મુંદ્રાની ચકચારી ઘટના! ભાઈ બન્યો ‘હત્યારો’ જાહેરમાં બહેનની કરી હત્યા, Live video વાયરલ

કચ્છ જિલ્લામાં (Kutch) માનવતાને કંપાવી નાખતી ઘટના સામે આવી છે. મુંદ્રામાં એક હત્યાકાંડનો વીડિયો સામે આવ્યો છે. અહીંયા એક સગભાઈએ છરા જેવા તીક્ષ્ણ હથિયારથી (Brother Killed Sister) બહેનની સરાજાહેરમાં હત્યા કરી નાખી છે. ઘટનાનો લાઇવ વીડિયો (Live Video) કચ્છના સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના બાદ પોલીસના ધાડેને ઘાડા ઉતરી આવ્યા છે. ઘટના શા માટે બની તે માટે તપાસ શરૂ થઈ છે.

બનાવની વિગતો એવી છે કે કચ્છના મુંદ્રામાં મારૂતિ નગરમાં ધોળાદિવસે એક બહેનની જાહેરમાં હત્યા કરી અને હાથમાં છરો લઈને આસપાસ ફરી રહ્યો હતો. આ નરાધમ ભાઈ શા માટે પોતાની બહેનનો હત્યારો બન્યો તેની વિગતો કોઈ પાસે નથી પરંતુ તે સંબંધ સંબંધ એવો ગણગણાટ કરી રહ્યો હતો. દરમિયાન આડોસ પાડોસના લોકોએ પોલીસને જાણ કરી હતી.

પોલીસે આ ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચી અને આરોપીની અટક કરી હોવાના અહેવાલ છે. જોકે, રૂવાંડા ઊભા કરી નાખતી આ ઘટનાનો વીડિયો સમગ્ર કચ્છમાં લોકોને હચમચાવી રહ્યો છે. પારિવારિક ઝઘડો હતો અથવા તો પ્રેમ પ્રકરણ આ બંનેમાંથી કોઈ એક ઘટનામાં એક ભાઈ હત્યારો બન્યો છે. આ મામલે હજુ સુધી સત્તાવાર વિગતો સામે આવી નથી.

હત્યા કરીને આ યુવક જાહેર પ્લોટમાં બહેનના મૃતદેહની આસપાસ ફરી રહ્યો હતો અને રાડો પાડતો હતો કે ‘નજીક આવતા નહીં, મારી નાખી છે’ આ ઘટનાના સમાજ જીવન પર ઉંડા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. લોકો ચોમેરથી આ નરાધમ યુવક પર ફીટાકર વરસાવી રહ્યા છે ત્યારે પોલીસના સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે.

ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો મુંદ્રા દોડી આવ્યો છે અને આ હત્યાકાંડાનો તાગ મેળવવામાં આવી રહ્યો છે. આંતરિક કલેહ કે કોઈ પણ કારણ હોય આ ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરરાટી છોડી દીધી છે. હાલમાં સમગ્ર મારૂતિ નગર વિસ્તારમાં ડરનો માહોલ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો