સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી: બહેનનું કોરોનાથી નિધન થતાં ભાઈએ 12 લાખના ઘરેણા અને રોકડ પચાવી પાડ્યા

ઉત્તર પ્રદેશના કાનપુરથી સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જ્યાં કોરોનાથી એક મહિલાનું નિધન થયું અને આરોપ છે કે મૃતક મહિલાના ભાઈએ બહેનના 12 લાખના ઘરેણા અને રોકડ પચાવી પાડ્યા છે, જે હોસ્પિટલમાં દાખલ થવા પહેલા મહિલાએ પોતાના ભાઈને આપ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે કોરોનાથી જે મહિલાનું મોત થયું તે મુંબઈથી કાનપુર કોઇ કામ માટે ગઇ હતી. મૃતક મહિલાના બાળકોએ પોતાના મામા સામે કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવ્યો છે. તો બાળકોનું કહેવું છે કે જ્યાં સુધી તેના મામાને સજા મળશે નહીં ત્યાં સુધી તેઓ ઘરે જશે નહીં.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મૃતક મહિલાની દીકરીએ પોતાના મામા પર આરોપ લગાવ્યો છે કે હોસ્પિટલમાં દાખલ થયા પહેલા માતાના બધાં ઘરેણા ઉતારી લેવામાં આવ્યા અને થોડા સમય પછી તેમનું કોરોનાથી નિધન થઇ ગયું. ત્યાર પછી તેમણે પોતાના મામા પાસેથી માતાના ઘરેણા અને પૈસા માગ્યા તો મામાએ કોઇ જવાબ આપ્યો નહીં. પછી મહિલાના સંતાનોએ પોતાના મામા સામે કેસ દાખલ કરાવી દીધો. મહિલાની દીકરીનું કહેવું છે કે મામ સામે કેસ દાખલ કરવો ખરાબ લાગી રહ્યું છે.

કાનપુરની એક હોટલમાં મક્કમ થઇને બેસેલી મૃતક મહિલાની દીકરીએ મામાને સજા આપવાનું નક્કી કરી લીધું છે. મૃતક મહિલાની દીકરીનું કહેવું છે કે તેમણે સપનામાં પણ ક્યારેય વિચાર્યું નહોતું કે તેમણે પોતાના મામનું આવું લાલચી રૂપ જોવા મળશે. મુંબઈના મીરા રોડ પર રહેનારી મૃતક મહિલાની દીકરીએ જણાવ્યું કે કાનપુરનું કલ્યાણપુર તેનું મામાનું ઘર છે.

દીકરીએ જણાવ્યું કે, તેની માતા 25 એપ્રિલના રોજ મુંબઈથી પોતાના ભાઈ અજયને ત્યાં ગઇ હતી. જ્યાં તેમને કોરોના થઇ ગયો. કન્ટ્રોલ રૂમની એમ્બ્યુલન્સથી તેમને ઉર્સલા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યારે મહિલાને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા ત્યારે તેના ભાઈ અજયે બધાં ઘરેણા અને પૈસા પોતાની પાસે રાખી લીધા.

માતાને કોરોના થવાની સૂચના મળતા સંતાનો સહિત પરિજનો તરત કાનપુર પહોંચી ગયા. જ્યાં દીકરી હોટલમાં રહીને પોતાની માતાની સારવાર કરાવવા લાગી. પણ 5 મેના રોજ મહિલાનું કોરોનાથી નિધન થઇ ગયું. મામાની નિયત બહેનના ઘરેણા અને પૈસાથી ખરાબ થઇ ગઇ. માતાનું અંતિમ સંસ્કાર કર્યા પછી જ્યારે દીકરી આરિકાએ પોતાના મામા પાસેથી ઘરેણા અને પૈસા માગ્યા તો મામાએ ધમકી આપીને કશુ પણ આપવાની ના પાડી દીધી. ત્યાર પછી આરિકાએ મામા પાસે હાથ જોડીને વિનંતી કરી કે તે બધા પૈસા લઇ લે પણ ઘરેણા આપી દે. કારણ કે તે અમારી માતાની નિશાની છે. પણ મામાનું લાલચ સૌ કોઇ પર ભારે પડી ગયું.

કહેવામાં આવી રહ્યું છે કે મૃતક મહિલા પાસે 2 લાખ રોકડ અને 12 લાખના ઘરેણા હતા જે તેમણે પહેલાથી જ પહેરી રાખ્યા હતા. મૃતકની દીકરીએ પોતાના મામા અને તેના પરિવાર સામે કેસ દાખલ કરાવ્યો છે અને હવે પોલીસ તપાસ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો