રાજકોટમાં સંબંધોની હત્યાનો કિસ્સો સામે આવ્યો: ભાઈઓએ મળી ભત્રીજા અને ભાઈનું ઢીમ ઢાળી દીધુ

ગુજરાતીમાં એક કહેવત છે કે, જર જમીન અને જોરૂ કજીયાના છોરૂ. સૌરાષ્ટ્રના મહાનગર રાજકોટમાં આ કહેવત સાચી પુરવાર થઈ છે. જ્યાં ભાઈઓએ મળીને એના જ ભત્રીજા અને ભાઈની હત્યા કરી નાંખી છે. રાજકોટના સરધારના હરિપર રોડ પરથી એક યુવાનની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેની તપાસ કરતા જમીનનો મામલો હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં મૃતદેહની સાથે બેથી ત્રણ વર્ષનો માસુમ પણ ગંભીર સ્થિતિમાં મળ્યો હતો.

જે બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ સમગ્ર કેસની જાણ આજીડેમ પોલીસને થતા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ઉચ્ચ અધિકારીઓની ટીમ પણ આ કેસમાં જોડાઈ ગઈ હતી. કેસને ઉકેલવા માટે રાજકોટ ક્રાઈમ બ્રાંચની પણ મદદ લેવામાં આવી હતી. હત્યા અંગે જાણ થતા પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે, એક યુવતની હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી. જે મૂળ મધ્ય પ્રદેશનો વતની હતો. છેલ્લા બે વર્ષથી તે સરધાર ગામે ખેત મજૂર તરીકે કામ કરતો. 23 વર્ષના વીરસિંહ સિંગાળાની હત્યા થઈ હોવાનું તપાસમાં ખુલ્યું હતું. પછી એના પરિવારજનોની તપાસ કરવામાં આવી. પરિવારજનોમાંથી બે શખ્સો ફરાર હતા. પોલીસને આ ફરાર થયેલા શખ્સો પર આશંકા ગઈ હતી. રાજકોટ પોલીસની મદદથી પોલીસટીમે બંને ફરાર શખ્સોને પકડી પાડ્યા છે. આરોપીએ પોલીસ પૂછપરછમાં કહ્યું કે, મધ્ય પ્રદેશમાં આવેલી જમીનમાં શેઢા બાબતે ઘણા વર્ષોથી ઝઘડા ચલતા હતા. જેનો નીવેડો લાવવા માટે વિરસિંહને મારી નાંખવાનું નક્કી કર્યું હતું. પછી હત્યા માટેનું કાવતરૂ ઘડ્યું.

વીરસિંહ દીકરો સાથે સાયકલ પર જઈ રહ્યો હતો ત્યારે સરધાર પરીપર રોડ પર એને રોકીને પથ્થરના ઘા મારીને હત્યા કરી દેવાઈ. બે ક્રુર ભાઈઓએ ઠંડા કલેજે ભાઈની હત્યા કરી નાંખી હતી. એના પુત્ર સચીનને પણ ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી. પછી સચીનનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. વીરસિંહે મૃતકના ભાઈ કમલસિંહ, કમલેશ તથા રમલેશની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. જમીન મામલે ખાર રાખીને બંનેને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. પછી બંનેનું ઢીમ ઢાળી દેવા પ્લાનિંગ થયું હતું. પોલીસે બંને સામે ફરિયાદ નોંધીને વધુ પૂછપરછ શરૂ કરી દીધી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો