બારડોલીના ઉવા ગામની કેનાલમાં કાર ખાબકતા ભાઈ અને બહેનનું મોત, પિતાની શોધખોળ ચાલુ

બારડોલી : ઉવા ગામની નહેરમાં કાર ખાબકી હતી. કેનાલનાં પાણીમાંથી આ કારને બહાર કઢાતા ભાઇ અને બહેનનાં બે મૃતદેહો મળી આવ્યાં છે. જ્યારે પિતાની શોધખોળ ચાલી રહી છે. મહત્વનું છે કે, ધોરણ 12ની વિદ્યાર્થિની પોતાના ભાઇ અને પિતા સાથે પ્રેક્ટિકલ પરીક્ષા આપવા જઇ રહી હતી. તે સમયે સામેથી આવતા બાઇક ચાલકને બચાવવા જતા કાબૂ ગુમાવતા સીધી કેનાલમાં ખાબકી હતી.

બારડોલીનાં મઢીમાં શશીકાંતભાઈ ધનસુખભાઈ પરમાર પરિવાર સાથે રહે છે. દીકરી ઉર્વી બારડોલીની જીએમ પટેલ વિદ્યાલયમાં ધોરણ-12માં અભ્યાસ કરતી હતી. જ્યારે દીકરો યશ ધોરણ 8માં અભ્યાસ કરતો હતો. ઉર્વીની બોર્ડની પ્રેક્ટીકલની પરીક્ષા હોવાથી કાર લઈને નીકળ્યા હતા.

આ અકસ્માત નજરે જોનારાનાં જણાવ્યાં પ્રમાણે, કાર ડ્રાઈવરે સામેથી આવી રહેલા બાઈક ચાલકને બચાવવાનાં પ્રયત્નમાં સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેથી કાર નહેરમાં ખાબકી હતી. કાર નહેરમાં ખાબક્યા બાદ પિતાએ બાળકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. નહેરમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી તેમનો પ્રયત્ન વ્યર્થ ગયો હતો અને તે પણ તણાયા હતા.

આ દુર્ઘટના બાદ સ્થાનિકો એકઠા થઇ ગયા હતાં અને તેમણે ફાયર વિભાગને જાણ કરી હતી. બીજી તરફ તે લોકો આવે તે પહેલા કારને બહાર લાવવાનો પણ તેમણે પ્રયત્ન કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો