ઓરિસ્સાના નવમા ધોરણના વિદ્યાર્થીના રશિયાના રાષ્ટ્રપતિએ કર્યાં વખાણ, વેડફાઈ જતા પાણીને રોકવા માટે મશીન બનાવ્યું

પાણીની અછતને લઈને હાલ પરિસ્થિતિ ગંભીર જ છે ત્યારે ઓરિસ્સાના એક વિધાર્થીએ વેડફાઈ જતા પાણીની અટકાયત માટે એક મશીન બનાવ્યું છે. ઓરિસ્સાના નવમા ધોરણમાં ભણતા પી બિસ્વનાથ પાત્રાએ આ મશીન બનાવ્યું છે. તેણે આ વોટર ડિસ્પેન્સરનું પ્રદર્શન ડીપ ટેક્નોલોજી એજ્યુકેશન પ્રોગ્રામ અને નીતિ આયોગના અટલ ઇનોવેશન મિશન કાર્યક્રમ અંતર્ગત કર્યું. આ કાર્યક્રમ રશિયાના સોચીમાં SIRIUS સંસ્થા દ્વારા 28 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધી યોજાયો હતો. આ કાર્યક્રમમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન મુખ્ય મહેમાન હતા. બિસ્વનાથનો વીડિયો ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ટ્વિટર પર શેર કર્યો હતો.

પુતિને વખાણ કરતાં કહ્યું, અમે ઇચ્છીએ છીએ કે તમારા જેવા ભારતીયો અહીંયા આવે

સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલ વીડિયોમાં રાષ્ટ્રપતિ પુતિન બિસ્વનાથના પ્રોજેક્ટથી પ્રભાવિત થઈને કહે છે કે અમે ઇચ્છીએ છીએ કે તમારા જેવા બીજા બાળકો પણ ભારતથી અહીંયા આવી કાર્યક્રમોમાં સામેલ થાય. મને લાગે છે કે તે શાનદાર હશે.

બિસ્વનાથનો પ્રોજેક્ટ – વોટર ડિસ્પેન્સર

ભારતથી આ કાર્યક્રમમાં 25 વિધાર્થીઓ સામેલ થયા હતા જ્યારે બીજા 25 વિધાર્થી રશિયાના હતા. ત્યાંના પ્રદર્શન માટે બિસ્વનાથનો પ્રોજેક્ટ સિલેક્ટ થયો હતો. કેન્દ્રીય વિદ્યાલયમાં ભણનાર બિસ્વનાથ ઓરિસ્સાનો એકમાત્ર વિધાર્થી છે જેને રશિયા જવાનો મોકો મળ્યો છે. બિસ્વનાથના ટીચરના જણાવ્યા મુજબ તે છેલ્લા એક વર્ષથી સ્માર્ટ વોટર ડિસ્પેન્સર બનાવવા માટે મહેનત કરી રહ્યા હતા. આ મશીનમાં પાણી નીકળે ત્યારે તેની સાથે જે પાણી વેસ્ટ જાય છે તેને પણ ફિલ્ટર કરવાની વ્યવસ્થા છે. તેને પાણીનું એટીએમ કહી શકાય છે. એક સ્માર્ટ વોટર ડિસ્પેન્સરની કિંમત 5000 રૂપિયાથી 7000 રૂપિયા સુધીની હશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો