કોરોનાથી મુક્ત થયા બાદ સુરતના આ વ્યાપારી આખી દુનિયા માટે મિશાલ બન્યા, કોરોનાનો જંગ જીતવા આપ્યું મોટું દાન

સુરતમાં રહેતા 63 વર્ષના કાદર શેખ એક મહિના પહેલા કોરોનાથી સંક્રમિત થયા હતા. તેમણે ખાનગી હોસ્પિટલમાં લાખો રૂપિયા આપી સારવાર કરાવી હતી. તેના પછી રિયલ એસ્ટેટના ઉદ્યોગપતિએ તેવા લોકો વિશે વાચાર્યુ જે તેનો ખર્ચ ઉઠાવી શક્તા નથી.

હોસ્પિટલથી રજા મળ્યા બાદ શેખે શેરયામ કોમ્પલેક્ષમાં સ્થિત પોતાના 30 હજાર સ્કવેર ફૂટમાં બનેલ ઓફિસ સ્પેસને 85 બેડવાળા કોવિડ-19 કેન્દ્રમાં તબદીલ કરવાનું કામ શરૂ કર્યું. જેમા ગરીબોને ઓક્સિજન સુવિધા મફતમાં મળશે. શેખે સુરતના અદજાન વિસ્તારમાં 15 આઇસીયૂ બેડ સાથે મેડિકલ સ્ટાફ અને ઉપકરણની આપૂર્તિ માટે સુરત કોર્પોરેશને એક કરાર પર હસ્તાક્ષર કર્યા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સુરત મ્યુનિસિપલ કમિશનર બીએન પાણી અને એમએસસીના ડેપ્યૂટી હેલ્થ કમિશનરે પરિસરની મુલાકાત લીધી અને પ્રસ્તાવને મંજૂરી આપી. મંગળવારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થયા પછી એસએમસી સ્વાસ્થ્ય વિભાગના અધિકારીએ શેખની પૌત્રીના નામે બનેલ હિબા હોસ્પિટલની મુલાકાત લીધી અને વ્યવસ્થાઓનું નિરિક્ષણ કર્યું. ડોક્ટર નાયકે કહ્યું,’અમે પરિસરને જોયુ છે અને તેને યોગ્ય માન્યુ છે. આગામી કેટલાક દિવસોમાં હોસ્પિટલ ન્યૂ સિવિલ હોસ્પિટલ અને એસએમઆઇએમઇઆર હોસ્પિટલથી સંગર્ભિત રોગિયો સાથે કામ કરવાનું શરૂ કરી દેશે.’

મીડિયા રિપોર્ટ અનુસાર શેખે કહ્યું,’આ હોસ્પિટલ જાતિ, પંથ અને ધર્મના ભેદભાવથી દૂર છે. હું મારા મોં માં ચાદીની ચમચી લઇને પેદા નહતો થયો. મને પણ શરૂઆતના સમયમાં નાણાકીય સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો અને મેં ખુબ જ મહેનત કરી. હવે આર્થિક રીતે સદ્ધર છું. માટે મેં આ વૈશ્વિક મહામારી દરમિયાન જરૂરતમંદ લોકોની મદદ કરવાનો નિર્ણય લીધો છે. મારા ત્રણ પુત્રો અને મેં હંમેશા ગરીબ લોકોની મદદ કરી છે. હવે મને લાગ્યું કે મારે કંઇ કરવું જોઇએ. માટે હોસ્પિટલ બનાવ્યું.’

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો