વધારાનું વજન ઓછું કરવા માટે ઘરમાં જ બનાવેલું આ દેશી ચૂર્ણ ખાઓ રોજ સવાર-સાંજ

રેગ્યુલર ફેટ બર્નિંગ એક્સરસાઈઝની સાથે કેટલાક આયુર્વેદિક ફોર્મ્યૂલા ઉપયોગ કરવામાં આવે તો બોડીમાં જમા ચરબીને ઝડપથી દૂર કરી શકાય છે. જેથી આજે અમે તમને ચરબી દૂર કરવા એક એવા આયુર્વેદિક ચૂર્ણ વિશે જણાવીશું, જેને ઘરે જ બનાવીને રોજ ખાવાથી ફટાફટ ફાયદો થાય છે. તો તમે પણ જાણી લો.

જરૂરી સામગ્રી

હળદર 100 ગ્રામ, તજ 100 ગ્રામ, મેથીદાણા 200 ગ્રામ, કાળી જીરી 100 ગ્રામ, સૂંઠ 50 ગ્રામ, કલોંજી 100 ગ્રામ, કાળા મરી 200 ગ્રામ

કઈ રીતે બનાવશો?

આ બધી વસ્તુઓને મિક્સચરમાં પીસીને પાઉડર બનાવી લો. આ પાઉડરને એક સાફ કાંચની શીશીમાં ભરીને મૂકી દો.

કઈ રીતે લેશો?

1 ગ્લાસ નવશેકા પાણીમાં 1 ચમચી એપ્પલ સાઈડર વિનેગર મિક્સ કરો. તેની સાથે એક ચમચી આ પાઉડર સવાર-સાંજ જમ્યા પહેલાં લો.

ઘરમાં જ આ 1 દેશી ચૂર્ણ બનાવી સવાર-સાંજ ખાઓ, વધારાનું વજન ઓછું થવા લાગશે

આ પાઉડરના ફાયદાઓ શું છે?

વજન ઉતારે છે

આ પાઉડર રેગ્યુલર લેવાથી બોડીમાં જમા થયેલી વધારાની ચરબી ધીરે-ધીરે ઓગળીને નીકળવા લાગે છે અને વજન ઉતરે છે.

ડાયાબિટીસ સામે રક્ષણ

આ ઉપાયથી બોડીમાં બ્લડ શુગર લેવલ બેલેન્સમાં રહે છે અને વધેલી શુગરને નોર્મલ કરી ડાયાબિટીસથી બચાવે છે.

સ્કિન બનશે ગ્લોઈંગ

આનાથી બોડીના ટોક્સિન્સ નીકળી જાય છે. સ્કિન સારી થાય છે અને સામાન્ય બીમારીઓ સામે રક્ષણ મળે છે.

એન્ટીએજિંગ

આમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ તત્વ એજિંગની પ્રોસેસને સ્લો કરે છે. જેથી લાંબા સમય સુધી યંગ રહી શકાય છે.

હેલ્ધી લીવર અને કિડની

આનાથી કિડની અને લીવરને ખરાબ કરનાર ટોક્સિન્સ નીકળી જાય છે અને બોડીના બધાં ઓર્ગન્સ હેલ્ધી રહે છે.

સારું ડાઈજેશન

આ ઉપાયથી ડાઈજેશન એકદમ સારું રહે છે. ગેસ, કબજિયાત, એસિડિટી, ખાટાં ઓડકારની પ્રોબ્લેમ દૂર થઈ જાય છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો