સુરતમાં મજૂરીકામ કરીને પેટીયું રળતા 20 વર્ષના યુવકને BRTS બસે અડફેટે લેતા કમકમાટીભર્યું મોત, પરિવારે એકમાત્ર સહારો ગુમાવ્યો

રાજ્યમાં દરરોજ હજારો અકસ્માતોની ઘટના સામે આવતી હોય છે. જ્યારથી ગુજરાતમાં બીઆરટીએસ બસ સેવામાં આવી ત્યારથી સમયાંતરે અકસ્માતો થતા રહે છે. આજે પણ સુરતમાં એક મજૂરી કરીને પરિવારનું પેટ ભરતા 20 વર્ષના યુવકને બીઆરટીએસ બસે અડફેટે લીધો હતો. જેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે લોકોમાં રોષ ફાટી નીકળતા બસ પર પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારાની ઘટના બનતા સ્થિતિ વધુ વણસે નહીં તે અગાઉ પોલીસ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.

આ ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરતમાં સરદાર માર્કેટ પાસે એક 20 વર્ષીય યુવાન બીઆરટીએસ કોરિડોર ક્રોસ કરી રહ્યો હતો. તે દરમિયાન પૂરપાટ ઝડપે દોડતી સિટી બસ ડ્રાઈવરે યુવાનને અડફેટે લીધો હતો. જેમાં યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માતના પગલે બસ પર પથ્થરમારો થતા સિટી બસમાં સવાર મુસાફરો તથા બસચાલકે પોતાનો જીવ બચાવી ભાગી છૂટ્યા હતા.

આ ઘટનાને પગલે મજૂરીકામ કરીને પોતાનું અને પોતાના પરિવારનું પેટ ભરતા 20 વર્ષીય યુવકનું મોત થતા પરિવારના માથે દુ:ખના ડુગરો તૂટી પડ્યા હતા. પરિવારે પોતાનો લાડકવાયો પુત્ર અને સહારો ગુમાવતા હવે પરિવારનું ગુજરાનની જવાબદારી કોણ લેશે જેવા અનેક પ્રશ્નો મૂંઝવી રહ્યા છે.

સ્થાનિક લોકોની મદદથી ઘટનાની જાણ પુણા પોલીસને કરવામાં આવી હતી. જેથી પુણા પોલીસનો કાફલો અને ઉચ્ચ અધિકારીની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી, અને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. ત્યારબાદઆ ઘટનામાં ભોગ બનેલા વ્યક્તિના મૃતદેહને પુણા પોલીસે સ્મીમેર હોસ્પિટલે પીએમ માટે મોકલી આપ્યો હતો. બીજી તરફ, પોલીસે બસ ચાલક અને બસમાં તોડફોડ કરનાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવાની કામગીરી શરૂ કરી હતી.

આ ઘટનામાં જ્યારે પોલીસે હાજર લોકોનું નિવેદન નોંધ્યું તો જાણવા મળ્યું હતું કે, સહારા દરવાજા પાસેના સરદાર માર્કેટ પાસે GJ-05-BZ-4201 નંબરની બીઆરટીએસ બસ પૂરઝડપે આવી રહી હતી. જેણે પરવેઝ રઝાક રાઈન નામના યુવકને અડફેટે લીધો હતો. મૃતક 20 વર્ષનો યુવક બારડોલીનો રહેવાસી છે. તે છૂટક મજૂરીકામ કરીને પરિવારને મદદ કરતો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો