્ટ્રેશન પોર્ટલ હશે.
-એક પ્રશ્ન બેંક હશે એક જ ફીસ પેટર્ન હશે.
– તેમાં 12 ભાષાઓને સામેલ કરવામાં આવશે.
– અલગ-અલગ ભાગમાં ઉમેદવારોને પરીક્ષામાં ભાષાની સમસ્યા નહી નડે.
– 24 કલાક ચાલનાર એક હેલ્પલાઇન હશે. ઉમેદવાર પોતાની સમસ્યા રજૂ કરી શકશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો