સાવધાન: કોબીજમાં આ જીવલેણ બેક્ટેરિયાં છૂપાયેલાં હોય છે

કેટલાય લોકો સલાડ અથવા ફાસ્ટ ફૂડમાં એવું વિચારીને કાચી કોબીજ ખાતા હોય છે કે તેનાથી હેલ્થ સારી થશે. આ ફાયદાકારક ચોક્કસ છે, પરંતુ તેના નુકસાન પણ છે. એમ્સના કમ્યુનિટી મેડિસિન ડિપાર્ટમેન્ટના ડો. સૂર્યાબાલીકા જણાવે છે કે કોબીજ અને આવા કેટલાય શાકભાજીમાં ટેપવર્મ નામના બેક્ટેરિયાં હોય છે જેને નરી આંખે જોઈ શકાતા નથી.

આ બેક્ટેરિયા નુકસાનકારક છે

ડો. સૂર્યાબાલિકા જણાવે છે કે આ બેક્ટેરિયાં કોબીજના પાનની વચ્ચે છુપાયેલા હોય છે. બેક્ટેરિયાંના ઇંડા અને ભ્રૂણ સખત શેલવાળા હોય છે અને નોર્મલ તાપમાનમાં નથી મરતા. આ મગજમાં પહોંચીને જીવલેણ પણ સાબિત થઈ શકે છે. તેમનું કહેવું છે કે ચાઇનીઝ ફૂડમાં ઉપયોગ થતી કોબીજને વધુ સમય સુધી ગરમ નથી કરી શકાતું એટલે આ ફૂડ્સ વધારે ખતરનાક હોય છે.

આ બેક્ટેરિયાં કોબીજના પાનની વચ્ચે છુપાયેલા હોય છે અને નરી આંખે નથી દેખાતા, શાક બનાવતા પહેલા આટલું કરો..

કોબીજ, પોર્ક મીટ, બ્રોકલી જેવા ફૂડ્સમાં ટીનિયા સોલિયમ અને ટેપવર્મ નામના બેક્ટેરિયાં હોય છે.

આ બેક્ટેરિયાં કોબીજના પાનની વચ્ચે છુપાયેલા હોય છે અને નરી આંખે નથી દેખાતા.

કોબીજ કાચી ખાવા પર, સરખી રીતે ન ધોવા પર, યોગ્ય રીતે ન ઉકાળવા પર આ બેક્ટેરિયા પેટમાં જતા રહે છે.

આ બેક્ટેરિયાં પેટમાં જઈને આંતરડામાં ચોંટી જાય છે અને ત્યાં ઇંડા આપે છે.

આ ઇંડામાંથી નીકળેલા લાર્વા બ્લડ થકી આપણાં શરીરના અન્ય ભાગ તથા બ્રેઇનમાં પણ પહોંચી જાય છે.

બ્રેઇનમાં પહોંચીને ત્યાં પણ ઇંડા આપવા લાગે છે.

શરીરમાં પહોંચીને ટેપવર્મ જેવા બેક્ટેરિયાં આ નુકસાન પહોંચાડે છે

ટેપવર્મ નામના બેક્ટેરિયાં શરીરમાં પહોંચી જાય તો સિસ્ટીસરકોસિસ નામની બીમારી થઈ શકે છે.

તેના લાર્વા બ્રેઇનમાં પહોંચીને મિરગી અને અન્ય ન્યૂરોલોજિકલ પ્રોબ્લેમનું કારણ બની શકે છે.

આ બેક્ટેરિયાં આંતરડામાં ચોંટીને લોહી ચૂસે છે જેનાથી એનિમિયા એટલે કે શરીરમાં લોહીની કમી થઈ શકે છે.

આ બેક્ટેરિયાં લીવર અને કિડનીમાં પહોંચીને સોજો અને ઘા બનાવી શકે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો