જામનગરમાં અમેરિકાના વરરાજાનું સાસુએ નાક ખેંચ્યું તો બંને પરિવાર બાખડ્યા, આખરે યુવતીએ લગ્નની ના પાડતાં જાન લીલાં તોરણે પાછી ગઈ

જામનગરમાં લીમડાલાઇન વિસ્તારમાં રહેતા એક અમેરિકાસ્થિત યુવક અને શહેરમાં જ રહેતી એક યુવતી, જે બન્ને વચ્ચે પ્રેમ થયા પછી બન્ને પરિવારોની સંમતિથી બે દિવસ પહેલાં લગ્નગ્રંથીથી જોડાવા જઈ રહ્યાં હતાં, અને લગ્નવિધિ દરમિયાન કન્યાની માતાએ વરરાજાનું નાક ખેંચવાનો પ્રયત્ન કરતાં બન્ને પરિવારો વચ્ચે ભારે બબાલ થયા પછી આખરે પ્રેમિકાએ લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો અને જાન લીલાં તોરણે પાછી ફરી હતી.

જામનગરમાં લીમડાલેન વિસ્તારમાં રહેતા અને અમેરિકામાં સ્થાયી થયેલા એક યુવકને જામનગરની એક યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો અને બન્નેએ લગ્ન કરવાનું નકકી કરતાં આખરે બન્નેનાં પરિવારજનોએ સંમતિ આપતાં તા. 20ના લગ્ન યોજાયા હતા. તેમનો લગ્ન સમારંભ જામનગરની મધ્યમાં આવેલી એક હોટલમાં યોજાયો હતો. લગ્ન પ્રસંગ દરમિયાન કન્યા પક્ષ દ્વારા વરરાજાનું નાક પકડવા માટેની વર્ષોથી ચાલી આવતી પરંપરા નિભાવવાની વિધિ શરૂ કરાઇ હતી. એમાં સૌપ્રથમ વરરાજાના પરિવારે નાક પકડવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ પ્રેમિકાની માતાએ માત્ર નાકને સ્પર્શ કરવાનું જણાવીને તેમણે માત્ર વરરાજાના નાકને સ્પર્શ કર્યો હતો. બસ એટલું પણ પ્રેમીનાં પરિવારજનો સહન કરી શક્યા ન હતા અને વરરાજાના કાકા સહિતનાં પરિવારજનોએ ભાવિ સાસુમાનો ઊધડો લઇ નાખ્યો હતો. આ સમયે ભારે ગરમાગરમી થઈ ગઈ હતી. દરમિયાન કન્યા પણ દરવાજા પાસે આવીને ઊભી રહી ગઈ હતી અને ભારે રકઝક પછી તેણે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો.

જેથી બન્ને પરિવારમાં ભારે સોંપો પડી ગયો હતો. પોતાની માતાનું અપમાન સહન નહીં કરી શકતાં તેણે લગ્નનો પ્રસ્તાવ ઠૂકરાવી દીધો હતો અને જાન લીલાં તોરણે પાછી મોકલી દઇ હિંમતભર્યું પગલું લીધું હતું.એ બાદ કન્યા પક્ષે પણ હોટલમાંથી ચાલતી પકડી હતી. આમ, બન્ને પક્ષ માટે બનેલું ભોજન હોટલમાં પડયું રહ્યું હતું, બાદમાં કન્યા પક્ષ દ્વારા પોતાને મળેલી ગિફટ પણ પરત મોકલાવી દીધી હતી. આમ, નાકના પ્રશ્ને લગ્ન ફોક થયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો