‘મેરી ઈતની બેઈજ્જતી કભી નહીં હુઈ’, સુરતમાં જામીન પર છૂટ્યા બાદ કરિયાણાના વેપારીને લાગી આવતા આપઘાત કરી લીધો

કોરોના વાઇરસને લઇને લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે સોશિયલ ડિસ્ટન્સ નહીં રાખતા લોકો સામે પોલીસ કાર્યવાહી કરતી હોય છે, તેવામાં સચિન વિસ્તારમાં એક અનાજ કરિયાણાના દુકાનદારને પોલીસે ઝડપી પાડી, તેના ઘર નજીક ઉઠક બેઠક કરાવી હતી અને 4 હજાર રૂપિયા લઇને જામીન ઉપર છોડ્યો હતો. જોકે આ વાતનું માઠું લાગી આવતા જામીન પર છૂટ્યાના બે દિવસ બાદ ગળે ફાંસો ખાઈ વેપારીએ જીવન ટૂંકાવી દેતા ચકચાર મચી જવા પામી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કોરોના વાઇરસનું સંક્રમણ વધારે ફેલાય નહીં તે માટે લોકડાઉન આપવામાં આવ્યું છે, હાલમાં ત્રીજા તબક્કાનું લોડાઉન ચાલી રહ્યું છે, ત્યારે જીવન જરૂરિયાતની વસ્તુ માટે તંત્ર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે, પણ સાથે સોશિયલ ડિસ્ટન્સ જળવાની સૂચના પણ આપવામાં આવી છે. અને જો કોઈ સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવતા દુકાનદારો સામે પોલીસ કાર્યવાહી કરતી હોય છે.

ત્યારે સુરતના મૂળ ઉત્તરપ્રદેશના બાંદાના વતની અને હાલમાં સચિન જીઆઈડીસીમાં આવેલા ગૌતમ નગરમાં રહેતા વિષ્ણુદત રમાશંકર શાહુ અનાજ કરિયાણાની દુકાન ચલાવી પરિવારનું ભરણપોષણ કરતો હતો. લોક ડાઉનલ દરમિયાન ગત તારીખ 10મીએ મોડી સાંજ સુધી દુકાન ચાલુ રાખી હતી અને દુકાન પર ગ્રાહકો હતા પણ ત્યાં સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આવ્યું ન હતું, આવા સંજોગોના સચીન જીઆઇડીસી પોલીસે તેમની જાહેરનામાનો ભંગ કર્યા બદલ તેમની દુકાન બંધ કરાવી તેમના વિરુદ્ધ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા હતા. બાદમાં પોલીસે કાર્યવાહી કરીને થોડા સમયમાં છોડી મૂકયો હતો

પોલીસ સ્ટેશનથી 4 હજાર દંડની રકમ ભરીને આવ્યા બાદ રૂમમાં જ રહેતો હતો. તેને બેઈજ્જતી થયાનું સતત લાગતું અને આ જ તણાવમાં રહેતા આ યુવાને પોલીસે જમીન પર છોડી મુક્યાના બે દિવસ બાદ પરિવારને કહ્યું, મેરી ઇતની બેઇજ્જતી કભી નહી હુઈ, કહી ફરી રૂમમાં ચાલી ગયો હતો. ત્યારબાદ રાત્રે પેન્ટના બદલે કમરમાં રૂમાલ લપેટી ઘરમાંથી બહાર ચાલી ગયા બાદ પરત નહીં આવતા પત્ની સવિતા દેવીએ ભાઈ સંતોષને બોલાવ્યો હતો. સવાર પડતા ઘર પાસેની એક બંધ ખોલીમાં પંખા સાથે દોરી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં તેની લાસ મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. જોકે ઘટનાની જાણકારી મળતા પોલીસ બનાવ વાળી જગ્યા પર પહોંચી આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

જો પરિવારની વાત માનીએ તો, પોલીસે યુવાનની સોસાયટીમાં જ જાહેરમાં ઉઠક બેઠક કરાવી હતી, તેને લઈને ઇજ્જત જતા યુવાન આઘાતમાં સરી પડ્યો હતો, અને પોલીસે જામીન માટે 4 હજાર રૂપિયા લીધા હતા, તે વાતને લઇને પણ યુવકના પરિવાર દ્વારા પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યા હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો