દાહોદમાં પ્રેમિકાએ સંબંધ રાખવાનો ઈન્કાર કરતા પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી જંગલમાં લઈ જઈ સળગાવી, પ્રેમીની ધરપકડ કરાઈ

મંગળવારે દાહોદ જિલ્લાના સંજેલીના ભાણપુરના જંગલમાંથી અર્ધ બળેલ હાલતમાં કિશોરીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ મામલે સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોધાયા બાદ પોલીસે કિશોરીની ઓળખ કરતા મૃતક કિશોરી દાહોદ ની કૃતિકા બરંડા હોવાનું બહાર આવ્યું હતું. મૃતક કિશોરી દાહોદની સાયન્સ કોલેજમા બીએસસીનો અભ્યાસ કરતી હતી અને 22 નેવમ્બરના રોજ ઘરે પરત ન આવતા તેના પિતાએ શોધખોળ આદરી છતા પણ તેમની દીકરી ન મળતા દાહોદ ટાઉન પોલીસ મથકે ગુમ થયા અંગે અરજી આપી હતી.

બીજા દિવસે કિશોરીનો મૃતદેહ મળી આવતા તેના કપડાં ઉપરથી પિતા એ ઓળખી કાઢતા કિશોરી ની ઓળખ છતી થઈ હતી અને તેના પિતા ને હત્યા અંગે દાહોદ ના વાંદરિયા ખાતે રહેતા મૃતકના પ્રેમી  મેહુલ પરમાર ઉપર શંકા વ્યક્ત હતી.

ત્યારબાદ  એલસીબીએ  ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે તપાસ કરતાં આરોપી મેહુલ પરમાર તેના મિત્રના ગેરેજ ઉપર મુકેલ  મૃતકની એકટીવા લેવા આવવાનો હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી મેહુલની ધરપકડ કરી હતી.

આ ઉપરાંત સાથે જ મૃતક ની એક્ટિવા ના સ્પેર પાર્ટ્સ છૂટા પાડેલ હાલત માં કબ્જે લઈ પૂછપરછમાં મેહુલે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. મેહુલ પરમાર અને મૃતક કૃતિકા વચ્ચે  છેલ્લા એકવર્ષથી પ્રેમ સબંધ હતો પરંતુ કોઈક કારણોસર છેલ્લા બે મહિનાથી કૃતિકા એ મેહુલ સાથે વાત કરવાની અને મળવાનું બંધ કરી દીધું હતું.

મેહુલે મિત્ર વર્તુળ તેમજ અન્ય રીતે કૃતિકા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કૃતિકા વાત કરવા તૈયાર નહોતી જેથી મેહુલ ને શંકા જાગી હતી કે કૃતિકાને અન્ય કોઈ યુવક સાથે પ્રેમ સબંધ છે તે વહેમ ને પગલે તેની હત્યાનું કાવતરું રચી નાખ્યું હતું.

21 નવેમ્બરે કૃતિકા સાથે વાત કરી તું મળવા આવ મારી પાસેના મોબાઈલના ફોટા ડીલીટ કરી દઇશ તેમ કરી બીજા દિવસે સવારે મળવાનું નક્કી કર્યું હતું અને ફોટા ડિલીટ કરાવવા માટે તે મેહુલને મળવા દાહોદમાં આવેલ પરેલ વિસ્તાર માં સુમસાન જગ્યા ઉપર પહોચી હતી.

જ્યાં મેહુલે તેના સગીરવયના બે મિત્રોને વોચમાં રાખેલા અને પોતાની સાથે લાવેલ છરી નો ઘા કૃતિકાના પાછળના ભાગે મારી બાદમાં તેનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી. હત્યા બાદ મૃતદેહ ને પોતાનું જેકેટ પહેરાવી એક્ટિવા ઉપર પોતાના મિત્રની સાથે મૃતદેહને લઈ અંતરિયાળ રસ્તાઑ ઉપર નીકળી ગયા હતા.

પરંતુ મૃતક પગ રસ્તા ઉપર ઘસડાતા હોવાથી સાથે રહેલ બીજી બાઈક ઉપર મૃતદેહ લઈને અંતરિયાળ રસ્તેથી સંજેલીના ભાણપુર ખાતે જંગલ વિસ્તારમાં લઈ ગયા જ્યાં મૃતકની ઓળખ ન થાય તે માટે પેટ્રોલ નાખી સળગાવી દીધો હતો પોલીસે આરોપી તેમજ તેના બે સગીર મિત્રોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો