રાજકોટના ભાઈ-બહેને એરપોર્ટ પર વરસાદી પાણી ન ભરાય તે માટે તૈયાર કર્યો પ્રોજેક્ટ, CMને રજૂ કરશે

રાજકોટનાં ધો.9 અને ધો.7માં ભણતા ભાઈ-બહેને પાણી બચાવવા માટેના પ્રોજેક્ટની હારમાળા સર્જી દીધી છે. ભારે વરસાદ આવ્યા બાદ રન વે પર પાણી ભરાઈ જાય છે. તેને કારણે ફ્લાઈટ ઊડી શકતી નથી. નીલ અને વ્રિતિકાએ રન વેની નવી ડિઝાઈન તૈયાર કરી છે. જે મુજબ વરસાદ આવ્યા બાદ પણ પાણી રન વે પર ટકી શકશે નહીં. તેમજ રન વે પરનું પાણી બચાવી પણ શકાશે. આ માટે ડિઝાઈન તૈયાર થઇ ચૂકી છે અને આગામી સપ્તાહે તેને મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવશે.

ધો.9માં અભ્યાસ કરતા નીલ અને ધો.7માં અભ્યાસ કરતી તેની બહેન વ્રિતિકા રાજાણી બાળ વૈજ્ઞાનિકો છે. બંનેએ પાણી બચાવવા માટે ઘણા પ્રોજેક્ટ બનાવ્યા છે. વોટર હાર્વેસ્ટિંગ અને વોટર સેવિંગ તે પૈકીનો આ એક છે. આ માટે બંનેને ઘણી સરાહના મળી ચૂકી છે. હવે આ ભાઈ બહેન તેનાથી પણ આગળ ચાલી પ્રદૂષણ અને એરપોર્ટની સમસ્યા પર કામ કરી રહ્યા છે. ભારે વરસાદ આવ્યા બાદ રન વે પર પાણી ભરાઈ જાય છે તેને કારણે ફ્લાઈટ ઊડી શકતી નથી. નીલ અને વ્રિતિકાએ રન વેની નવી ડિઝાઈન તૈયાર કરી છે. જે મુજબ વરસાદ આવ્યા બાદ પણ પાણી રન વે પર ટકી શકશે નહીં. તેમજ રન વે પરનું પાણી બચાવી પણ શકાશે. આ માટે ડિઝાઈન તૈયાર થઇ ચૂકી છે અને આગામી સપ્તાહે તેને મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત હવામાં પ્રદુષણના મુખ્ય કારણ કાર્બન ડાયોક્સાઈડને શોષવા તેમજ યુવી કિરણોની અસર ઉપર બંને ભાઈ-બહેનોએ કામ ચાલુ કરી દીધું છે અને તેના પ્રયોગો કરીને રજૂ કરશે તેમ તેમના પિતા દિપેન રાજાણીએ જણાવ્યું હતું.

6 લાખ લોકોને લેવડાવ્યા છે પાણી બચાવવાના શપથ

વોટર હાર્વેસ્ટિંગ અને વોટર સેવિંગ પ્રોજેક્ટ બાદ નીલ અને વ્રિતિકાએ જળ અભિયાન શરૂ કર્યુ હતું. તેમણે વર્લ્ડ વોટર ડે નિમિત્તે અનેક શાળાઓ અને સંસ્થાઓમાં જઈને 6 લાખ લોકોને પાણી બચાવવાના સંકલ્પ લેવડાવ્યા હતા. તેમના પ્રોજેક્ટથી આકર્ષાઈને ઘણા લોકોએ પોતાના ઘરમાં બંને બાળકોની ડિઝાઈન મુજબ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવી છે.

નીલ વૈજ્ઞાનિક, જ્યારે વ્રિતિકા કુદરત સાથે સમય વિતાવશે

નીલ હજુ તો ધો.9માં જ અભ્યાસ કરે છે પણ તેને સાયન્સ પ્રવાહમાં અભ્યાસ કરીને વૈજ્ઞાનિક બનવું છે જેથી નવા નવા પ્રોજેક્ટ બનાવી જળ બચાવી શકાય. નીલની બહેન વ્રિતિકા કુદરતથી થોડી વધુ નિકટતા ધરાવે છે હજુ તે ધો.7માં છે અને અભ્યાસ કરીને કુદરતી સંપત્તિની જાળવણી તેનો વિકાસ અને તેના સંવર્ધન કરવા સતત કુદરત વચ્ચે રહેવાનું સ્વપ્ન જોઇ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો