અમદાવાદમાં રિક્ષામાં મુસાફર બેસાડી લૂંટ કરતી બબલુ ગેંગ ઝડપાઈ, મુખ્ય સાગરીત સહિત ત્રણ આરોપીઓની ગ્રામ્ય એલસીબીએ ધરપકડ કરી

રાત્રીના સમયે એકલ દોકલ મુસાફરને રિક્ષામાં બેસાડી મુસાફરનો કિંમતી સામાન, રોકડ કે મોબાઈલની લૂંટ કરીને રીંગ રોડ પર તરખાટ મચાવતી ગેંગના મુખ્ય સાગરીત સહિત ત્રણ આરોપીઓની અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ધરપકડ કરી છે.

21મી ડિસેમ્બરે સીજી રોડ પર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની કંપનીમાં નોકરી કરતા કૌશલ આચાર્ય અસલાલી સર્કલથી રિક્ષામાં બેઠા હતાં. આ રિક્ષામાં પાછળની સીટમાં અગાઉથી જ બે મુસાફરો બેઠેલા હતા. આ ત્રણેય આરોપીઓએ ફરિયાદીને કમોડ સર્કલ પાસે અવાવરું જગ્યામાં લઇ ગયા હતા અને ત્યાં તેઓને ડરાવી ધમકાવીને તેમની પાસે મોબાઇલ અને હેન્ડ્સ ફ્રી ની લૂંટ ચલાવીને ત્રણેય ઇસમો ફરાર થઇ ગયા હતા. ફરિયાદીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી હતી અને આ ગેંગ બબલુ ગેંગ હોવાની બાતમી મળતા જ પોલીસે ત્રણે આરોપીઓને ઝડપી લીધા છે.

પોલીસે વટવાના રિઝવાન સૈયદ, દાણીલીમડાના અમાન ઉલ્લા અન્સારી અને ફરીદ મણિયારની ધરપકડ કરી છે અને આરોપીઓ પાસેથી તમામ મુદ્દામાલ પણ કબજે કર્યો છે. આરોપીઓ લૂંટ કરેલ રૂપિયા મોજશોખમાં વાપરતા હતા. આરોપીઓ મોટાભાગે લૂંટ કરવા માટે એસપી રિંગ રોડ અને હાઇવે પર એકલ-દોકલ મુસાફરોને ટાર્ગેટ બનાવતા હતા.

આ ગેંગના સભ્યો ગુનો આચરતી વખતે ભોગ બનનાર વ્યક્તિને બબલુ નામથી સંબોધન કરતા હોવાથી તે બબલુ ગેંગ તરીકે ઓળખાય છે. હાલમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ પુછપરછ શરૂ કરી છે. તપાસ દરમિયાન કેટલાક ગુનાના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો