સુરતના મજૂરા ગેટ નજીક પ્રેમ સંબંધમાં યુવકને દોડાવી દોડાવીને 28 સેકન્ડમાં 18 ઘા ઝીંકી રહેંસી નાંખ્યો, ઘટના સીસીટીવીમાં કેદ થઈ

જૈમિશના પિતરાઈભાઈના દીકરાની બર્થડે પાર્ટીમાં જીગ્નેશ ઉર્ફે જીગી સાથે જૈમિશની મંગળવારે રાત્રે બોલાચાલી થઈ હતી. જેની અદાવત રાખી જીગ્નેશે મોડીરાત્રે જૈમિશની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. જૈમિશ ઘરેથી માતાને સોડા પીવા જવાનું કહીને નીકળ્યો અને રસ્તામાં સગરામપુરા કૈલાસનગર વ્રજ બંગલાની સામે હત્યારા જીગ્નેશે તેના 3 સાગરિત સાથે જૈમિશને દોડાવી દોડાવીને 28 સેકન્ડમાં ચપ્પુના 18 ઘા ઝીંકી મોતને ઘાત ઉતાર્યો હતો.

આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. અઠવાલાઇન્સ પોલીસે જૈમિશની માતાની ફરિયાદ લઈને આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી બુધવારે મોડીરાત્રે હત્યારા જીગ્નેશ મહેશ પટેલ(29)(રહે,પુષ્પકુંજ રો હાઉસ,જહાંગીરાબાદ)ની ધરપકડ કરી હતી. જ્યારે તેના બે સાગરિત અક્ષય અને બોની પણ ઝડપાયા હતા. જ્યારે સાગરિત આનંદ ફરાર છે. મંગળવારે જૈમિશના પિતરાઈ ભાઈના પુત્રનો જન્મદિવસ હતો. આ પ્રસંગમાં જીગ્નેશ આવ્યો હતો. જીગ્નેશ જમવા બેઠો તે સમયે જૈમિશ સાથે બબાલ થઈ હતી. તે વખતે પરિવારજનોએ મામલો થાળે પાડતા જીગ્નેશ નીકળી ગયો હતો. હત્યારા જીગ્નેશની કાકાની દિકરી સાથે જૈમિશને પ્રેમસંબંધ હતો. આ જ મુદ્દેે બે માસ પહેલા બંનેનો ઝઘડો થતા તેની અદાવતમાં હત્યા થઈ હતી.

ફોન કરી ઘરની નીચે બોલાવી હત્યા કરી

મળતી માહિતી પ્રમાણે, મજૂરા ગેટ નજીક આવેલા કૈલાસનગરમાં જૈમિશ કિશોર પટેલ(ઉ.વ.17) પરિવાર સાથે રહેતો હતો. રાત્રે 12 વાગ્યાના અરસામાં જીગ્નેશ અને તેના ત્રણથી ચાર સાથી મિત્રો ઘર નજીક આવ્યા હતા અને જૈમિશને ફોન કરી નીચે બોલાવ્યો હતો. જૈમિશ નીચે આવતાની સાથે જ માથા, પીઠ અને ગળાના ભાગે ચપ્પુના ઘા મારી દીધા હતા અને ત્યાંથી ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતા પરિવારજનો જૈમિશને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં જૈમિશનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેથી અઠવા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યાના આરોપી જીગ્નેશને ઝડપી પાડ્યો છે. હાલ પોલીસ દ્વારા અન્ય સાથીદારો અને હત્યાના કારણ અંગે વધુ તપાસ હાથ ધરી છે. જોકે, જીગ્નેશની પિતરાઈ બહેન સાથે વાતચીતને લઈને ચાલતા ઝઘડામાં જૈમિનની હત્યા કરવામાં આવી હોવાની શક્યતા રહેલી છે.

સીસીટીવીમાં હત્યા કેદ

મૃતક જૈમિશને ફોન કરી ઘરની નીચે બોલાવ્યા બાદ ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોર પૈકી એક યુવકે ચપ્પુના ઘા મારવાની શરૂઆત કરતા જ જૈમિશ ભાગ્યો હતો. જોકે, બે જેટલા ચપ્પુના ઘાના કારણ તે લથડીયા ખાતો રોડ પર દોડી રહ્યો હતો અને પાછળ એક હુમલાખોર ચપ્પુના ઘા મારી રહ્યો હતો. સીસીટીવી પ્રમાણે જૈમિશને 18 જેટલા ચપ્પુના ઘા મારવા છતા થોડે સુધી ચાલીને ગયો હતો. જોકે, ત્યારબાદ રોડ પર જ ઢળી પડ્યો હતો.

ઉમરા પોલીસમાં સમાધાન થયું હતું

એક વર્ષ અગાઉ જૈમિશ જીગ્નેશની પિતરાઈ બહેન સાથે વાત કરતો હોવાને લઈને ઝઘડો થયો હતો. આ ઝઘડામાં ઉમરા પોલીસમાં ફરિયાદ પણ નોંધાવાઈ હતી. દરમિયાન જૈમિશ અને જીગ્નેશ વચ્ચે સમાધાન થયું હતું. જેમાં જૈમિશે જીગ્નેશની પિતરાઈ બહેન સાથે વાત ન કરવાની શરત રખાઈ હતી. જોકે, જીગ્નેશને શંકા હતી કે, જૈમિશ હજું પણ વાતચીત કરતો હતો.

પિતા બાદ નાનો દીકરો પણ ગુમાવતા પરિવારમાં શોક

મૃતક જૈમિશના પિતાનું આવસાન થઈ ગયું છે અને ભાઈ-ભાભી અને માતા સાથે કૈલાસનગરમાં રહેતો હતો. પિતાના મોત બાદ નાના દીકરાની હત્યાના કારણે પરિવારમાં શોકની કાલીમા છવાઈ ગઈ છે. જૈમિશનો મોટો ભાઈ હત્યા કેસમાં જેલમાં બંધ છે.

સગરામપુરા કૈલાસનગરમાં આ જગ્યા પર બીજી હત્યા થઈ
સગરામપુરા કૈલાશનગર વ્રજ બંગલાની સામે આ બીજી હત્યા થઈ છે.વર્ષ પહેલા બંટી કહારની હત્યા થઈ હતી. જેમાં જૈમિશ અને તેનો ભાઈ બન્ને સામેલ હતા. જેમાં બન્નેની સામે કાર્યવાહી થઈ હતી.જૈમિશ જુવેનાઈલ હોવાથી તેને જામીન મળ્યા હતા. જયારે તેનો ભાઈ વિક્કી લાજપોર જેલમાં બંધ છે.

વર્ષ અગાઉ પ્રેમસંબંધના મુદ્દે બંને વચ્ચે ઝઘડો થયો હતો 

એક વર્ષ અગાઉ જૈમિશ જિજ્ઞેશની પિતરાઈ બહેન સાથે વાત કરતો હોવાને લઈને ઝઘડો થયો હતો. આ ઝઘડામાં મામલો ઉમરા પોલીસમાં પહોંચ્યો હતો. દરમિયાન જૈમિશ અને જિજ્ઞેશ વચ્ચે સમાધાન થયું હતું. જેમાં જૈમિશે જિજ્ઞેશની પિતરાઈ બહેન સાથે વાત ન કરવાની શરતે સમાધાન થયું હતું.જોકે, જિજ્ઞેશને શંકા હતી કે, જૈમિશ હજુ પણ વાતચીત કરતો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો