ખેડૂત પુત્રી અંજલિએ મોટી બેનના પગલે પહેલા જ વર્ષે રાષ્ટ્રીયકક્ષાએ મેળવ્યું સ્થાન, મહેસાણાના ગોઝારિયા ગામના 100 છોકરા-છોકરીઓ વેઇટલિફ્ટિંગ રમતમાં રાજ્ય-રાષ્ટ્રીયકક્ષાએ ઝળક્યાં

ગ્રામીણ વિસ્તારના ખડતલ ખેલાડીઓને યોગ્ય પ્રશિક્ષણ મળે તો તે કેટલી ઊંચાઇ સુધી પહોંચી શકતા હોય છે. તેનું ઉદાહરણ છે મહેસાણા તાલુકાનું 8 હજારની વસ્તી ધરાવતું ગોઝારિયા ગામ. એમ.કે.પટેલ હાઇસ્કૂલના વ્યાયામ શિક્ષક દિનેશભાઇ રાઠોડે 20 વર્ષમાં 100 જેટલા છોકરા-છોકરીઓને પ્રશિક્ષણ આપી રાજ્ય તેમજ રાષ્ટ્રીયકક્ષા સુધી પહોંચાડ્યા છે. રાજ્યકક્ષાની સ્પર્ધામાં ખેલાડીઓને લઇ રાજકોટ આવેલા શિક્ષક દિનેશભાઇ રાઠોડે જણાવ્યું કે, હું વેઇટલિફ્ટિંગની રમતમાં રાજ્યકક્ષા સુધી જ પહોંચી શક્યો હતો. તેથી બાળકોને વેઇટલિફ્ટિંગની રમતનું પ્રશિક્ષણ મેં આપવાનું શરૂ કર્યુ.

ખેડૂત પુત્રી અંજલિને મોટી બેનના પગલે પહેલા જ વર્ષે રાષ્ટ્રીયકક્ષાએ સ્થાન

રાજકોટમાં રમાઇ રહેલી રાજ્યકક્ષાની અન્ડર-17 ગર્લ્સ વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં ગોઝારિયાની ખેડૂત પુત્રી અંજલિ દિનેશજી ઠાકોરે 40 કિ.ગ્રા.ની કેટેગરીમાં 22 સ્નેચ અને 25 જર્ક મારી રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. મોટી બહેન રીપલને વજન ઉપાડતી જોઇ તેમજ તે પણ રાષ્ટ્રીયકક્ષાએ ભાગ લઇ ચૂકી હોય તેને જોઇ આ જ વર્ષથી વેઇટલિફ્ટિંગની રમતમાં ઝંપલાવ્યું અને પહેલા જ વર્ષે ઉત્તમ પ્રદર્શનથી રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવી રાષ્ટ્રીયકક્ષાએ સ્થાન મેળવ્યું છે. અભ્યાસ, સ્પોર્ટસ સાથે માતા-પિતાને ખેતીકામમાં મદદ કરતી અંજલિ, રીપલ સવાર-સાંજ એક-એક કલાક પ્રેક્ટિસ કરતી હોવાનું કહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો