સુરતમાં કપાયેલા પતંગ પકડવાની લ્હાયમાં ટ્રેન નીચે આવી જતાં 11 વર્ષના બાળકના બંન્ને પગ કપાઈ ગયા

સુરત ઉધના રેલવે લાઈન પર ધોરણ-6માં અભ્યાસ કરતા બાળકના પગ ગુડ્ઝ ટ્રેન નીચે આવી જતાં કપાઈ ગયાં હતાં. કપાયેલા પતંગ પકડવાની લ્હાયમાં રેલવે ટ્રેક પર ગયેલા ચાર બાળકોમાંથી એક ટ્રેનની અડફેટે આવી ગયા બાદ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ એક પગનું જોઈન્ટ ઓપરેશન કરવા તૈયારી દર્શાવી હતી.

ઘરે કહ્યાં વગર પતંગ પકડવા ગયેલો

લિંબાયત વિસ્તારમાં આવેલા રામનગરમાં રહેતા ઈમામ ઈસ્લામ શેખ (ઉ.વ.આ.11) છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. ઈમામ બહેનના ઘરે સામાન મુકી મિત્રો સાથે કપાયેલા પતંગ પકડવા માટે ઘરે કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો. ત્રણ બેન અને બે ભાઈઓમાં સૌથી નાના ઈમામ તેના ચારેક બાળ મિત્રો સાથે ઉધના રેલવે લાઈન પર પતંગ પકડવાની લ્હાયમાં આમ તેમ દોડતો હતો તે દરમિયાન ઈમામ ગુડ્ઝ ટ્રેનની અફડેફેટે આવી ગયો હતો. જેમાં ઈમામના પગ કપાઈ ગયાં હતાં. આ સમગ્ર ઘટનાને નજરો જોનારા તેના મિત્રોએ ઈમામ વિષે તેમના ઘરે જાણ કરતાં ભાગદોડ મચી ગઈ હતી. ઈમામને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ઈમામની હાલત ગંભીર

ઈમામના બનેવી હુસેન શમથ પઠાણએ જણાવ્યું હતું કે, ઈમામના પિતા સિક્યુરિટી ગાર્ડ તરીકે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ઈમામ નગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. પાંચ રૂપિયાની પતંગ પકડવાની લ્હાયમાં ઈમામએ બન્ને પગ ગુમાવવા પડ્યાં છે. એક પગનું જોઈન્ટ ઓપરેશન કરવા સિવિલના ડોક્ટરોએ તૈયારી દર્શાવી છે. જો કે હાલ પણ ઈમામની હાલત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો