પત્થરબાજો અને આતંકીઓની હવે ખેર નથી, સીધાદોર કરવા 14 વર્ષ બાદ શ્રીનગરમાં BSF તૈનાત

પુલવામા હુમલા બાદ કેન્દ્ર સરકારે શ્રીનગરમાં 14 વર્ષ બાદ બીએસએફને તૈનાત કરવામાં આવી. સેનાના અધિકારીઓના જણાવ્યા મુજબ ઘાટીમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ કાયદો અને વ્યવસ્થાની સ્થિતને જાળવી રાખવાનો છે. આ ઉપરાંત જમ્મુ કાશ્મીરમાં 24થી વધારે ભાગલાવાદી નેતાઓની અટકાયત કરવામા આવી છે. જ્યારે જમ્મુ શ્રીનગર હાઈવે બંધ હોવાના કારણે લોકોને જરૂરી ચીઝ વસ્તુ એકત્ર કરી લેવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.

સુપ્રીમ કોર્ટમાં સંવિધાનના અનુચ્છેદ 35A પર સોમવારના રોજ સુનાવણી થવાની છે, ત્યારે જમ્મુ-કાશ્મીરમાં કર્ફ્યૂ જેવી સ્થિતિ સર્જાય છે. જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી નેતાઓએ રવિવારે બંધની જાહેરાત કરી હતી અને આજે આખું કાશ્મીર બંધ છે, ત્યારે ઘાટીમાં તણાવ અને બંધ દરમિયાન કોઇપણ પ્રકારની ઘટના ન બને તે માટે મોટી સંખ્યામાં જવાનોની તૈનાતી કરવામાં આવી છે. સમગ્ર શ્રીનગરમાં ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે અને કેટલાય વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. પરંતુ હોમ મિનિસ્ટ્રીએ વધારે સુરક્ષા બળોની તૈનાતીને ચૂંટણી પૂર્વેની તૈયારીના ભાગરૂપે એક અભ્યાસ જણાવ્યો હતો.

35A અંતર્ગત જમ્મુ-કાશ્મીરના નિવાસીઓને વિશેષ અધિકારી મળેલો છે અને અલગાવવાદી નેતાઓ નથી ઇચ્છતા કે આ ધારા હટાવવામાં આવે. આ જ કારણ છે કે, રવિવારે ઘાટીમાં બંધની જાહેરાત કરવામાં આવી હતી. ઘાટીમાં સુરક્ષા વ્યવસ્થા કડક હોવા છતા તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યાંના અમુક લોકો અલગાવવાદી નેતાઓની ધરપકડનો વિરોધ કરી રહ્યા છે.

અલગાવવાદીઓના સંગઠન જોઇન્ટ રેજિસ્ટેન્સ લીડરશીપ(JRL)એ રવિવારના રોજ ઘાટીમાં બંધની જાહેરાત કરી હતી. JRLએ આ અંગે કહ્યું હતું કે, મનમાનીથી કરવામાં આવેલી ધરપકડ, રાત્રે રેઇડ, રાજ્યમાં દમ, હત્યા અને સેન્સરશિપને કારણે લોકો વચ્ચે અસુરક્ષા અને 35A સાથે કોઇપણ પ્રકારની છેડછાડના વિરોધમાં 24 ફેબ્રુઆરીના રોજ હડતાળ પાડવામાં આવશે.

પુલવામા હુમલા બાદ શ્રીનગરમાં 14 વર્ષ બાદ સરકારે BSFને તૈનાત કર્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા તૈનાત કરવામાં આવેલા અર્ધસૈનિક બળોની 100 કંપનીઓમાં 45 કંપની CRPFની છે, જ્યારે BSFથી 35 અને SSB તથા ITBPની 10-10 કંપનીઓ છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો