દિલ્હીમાં CAAનો વિરોધ કરતા ઉપદ્રવીઓ ભૂલ્યા ભાન, હેડ કૉન્સ્ટેબલની હત્યાથી મચ્યો હાહાકાર

નાગિરકતા સંશોધન કાયદાનાં વિરોધનાં નામ પર દિલ્હીમાં ભારે ઉપદ્રવ મચાવવામાં આવી રહ્યો છે. ઉપદ્રવી બેરહેમી સાથે સામાન્ય લોકોને નુકસાન પહોંચાડી રહ્યા છે. લોકોનાં ઘરો પર પથ્થર ફેંકવામાં આવી રહ્યા છે, આગ લગાવવામાં આવી રહી છે. એટલા સુધી કે પેટ્રોલ પંપને પણ આગ લગાવવામાં આવી છે. વિરોધનાં નામ પર આ લોકો એટલા આક્રોશિત થઈ ગયા કે જીવ લેતા પણ ખચકાયા નહીં. ઉપદ્રવીઓનાં ફાયરિંગમાં હેડ કોન્સ્ટેબલ રતનલાલનું મોત થયું છે. આવામાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે આખરે વિરોધ પ્રદર્શનનાં નામ પર ઉપદ્રવીઓની હિંસાને યોગ્ય કઇ રીતે ઠેરવી શકાય.

PM મોદી અને ગૃહમંત્રી પણ આપી ચુક્યા છે સ્પષ્ટતા

સીએએનો વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે તેઓ ભારતીય છે. તેમનો આરોપ છે કે સીએએ કાયદા દ્વારા તેમની નાગરિકતા છીનવવાની તૈયારી છે, જ્યારે ભારત સરકાર સો વાર કહી ચુકી છે કે સીએએ નાગરિકતા છીનવવા ના દેવાનો કાયદો છે. ઉપદ્રવીઓ વચ્ચે ભ્રમ છે કે દેશભરમાં એનઆરસી લાવવામાં આવશે, જ્યારે ખુદ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી અમિત શાહ સ્પષ્ટ કહી ચુક્યા છે કે અત્યારે એનઆરસીની કોઈ વાત નથી થઈ. આને લઇને કેબિનેટની કોઈ બેઠક નથી થઈ.

વિરોધ વ્યક્ત કરવાનો અધિકાર, કોઈને નુકસાન પહોંચાડવાનો નહીં

આ તમામ વાતોની વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ઉપદ્રવની ભેટ ચડેલા કોન્સ્ટેબલ રતન લાલનાં મોતનો જવાબદાર કોણ છે? આખરે તેઓ તો ભારતનાં નાગરિક હતા. તેઓ તો પોતાની સેવા આપી રહ્યા હતા. આવામાં તથાકથિત રીતે પોતાની નાગરિકતા બચાવવાની લડાઈ લડનારાઓએ કેવી રીતે તેમનો જીવ લઇ લીધો? આપણું સંવિધાન સરકાર દ્વારા બનાવવામાં આવેલા કોઈપણ નિર્ણય પ્રત્યે વિરોધ વ્યક્ત કરવાનો અધિકાર આપે છે, પરંતુ વિરોધનાં નામ પર કોઈને નુકસાન પહોંચાડવાની પરવાનગી નથી.

વિરોધ કરવાનું શીખ્યું, પણ અહિંસાનાં પાઠ ભૂલ્યા

આ દેશને સ્વતંત્રતા અપાવનારા મહાત્મા ગાંધીજી સંપૂર્ણ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન હિંસાને હંમેશા રોકવાનો પ્રયત્ન કરતા રહ્યા. તેઓ કોઈપણ રીતે હિંસાનું સમર્થન નહોતા કરતા. વર્ષ 1922માં જ્યારે તેમના દ્વારા શરૂ કરવામાં આવેલુ અસહયોગનું આંદોલન અંગ્રેજો પર ભારે પડી રહ્યું હતુ ત્યારે ઉત્તર પ્રદેશની ચૌરીચૌરા નામની જગ્યાએ આંદોલનકારીઓએ પોલીસવાળાઓની સાથે હિંસા કરી હતી, ત્યારબાદ ગાંધીએ આંદોલનને અચાનક બંધ કરી દીધું હતુ. તેમનો આ નિર્ણય જણાવે છે કે સ્વતંત્રતા જેવી મોટી સફળતા માટે પણ તેઓ હિંસાત્મક ઘટનાને સહન નહોતા કરી શકતા. ગાંધીથી પ્રેરિત થઇને આપણે વિરોધ કરવાનું તો શીખી લીધું, પરંતુ તેમના અહિંસાનાં પાઠને અપનાવવાનું ભૂલી ગયા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો