નવી નક્કોર કાર શોરૂમ બહાર નિકળીને તરત જ અથડાઈ દિવાલ સાથે, તમે પણ જુઓ વીડિયો

ભારતમાં Kia Carnival પ્રીમિયમ, પ્રેસ્ટીજ અને લિમોસિન ત્રણ વેરિયન્ટમાં ઉપલબ્ધ છે, જેની કિંમત ક્રમશઃ 24.95 લાખ રૂપિયા, 28.95 લાખ રૂપિયા અને 33.95 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) છે, દરેક વ્યક્તિ માટે કાર ખરીદવી એક ખૂબ જ ખાસ પળ હોય છે અને ઘણા તેના શોખીન પણ હોય છે. પોતાની આ આવશ્યકતાને પૂરી કરવા માટે લોકો ડીલપશિપ શોરૂમ પર જાય છે અને પોતાના સપનાને પૂરું કરે છે, પરંતુ ઘણીવાર ડીલરશિપ પર જ કેટલીક એવી ઘટનાઓ બની જાય છે, જેને કારણે તમારું સપનું તૂટી જતું હોય છે. થોડાં સમય પહેલા જ દક્ષિણ ભારતનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં Volkswagen Polo શોરૂમના ગેટ પર જ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

હવે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં Kia Carnival પણ શોરૂમમાં જ ક્રેશ થઈ ગઈ છે. મામલો ક્યાંનો છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી શકી નથી. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, વ્હાઈટ કલરની કાર્નિવલ શોરૂમની બહાર નીકળે છે અને સીધી જ ગેટ સાથે તેની ટક્કર થઈ જાય છે. આ અગાઉ વીડિયોની શરૂઆતમાં દેખાઈ રહ્યું છે કે, એક ડીલરશિપનો કર્મચારી કારના ગ્રાહકને આ નવી MPVની તમામ સ્વિચ અને કંટ્રોલ વિશે જાણકારી આપે છે અને એક અન્ય વ્યક્તિ મોબાઈલમાં તેનો વીડિયો બનાવી રહી છે. કાર ખરીદનાર વ્યક્તિ પોતાની આ ખાસ પળને કેમેરામાં કેદ કરે છે, પરંતુ ડ્રાયવર કાર પર નિયંત્રણ ગુમાવી દેતા આ ડિલીવરી ગ્રાહક માટે દુઃસ્વપ્ન બની જાય છે.

જોકે, સારી વાત એ રહી કે આ ઘટનામાં કોઈને પણ ઈજા ન પહોંચી અને સામે આ એરબેગ હતી. જો તમે આ વીડિયોને બારીકાઈથી જોશો તો તમને ખ્યાલ આવશે કે એક ડીલરશિપ કર્મી ડ્રાયવર સાથે વાત કરતો હોય છે, ત્યારે જ ગાડી આગળ વધી જાય છે અને સ્પીડમાં નિયંત્રણ ગુમાવીને ગાડી દીવાલ સાથે અથડાય છે. ત્યારબાદ ડીલરશિપના કર્મચારી અને ગાર્ડ પણ કારની પાસે પહોંચી જાય છે. આવી પરિસ્થિતિમાં અમારું માનવું છે કે, ડિલિવરી લેતી વખતે અથવા કાર ચલાવતી વખતે કોઈ એવા ડ્રાયવરને સાથે રાખવો જોઈએ, જેને કાર ચલાવવાનો સારો અનુભવ હોય, ત્યારે જ આ પ્રકારની ઘટનાઓથી બચી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો