રાજકોટમાં BRTSના બેફામ અને બેદરકાર ડ્રાઇવરો ટ્રાફિકની કે વાહનચાલકોની ઐસી તૈસી કરીને ચાલુ બસે બિન્દાસ ફોન પર વાતો કરે છે, વીડિયો થયો વાઇરલ, પ્રજામાં ભારે રોષ

અમદાવાદ બીઆરટીએસની બેદરકારીથી બે ભાઈઓના મોતને હજુ 24 કલાક થયા છે ત્યારે રાજકોટમાં બીઆરટીએસનો ડ્રાઇવર ચાલુ બસે ફોનમાં વાત કરતો વીડિયો વાઇરલ થયો છે. જેના પગલે શહેરજનોમાં આવા બસ ડ્રાઇવરના પ્રત્યે રોષની લાગણી ફેલાઇ છે. એક બાજુ તંત્ર દ્વારા ડ્રાઇવરે સલામતી અને શિસ્તના પાઠ ભણાવવાની વાતો કરવામાં આવે છે ત્યારે બીજી તરફ બેફામ અને બેદરકાર ડ્રાઇવરો ટ્રાફિકની કે વાહનચાલકોની ઐસી તૈસી કરીને ચાલુ બસે બિન્દાસ ફોન પર વાત કરે છે. આવો જ એક ફોન પર વાત કરતો ડ્રાઇવરનો વીડિયો એક જાગૃત નાગરિકે વાઇરલ કર્યો છે.

રાજકોટ મહાનગરપાલિક હરકતમાં

અમદાવાદમાં BRTS અકસ્માતના બનાવને પગલે રાજકોટ મહાનગરપાલિક હરકતમાં આવી ગયું છે. સ્ટેન્ડિંગ ચેરમેને જણાવ્યું કે, આડેધડ બસ ચલાવનાર ચાલકો સામે પગલાં લેવામાં આવશે. માટે ચેરમેને તાત્કાલિક બેઠક બોલાવવા મનપા કમિશનરને સૂચન કર્યું છે. જેથી આજે સાંજે મહાનગરપાલિકા ખાતે સીટી બસ અને બીઆરટીએસ બસને લઈને મહત્વની બેઠક મળશે. રાજકોટમાં અકસ્માતના બનાવ ન બને તે માટે સ્ટાફને જરૂરી તાલીમ આપવામાં આવશે.

VIDEO : બેફામ અને બેદરકાર ડ્રાઇવરો ટ્રાફિકની કે વાહનચાલકોની ઐસી તૈસી કરીને ચાલુ બસે બિન્દાસ ફોન પર વાત કરે છે
#Gujarat #BRTS #MobilePhone #BusDriver #Rajkot

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો