યુવતીને ખભા ઉપર બેસાડી યુવતીનો બૂલેટ ઉપર ખતરનાક સ્ટંટનો વિડિયો વાયરલ, પોલીસે ફટકાર્યો રૂ. 28,000નો દંડ

ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) ચાલુ સ્કોર્પિયો જીપની (scorpio jeep stunt) છત ઉપર ચડીને યુવકે સ્ટંટ કર્યા હતા. ત્યારબાદ ત્રણ યુવતીઓએ પણ બૂલેટ (three girl on bullet stunt) ઉપર ખતરનાક સ્ટંટ કર્યાનો વીડિયો વાયરલ (viral video) થતાં પોલીસે યુવતીઓને 11 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ગાઝિયાબાદમાંથી (Ghaziabad) વધુ બે યુવતીઓનો બૂલેટ ઉપર ખતરનાક સ્ટંટનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં બૂલેટ ઉપર બે યુવતીઓ સવાર છે અને એક યુવતી બીજી યુવતીના ખભા ઉપર બેશી છે. બીજી યુવતી બૂલેટ ચલાવીને સ્ટંટ કરે છે. આ વીડિયો સોશિયલ મીડિયા (social media) ઉપર વાયરલ થયો હતો. જોકે, પોલીસના ધ્યાનમાં આવતા પોલીસે 28,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

મળતી માહિતી પ્રમાણે ગાઝિયાબાદ પોલીસે બાઇક પર સ્ટંટ મારવા બદલ બે યુવતીઓને દંડ ફટકાર્યો છે. નદુરસ્તામાં બાઇક સવારી કરી રહેલી યુવતીઓએ આ દ્રશ્ય તેમની સોશિયલ મીડિયા નેટવર્કિંગ સાઈટ પર મુક્યો હતો. ત્યાર બાદ આ વીડિયો વાયરલ થયો છે. પોલીસે વીડિયો સામે સુમોટો કોગ્નિઝન્સ તરીકે કેસ દાખલ કર્યો છે. અને ટ્રાફિક ઉલ્લંઘનના આરોપમાં રૂ. 28,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.

શિવાંગી ડબાસ તેના ખભા પર બેઠી હતી જ્યારે રેસલર સ્નેહા રઘુવંશી બાઇક પર સવાર હતી. આ વીડિયો શનિવારે ફિલ્માવવામાં આવ્યો હતો અને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો. સ્નેહા રઘુવંશીની માતા મંજુને સ્ટંટ મારવા બદલ 11,000 દંડ ફટકાર્યો હતો.

વીડિયોમાં બે યુવતીઓ 20 વર્ષથી ઓછી વયની હતી અને તાજેતરમાં તેમનું ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવ્યું હતું. શિવાંગી કેસ વિશે વાત કરતાં અમે શનિવારે મધુબન બાપુધામ પાસે એક વીડિયો શૂટ કર્યો હતો. તેને ઇન્સ્ટાગ્રામ પર મુકતા વાયરલ થયો હતો. બંનેને ટ્રાફિકના ભંગના વિવિધ કેસોનો દંડ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગાઝિયાબાદ જિલ્લામાં બુલેટ રાણીનો અન્ય એક ખતરનાક સ્ટંટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે (Video Viral). છોકરીઓ આ સ્ટંટ કરી રહી છે. બાઇક પર ગાજીબાયદનો નંબર નોંધાયેલ છે. આ વીડિયો વાયરલ થયા પછી પોલીસે તેના પર કાર્યવાહી હાથ ધરી છે. 11 હજાર રૂપિયાનું ચાલન કાપવામાં આવ્યું છે.

આ સિવાય બીજો એક વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં ત્રણ યુવતીઓ બુલેટ પર સ્ટંટ કરતી જોવા મળી રહી છે. આ અંગે પોલીસ કાર્યવાહી કરવાની પણ તૈયારી કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો