શહેરમાં હરતુ-ફરતુ મોત, જો બીઆરટીએસનો ડ્રાઇવર ટ્રાફિક સિગ્નલનો ભંગ કરે તો કોન્ટ્રાક્ટરને દંડ કે પેનલ્ટી કરાતી નથી. સામાન્ય માણસની જિંદગીની કિંમત માત્ર એક લાખ

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના અમલદારોની કોન્ટ્રાક્ટરોને છાવરવાની નીતિના કારણે બીઆરટીએસની બસો બેફામ બની છે. અમદાવાદ મ્યુનિ.એ બીઆરટીએસની બસ સામાન્ય અકસ્માત કરે તો 10 હજાર, ગંભીર અકસ્માત કરે તો 50 હજાર અને અકસ્માતમાં કોઇનું મોત નિપજાવે તો કોન્ટ્રાક્ટર ઓપરેટરને 1 લાખ દંડ કરવાનું નક્કી કર્યું છે.

ગત જાન્યુઆરી 2019માં નારણપુરા પલ્લવ ચાર રસ્તા અને બોપલ ઉમિયા મંદિર પાસે બીઆરટીએસ અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજ્યાં હતા તે વખતે કોન્ટ્રાક્ટરને 5-5 લાખની પેનલ્ટી કરવામાં આવી હતી પણ નિયમોમાં ફેરફાર કરાયો નથી. બીઆરટીએસની બસ અકસ્માત કરે અને નાગરિકનું મોત થાય તેવા કિસ્સામાં આકરો દંડ રખાય તો કોન્ટ્રાક્ટર ડ્રાઇવરોને તાલિમ આપવા સહિતના પગલાં લે તેમ છે.

અમદાવાદ મ્યુનિ.ના સુત્રો જણાવે છે કે, બીઆરટીએસ બસ અકસ્માતમાં એકાદ વ્યક્તિનું મોત નિપજે તેવા સંજોગોમાં જો મોટો હોબાળો ન થાય તો કોન્ટ્રાક્ટરને એક લાખનો દંડ કરી છોડી દેવાય છે પણ જો મોટો અકસ્માત થઇ જાય અને એકથી વધુ મોત નિપજે તેવા સંજોગોમાં 5 લાખ કે દસ લાખ દંડ કરવામાં આવે છે પણ નિયમમાં ફેરફાર કરાયો નથી. જો પેનલ્ટીની રકમ દરેક અકસ્માતમાં ઊંચી કરી દેવામાં આવે તો અકસ્માતોની સંખ્યા ઘટાડી શકાય તેમ છે.

બીજી તરફ જો બીઆરટીએસનો ડ્રાઇવર ટ્રાફિક સિગ્નલનો ભંગ કરે તો કોન્ટ્રાક્ટરને દંડ કે પેનલ્ટી કરાતી નથી. જો ઇ-મેમો આવે તેવા સંજોગોમાં પણ કોન્ટ્રાક્ટરને પેનલ્ટી કરાતી નથી તેથી અકસ્માતો વધી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો