બહાદુર મહિલા PSIએ કારને રોકવા બનતા પ્રયાસ કર્યા, પીએસઆઇ આગળ ઊભાં રહી જતાં કારચાલકે કચડવાનો પ્રયાસ કર્યો
મહેસાણામાં એક બહાદુર મહિલા પીએસઆઇએ સરાહનીય કામગીરી કરી છે. મહિલા પીએસઆઇએ પોતાની પરવા કર્યા વગર કાયદો તોડનાર કારચાલકને રોકવા માટે બનતા પ્રયાસો કર્યા હતા. કાળી પટ્ટી લગાવેલી કારના ચાલકે ભાગવાનો પ્રયાસ કરતાં મહિલા પીએસઆઇ વીપી સોલંકી કારની આગળ ઊભાં રહી ગયાં હતાં અને કાર રોકી રહ્યાં હતાં, એમ છતાં કારચાલકે તેમને કચડવાનો પ્રયાસ કરીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જોકે બાદમાં આ મહિલા પીએસઆઇએ તે કારચાલકને ઝડપી તેને દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરી હતી.
કાર રોકવા મહિલા પીએસઆઇએ બનતા પ્રયાસો કર્યા
બનાવની વિગતો એવી છે કે મહિલા પીએસઆઇ વીપી સોલંકી ગોપીનાળા વિસ્તારમાં ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવી રહ્યાં હતાં. એ જ સમયે ત્યાંથી એક કાચ પર કાળી પટ્ટી લગાવાલી કાર નીકળી રહી હતી. કાળી પટ્ટી લગાવેલી હોવાથી મહિલા પીએસઆઇએ કારને રોકાવા માટે જણાવ્યું હતું, પરંતુ કારચાલક કાર હંકારી રહ્યો હતો, જેથી મહિલા પીએસઆઇ કારની આગળ આવી ગયાં હતાં અને કાર રોકાવી રહ્યાં હતાં.
મહિલા પીએસઆઇ કારની આગળ ઊભાં હોવાની જાણ હોવા છતાં પણ કારચાલકે તેમને કચડવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. બાદમા મહિલા પીએસઆઇએ આ કારચાલકને ઝડપી લઇ તેને દંડ ફટકાર્યો હતો. મહિલા પીએસઆઇએ જે રીતે બહાદુરી દર્શાવી સરાહનીય કામગીરી કરી કરી છે, એને બિરદાવવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

