સોશિયલ મીડિયા દ્વારા છેતરપિંડીનો કિસ્સો આવ્યો સામે: વેરાવળના યુવકને ફેસબુક પર મળેલી બ્રિટીશ મહિલાએ લગાવ્યો 8 લાખનો ચૂનો

લાલચ બહુત બુરી ચીઝ હે, કહેવતને સાર્થક કરતો કિસ્સો આજે વેરાવળમાંથી સામે આવ્યો છે, અહીના ટ્રાન્સપોર્ટના એક ધંધાર્થીએ ફેસબુક પર વિદેશી મહિલાની અંગ્રેજી વાતચીતમાં આવીને 6 કરોડની લાલચમાં આવીને 8 લાખ રૂપિયા ગુમાવ્યા હોવાનો કિસ્સો આજે પોલીસ દફ્તરે દાખલ થયેલ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

વેરાવળમાં રેયોન હાઉસિંગ સોસાયટીમાં રહેતા અને નગરપાલિકા પાસે એસીઆર ટ્રાન્સપોર્ટ નામે ઓફિસ ધરાવતા ઉતરપ્રદેશના દેવાનંદ ઇન્દ્રપતિ ઠાકુરદિન દુબે ઉ.47 એ વેરાવળ પોલીસ સ્ટેશનમાં કોઈ બ્રિટીશ નાગરિક જેસી અલકીયા સામે ફરિયાદ નોધાવી છે. જેમાં જણાવ્યું છે કે, 10 દિવસ પહેલા દેવાનંદનો ફેસબુક ઉપર આ વિદેશી મહિલાનો સંપર્ક થયો હતો, બાદમાં બને વચ્ચે વાતચીત આગળ વધતા બને વોટ્સઅપમાં વાત કરવા લાગ્યા હતા, માત્ર 10 જ દિવસમાં આ મહિલાએ અંગ્રેજીમાં વાતચીત કરીને તે ભારત ફરવા આવશે ત્યારે મળશે તેવી વાતો કરી હતી. ત્યાર બાદ 20 તારીખે મહિલાએ દેવાનંદને ફોન કર્યો કે, તે દિલ્હી આવી ગયેલ છે અને તેની પાસે બ્રિટીશ કરન્સી છે, અને ભારતમાં ખર્ચ કરવા તેને ભારતની કરન્સીની જરૂર છે, જેથી આ બ્રિટીશ કરન્સીના ભારતમાં ૬ કરોડ રૂપિયા તે દેવાનંદના ખાતામાં જમા કરાવશે તેના માટે તેને અલગ અલગ ચાર્જીસ ભરવાના રહેશે.

તે વાતને લઈને દેવાનંદએ પ્રથમ વખત મહિલાએ આપેલા દિલ્હીના બેંક એકાઉન્ટમાં 69900 રૂપિયા બાદમાં ટુરીઝમ પાસ મેળવવા માટે બે લાખ રૂપિયા અને તેના પછી કરન્સી બદલાવવા માટે 5,38,800 જમા કરાવડાવ્યા હતા.

તેના પછી ફરી મહિલાનો ફોન આવ્યો કે, હવે ફાયનાન્સ મીનીસ્ટ્રીનો ચાર્જ 13 .50 લાખ જમા કરાવવો પડશે ત્યારે દેવાનંદની આંખો ખુલી અને તેને અહેસાસ થયો કે, તેની સાથે કોઈ ઠગાઈ કરી રહ્યું છે, આ અંગે અંતે તેની સાથે આરોપી મહિલાએ કુલ 8,06,700 રૂપિયાની છેતરપીંડી કર્યાની ફરિયાદ નોધાવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો