ભારતમાં 66% લોકો માટે ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું: સરવે, લોકોની ફરિયાદ છે કે આવક ઘટી અને ખર્ચ વધ્યો

આર્થિક મંદીનો સામનો કરી રહેલા અર્થતંત્ર પર એક સરવેમાં ચોંકવાનારો ખુલાસો થયો છે. સામાન્ય માણસ મોંઘવારી અને મંદીનો બેવડો માર સહન કરીને ઘર ચલાવી રહ્યાં છે. IANS-સી વૉટર દ્વારા કરાયેલા સર્વેમાં માલુમ પડ્યું છે કે, દેશમાં 66% લોકોને માસિક ઘરખર્ચ કરવામાં ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આ લોકોનું કહેવું છે કે, અમારી માસિક આવક ઘટી રહી છે અથવા તો ત્યાંની ત્યાં છે, પરંતુ મોંઘવારી સતત વધી રહી છે. આ કારણસર અમારા માટે ગુજરાન ચલાવવું અઘરું થઈ ગયું છે.

સર્વેક્ષણ કરવા કુલ 4,292 લોકોને પ્રશ્નોત્તરી કરાઈ

બજેટ પહેલા કરાયેલા આ સર્વેક્ષણમાં દેશની હાલની આર્થિક સ્થિતિ અને વાસ્તવિકતા ઉભરીને બહાર આવી છે કારણ કે, પગારમાં વધારો થતો નથી, જ્યારે ખાદ્યપદાર્થો સહિત રોજિંદી જરૂરી ચીજવસ્તુઓની કિંમત છેલ્લાં ઘણાં સમયથી વધી રહી છે. આ સર્વેક્ષણ કરવા કુલ 4,292 લોકોને પ્રશ્નોત્તરી કરાઈ હતી. તેમાંથી 28.7% લોકોએ કહ્યું કે, 2019થી અમારી આવક ઘટી ગઈ છે, જ્યારે ખર્ચ સતત વધી રહ્યો છે. આ ઉપરાંત 44% લોકોએ કબૂલ્યું કે, અમારી આવક ત્યાંની ત્યાં છે, પરંતુ મોંઘવારીના કારણે ઘરખર્ચ વધ્યો છે.

51% લોકોએ કહ્યું- મહિને 20 હજારની જરૂર

આ સર્વે પ્રમાણે 51.5% લોકોએ કહ્યું કે, ચાર લોકોના એક પરિવારે સામાન્ય જીવન જીવવા માટે દર મહિને રૂ. 20 હજારની જરૂર પડે. આ ઉપરાંત 23.6% લોકોએ કહ્યું કે, ચાર વ્યક્તિના એક પરિવારનું ગુજરાન ચલાવવા દર મહિને રૂ. 20થી 30 હજારની માસિક આવક જરૂરી છે. 75.8% ભારતીયોએ માન્યું કે, હાલ દેશનો આર્થિક માહોલ નકારાત્મક છે, જ્યારે 2013માં 72%એ માન્યું હતું કે, દેશમાં વિકાસનો માહોલ નકારાત્મક કે નિરાશાજનક છે. 28.7% લોકોએ કહ્યું કે, 2019માં અમારી માસિક આવક ઘટી ગઈ, જ્યારે જીવનજરૂરી ચીજો મોંઘી થવાથી માસિક ખર્ચ વધી ગયો. 44% લોકોએ કહ્યું કે, અમારી માસિક આવક ત્યાંની ત્યાં છે, પરંતુ માસિક ખર્ચ સતત વધ્યો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો