સુરતમાં મામાના ઘરે આવેલ બાળક રમતાં રમતાં ખાડીમાં પડી જતાં થયું મોત, પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો

સુરતના વરાછા વિસ્તારમાં એક બાળક મામાને ત્યાં વેકેશન કરવા આવ્યા હતો અને ઘર પાસે રમતા અચાનક નજીક માંથી પસાર થતી ખાડીમાં પડી જતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી જોકે સાત વર્ષનો બાળક ખાડીમાં (Drainage) પડી જવાની જાણકારી મળતા સ્થાનિકો સાથે ફાયર વિભાગ ( fire brigade) દોડી આવીને બાળકની શોધખોળ કરી 4 કલાક ની જેહમત બાદ આ બાળકનો મૃતદેહ (Dead Body) મળી આવ્યો છે.

સુરતના વરાછા વિસ્તારમાં આવેલ વિવેકાનંદ સોસાયટી નજીક આવેલ કુબેરનગર ખાડીમાં કાલે બપોરે એક 5 વર્ષીય બાળક અચાનક રમતા રમતા પડી જતા તે પાણીમાં તણાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ પરિવારે આક્રંદ મચાવ્યું હતું.

ઘટનાની જાણ થતા સ્થાનિકો ખાડીમાં ઉતરી પડ્યા હતા અને બાળકની શોધખોળ શરૂ કરી હતી. જોકે, કાદવ-કીચડની વચ્ચે તણાયેલા બાળકનો પતો મળ્યો નહોતો.

ફાયર બ્રિગેડના લાશ્કરોએ કુબરનગરની ખાડીમાં ખૂબ શોધખોળ કરતા ભારે જહેમત ઉઠાવી હતી. ખાડીને બોક્સ બનાવવાનું કામ શરૂ હતું ત્યારે જ આ દુર્ઘટના થઈ હતી.

આ બાળક મુંબઈનો વતની હતો અને શાળામાં વેકેશમાં પડતા જ મામાના ઘરે રોકોવા માટે આવ્યો હતો. દરમિયાન પડી જતા તેનું મોત થયું હતું. બાળકના મામા અવનિશ તિવારીએ પોલીસ અને ફાયર વિભાગને ઘટનાની જાણ થઈ હતી.

બાળકને શોધવા માટે ચાર કલાક જેટલું બચાવ અને શોધખોળ અભિયાન ચાલ્યું હતું અંતે આ બાળકનો મૃતદેહ ખાડીમાંથી મળી આવ્યો હતો.

ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે, આ દુર્ઘટનામાં પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો હતો. બાળકના મોતના પગલે તેના પરિવારજનોના આક્રંદથી માહોલ ગમગીન બન્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો