માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સોસામે આવ્યો, આણંદમાં 5 વર્ષનાં ભાઈએ એરગનથી 2 વર્ષની બહેનને મારી ગોળી

ઘરમાં જ્યારે નાના બાળક હોય ત્યારે માતા-પિતાએ હંમેશા સાવચેતી રાખવી પડે છે. અને જો નજર હટી તો દુર્ઘટના ઘટી તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આવી જ એક ઘટના બની હતી આણંદના સમરખા ગામે. જ્યાં ઘરમાં રાખેલી એરગન વડે પાંચ વર્ષનાં ભાઈએ બે વર્ષની બહેનને ગોળી મારી હતી. આ છરો બહેનની પીઠમાંથી ઘૂસી ફેફસામાં હૃદય સુધી પહોંચી અટકી ગયો હતો. જો કે અમદાવાદની સિવિલ હોસ્પિટલનાં ડોક્ટરોએ ઓપરેશન કરીને નાનકડી દીકરીનો જીવ બચાવી હતો. પોલીસે છરાને તપાસ અર્થે FSLમાં મોકલી આપ્યો છે.

ઘટનાની વિગતમાં વાત કરીએ તો, આણંદના સમરખા ગામે રહેતાં હિતેષ ઠાકોર ખેડૂત છે. તેમનાં પરિવારમાં પત્ની અને 5 વર્ષ દીકરો અને 2 વર્ષની એક દીકરી છે. ખેતરમાં વાંદરાઓને ભગાડવા માટે તેઓએ ઘરમાં એરગન વસાવી હતી. ગત 5 નવેમ્બરે આ ગન ભૂલથી દીકરા હેમલ પાસે આવી ગઈ હતી. આ સમયે એરગન લોડેડ હતી. હેમલે રમત રમતમાં એરગનનું ટ્રિગર બહેન સામે કરીને દબાવી દીધું હતું. જેને કારણે 2 વર્ષની હેમલની પીઠમાં છરો ઘૂસીને ફેફસાં સુધી પહોંચી ગયો હતો.

જે બાદ તાત્કાલિક જીનલે સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી. જ્યાં પીડિયાટ્રિક વિભાગનાં સર્જનોએ બે વર્ષની જીનલ પર ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું. અને બે કલાક સુધી ચાલેલાં ઓપરેશન બાદ જીનલનાં ફેંફસામાં ફસાયેલી ગોળીને બહાર કાઢવામાં આવી હતી.

હાલ જીનલ એકદમ સ્વસ્થ છે અને તેને રજા આપી દેવાઈ છે. તો આ કિસ્સા બાદ જીનલનાં માતા પિતાને પણ પોતાની ભૂલનું ભાન થયું છે. હવે તેઓ કહી રહ્યા છે કે, અમે ગામમાં જઈને લોકોને જાગૃત કરીશું કે ઘરમાં એરગન ન રાખે, અથવા જો રાખે તો સુરક્ષિત જગ્યાઓએ રાખે જેથી નાના બાળકોનાં હાથમાં આવાં ગંભીર હથિયારો આવી ન જાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો