સુરતમાં કાપડના વેપારીઓએ ઠગાઈ કરતાં વેપારીને અર્ધનગ્ન કરીને ‘ચોર’ લખેલું બોર્ડ હાથમાં પકડાવી માર્કેટમાં ફેરવ્યો

સુરતના (Surat) રિંગરોડ (Ring Road) પર આવેલા કાપડ બજારમાં (Textile Markert) એક વેપારીને અર્ધનગ્ન (Striped Businessman) હાલતમાં હાથમાં પહેરવાના વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ (Viral Video) થતાં ચકચાર મચી જવા પામી હતી જોકે આ વેપારીના લાંબા સમયથી સુરતના વેપારીઓને માલ ખરીદીને રૂપિયા આપવાના બાકી હતા જેને લઈને વેપારી સુરત આવતા સુરતના વેપારીઓએ આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાની વિગતો સામે આવી રહી છે જોકે વીડિયો વાયરલ થતાં ની સાથે જ વેપારીઓ સામે લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સુરતના રિંગરોડ પર આવેલા કાપડ બજારમાં તો આખા દેશના વેપારીઓ ખરીદી કરવા આવે છે પણ છેલ્લા ૧૮ મહિનાથી જે પ્રકારે કોરોનાની મહામારી ને લઈને માલ ખરીદીને વેપારીઓ પણ રૂપિયા ચૂકવી શકે તેવી હાલતમાં નથી ત્યારે તામિલનાડુનો એક વેપારી ગઈકાલે સુરતના કાપડ બજારમાં ખરીદી કરવા માટે આવ્યો હતો.

જોકે આ વેપારીના લાંબા સમયથી સુરતના વેપારીને આપવાના રૂપિયા બાકી હતા. જોકે, આ વેપારી હાથમાં આવી જતાં સુરતના વેપારીઓએ તમામ હદો વટાવી હતી અને આ વેપારીને અર્ધ નગ્ન કરી કમરથી નીચેના ભાગે સાડી પહેરાવી અર્ધનગ્ન હાલતમાં હાથમાં ચોરના પોસ્ટર સાથે સુરતની બજારમાં ફેરવ્યો હતો.

આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાંની સાથે જ સુરતના કાપડ બજારના વેપારીઓ સામે રોષ ભભૂકી ઉઠયો હતો કારણ કે આ પ્રકારના કૃત્યોને લઈને લોકોએ રોષની લાગણી વ્યક્ત કરી હતી કોઇપણ વેપારી પાસેથી પૈસા લેવાના નીકળતા હોય તો આ મામલે પોલીસ ફરિયાદ કરે આ પ્રકારનું કૃત્ય કરી કોઈ વેપારીને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવે તે યોગ્ય નથી.

પોલીસે તપાસ શરૂ કરી
પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે. માનવતાને નેવે મૂકી આ પ્રકારની ઘટના ખૂબ જ દુઃખદ છે. ભોગ બનનાર લોકો પોલીસનો સહારો લઇ શકતા હતા, પરંતુ આવી રીતે માનવતાને લજવવી ખૂબ જ નિંદનીય બાબત કહી શકાય છે. ત્યારે આ વીડિયો વાઇરલ થયા બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ તપાસ શરૂ કરી છે.

આવી ઘટના ખૂબ જ નિંદનીય: ફોસ્ટા
આ અંગે ફોસ્ટાના પ્રવક્તા રંગનાથ શારદાએ જણાવ્યું હતું કે આ વીડિયો અમારા ધ્યાનમાં આવ્યો છે. ભોગ બનનાર વેપારી તામિલનાડુનો હોવાની ચર્ચા છે. આ ઘટના ખૂબ જ નિંદનીય છે. આવું કૃત્ય ન કરવું જોઈએ, પરંતુ ઘણીવાર બહારગામના વેપારીઓ કાપડનો માલ ખરીદી તેનાં નાણાં ચૂકવતાં નથી અને વેપારીઓને લોહીના આંસુઓએ રડાવે છે, પરંતુ સુરતમાં જે આજે ઘટના બની છે એ બનવી જોઈએ નહીં. અમારી ફોસ્ટા સંસ્થા ઈકોનોમિક સેલ રિંગરોડ ખાતે ખોલવાની માગ ઘણા સમયથી કરી રહ્યા છે. જેથી સુરતના વેપારીઓ જો ઠગાઈનો ભોગ બને તો ત્યાં ફરિયાદ કરી શકે, પરંતુ ઘણીવાર વેપારીઓ ઠગાઈનો ભોગ બને છે અને રોષમાં આવી આ પ્રકારનું કૃત્ય કરે છે, પરંતુ આવી ઘટના ખૂબ જ નિંદનીય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો