સુરતમાં માસ્ક વગર ક્રિકેટ રમનારને દંડ જ્યારે બાજુના જ મેદાનમાં 700 લોકો વગર માસ્કે લઈ રહ્યા પોલીસ ટ્રેનિંગ, નિયમ માત્ર સામાન્ય વ્યક્તિઓ માટે જ હોય તેવું જોવા મળી રહ્યું છે

સુરતમાં કોરોનાની ગાઈડલાઈન માત્ર કાગળ પર છે તેવું લાગી રહ્યુ છે. થોડા દિવસ પહેલા માસ્ક નહીં પહેરી કોરોના ગાઈડ લાઇન પાલન નહિ કરનાર 100 જેટલા ક્રિકેટ રમતા યુવાનોને દંડ કરવામાં આવ્યો હતો, જયારે આજે પોલીસ વિભાગમાં ભરતી થયેલા યુવાન અને યુવતી પોલીસ ગ્રાઉન્ડ પર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા જોવા મળ્યા હતા, ત્યારે આ નિયમ માત્ર સામાન્ય વ્યક્તિઓ માટે જ હોય તેમ વારંવાર જોવા મળી રહ્યું છે.

સુરતમાં સતત કોરોના દર્દી સામે આવી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા કોરોના ગાઈડ લાઇન પાલન કરવા માટે સતત કાર્યવાહી કરવામાં આવે છે. કોઈ વ્યક્તિ ગાઈડ લાઇનનું પાલન ન કરતો જોવા મળે ત્યારે તેની પાસે તંત્ર દ્વારા દંડ વસુલવામાં આવે છે, અને જો કોઈ વ્યક્તિ વિરોધ કરે તો તેના પર કાર્યવાહી કરી તેની ધરપકડ પણ કરવામાં આવતી હોય છે.

જોકે થોડા દિવસ પહેલા સુરતના ઉમરા પોલીસ મથકની જમણી બાજુ આવેલ મનપાના પ્લોટ પર 100 જેટલા યુવાનો ક્રિકેટ રમતા હતા અને આ તમામ લોકોએ માસ્ક નહી પહેરેલ હોવાને લઈને ઉમરા પોલીસે તમામ વિરુદ્ધ કાર્યવાહ કરી કોરોના ગાઈડ લાઇન તોડવા બાદલ વ્યક્તિ દીઠ 1000 હજારનો દંડ વસૂલ્યો હતો, ત્યારે આજ ઉમરા પોલીસ મથકની ડાબી બાજુ આવેલ છે સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં, જ્યાં હાલમાં પોલીસ વિભાગમાં ભરતી થયેલા 500 થી 700 જેટલા યુવાન અને યુવતીની ટ્રેનિંગ ચાલી રહી છે. આ તમામ લોકો ગ્રાઉન્ડ પર ક્યાંક બેઠેલા હતા તો ક્યાંક રમત રમતા હતા. અહીં તમામ યુવાન-યુવતીઓ કોરોના ગાઈડ લાઇનનો ભંગ કરતા જોવા મળ્યા હતા, આ લોકો માસ્ક નહિ પહેરવા સાથે સોશિયલ ડિસ્ટનના ધજાગરા ઉડાવતા જોવા મળ્યા હતા.

હવે પ્રશ્ન એ થાય છે કે, સામાન્ય વ્યક્તિને દંડ કરવામાં આવે છે પણ જેની પાસે સત્તા છે તે લોકો આ નિયમો તોડી રહ્યા છે, તે પછી પોલીસ હોય કે મનપાના કર્મચારી હોય કે રાજકીય નેતા હોય તે લોકોને કેમ દંડ નથી ફટકારવામાં આવતો? શું કોરોનાવાયરસ સત્તાધારી લોકો પાસે નથી આવતો? આ લોકોને ગાઈડલાઈનમાં છૂટ તો આપવામાં આવી નથી, તો માત્ર કેમ સામાન્ય વ્યક્તિને જ દંડના નામે લૂંટવામાં આવે છે?

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો