સાડા ત્રણ લાખ રૂપિયાની ભેંસ..! દરરોજ આપે છે 32 લીટર દૂધ

સામાન્ય રીતે એવી માન્યતા છે કે ભણીગણીને સારી નોકરી વડે જ કમાણી કરી શકાય છે. પરંતુ પશુપાલનના વ્યવસાય વડે અભણ ખેડૂત નોકરિયાતો કરતા પણ વધુ કમાણી શકે છે. બનાસકાંઠાના ભાભરના ઉજ્જનવાડા ગામે રહેતા દંપતિ તેમના તબેલામાં સારી ઓલાદની બન્નીની ભેંસો અને કાંકરેજની ગાયોનો ઉછેર કરે છે.

ભેંસ ત્રણ વખત રાજ્ય સ્તરના ઈનામ જીતી ચુકી છે

રતનબેન અને ભગવાનભાઇના તબેલામાં રોજનું 32 લિટર દૂધ આપતી બન્નની ભેંસને વિસનગરના વેપારીએ સાડા ત્રણ લાખમાં ખરીદતા ભાભર પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. આ ભેંસના પાડાને પણ બનાસ ડેરી દ્વારા સારી ઔલાદની ભેંસો તૈયાર કરવા માટે ખરીદવામાં આવ્યો છે. તેમના તબેલામાં ગાય-ભેંસને ચારા અને પાણી માટે પણ આધુનિક કહી શકાય તેવી સુવિધા ઉભી કરાઇ છે. આ દંપતિ પશુપાલનના વ્યવસાય વડે વર્ષે 9 થી 10 લાખની કમાણી કરે છે. જેમાં ચોખ્ખો નફો 5 થી 6 લાખનો હોય છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો