સુરત મહાનગરપાલિકાના સિનિયર ક્લાર્કની બ્રેઈનડેડ પત્નીના અંગદાનથી પાંચને મળ્યું નવું જીવન

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વરાછાઝોનમાં RTI વિભાગમાં સીનીયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રાજેશ મોદીએ તેમના પત્ની સોનલબેન બ્રેઈનડેડ જાહેર થયાં હતાં. બે દીકરીની માતા બ્રેઈનડેડ જાહેર થતાં તેઓના કિડની, લીવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવુંજીવન આપી સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી માનવતાની મહેક ફેલાવવામાં આવી હતી.

શારિરીક તકલીફ થતાં સારવાર ચાલુ કરી​​​​​​​

મુંબઈવડ બેગમપુરા ખાતે રહેતા સોનલબેન રાજેશકુમાર મોદી (ઉ.વ.આ.41)ને મે મહિનામાં શારીરિક તકલીફ લાગતા ન્યુરોફીજીશીયન ડૉ.પાર્થિવ દેસાઈને બતાવતા તેઓએ MRI કરાવવાની સલાહ આપી હતી. MRI રીપોર્ટમાં મગજમાં લોહીનો ફુગ્ગો (brain aneurysm) હોવાનું નિદાન થયું હતું. પરિવારજનોએ સુરતના જુદા-જુદા ડોકટરોને રીપોર્ટ બતાવતા તેઓએ ઓપરેશન કરાવવાની સલાહ આપી હતી. 3 સપ્ટેમ્બરના રોજ પરિવારજનો એ સોનલબેનને ઓપરેશન માટે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કર્યા. 5 સપ્ટેમ્બરના રોજ ન્યૂરોસર્જન ડૉ.મિલિન્દ સાખી તેમજ ડૉ.ઉદય લીમાયાએ મગજના પાછળના દબાણને દુર કરવા માટેનું ઓપરેશન કર્યું હતું. ત્યારબાદ 11 અને 14 સપ્ટેમ્બરના રોજ કોઈલીંગ તેમજ મગજમાં લોહીનો પ્રવાહ બદલવા માટે સ્ટેન્ટ મુકવામાં આવ્યો હતો.

તબિયત સુધરતાં રજા અપાઈ હતી

સોનલબેનની તબિયતમાં સુધારો જણાતા 19 સપ્ટેમ્બરના રોજ હોસ્પીટલમાંથી તેમને રજા આપવામાં આવી હતી. 20 સપ્ટેમ્બરના રોજ સોનલબેનની તબિયત બગડતા પરિવારજનોએતેમને સવારે છ કલાકે સુરતની મહાવીર ટ્રોમા હોસ્પિટલમાં દાખલ કર્યા. ન્યૂરોસર્જન ડૉ.આશિત દેસાઈએ ક્રેન્યોટોમી કરી મગજમાં ભરાયેલું પાણી દુર કર્યું હતું.રવિવાર તા.22 સપ્ટેમ્બરના રોજ ન્યૂરોફીજીશીયન ડૉ.રવિ વૈત્યાની, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.હાર્દિક પટેલ, ફીજીશીયન ડૉ.માણેક અસાવા અને ચીફ મેડીકલ એડમિનિસ્ટ્રેટર ડૉ. કિશોર વૈદ્યએ સોનલબેનને બ્રેનડેડ જાહેર કર્યા.

સોનલબેનના ભાઈ જયેશભાઈએ ડોનેટ લાઈફનો ટેલીફોનીક સંપર્ક કરી સોનલબેનના બ્રેનડેડ અંગેની જાણકારી આપી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી સોનલબેનના પતિ રાજેશભાઈ, દિયર પીન્કલભાઈ, ભાઈ જયેશભાઈ, પુત્રીઓ ક્રિષ્ના અને પૂજા તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા સમજાવી તેનું મહત્વ સમજાવ્યું.સોનલબેનના પતિ રાજેશભાઈએ જણાવ્યું કે મારી પત્ની બ્રેનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે તેના અંગો બળીને રાખ થઇ જાય તેના કરતા અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો.

એક કિડની બિહારના દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાઈ

અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના ડૉ.સુરેશ કુમાર અને તેમની ટીમે આવી કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું. જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંકે સ્વીકાર્યું. દાનમાં મેળવવામાં આવેલી કિડની પૈકી એક કિડની બિહારના રહેવાસી ડૉ.ઉપેન્દ્રનાથ જી.પી ઠાકુર ઉ.વ. 67 અને બીજી કિડની વડોદરાના રહેવાસી મમતાબેન સંદીપભાઈ વર્મા ઉ.વ. 38માં જયારે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી પ્રણવભાઈ કૌશિકરાય વોરા ઉ. વ. 47માં અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) માં ડો. પ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો