અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે કર્યો આપઘાત, પાંચ લોકોના ત્રાસનો પરિવારનો આક્ષેપ

અમદાવાદ શહેરમાં (Ahmedabad city news) ફરી એક વખત વ્યાજખોરોના ત્રાસથી (vyajkhoro no tras) યુવકે આત્મહત્યા કરી (boy suicide) હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સરકાર દ્વારા વ્યાજખોરોને ડામવા માટે કડક કાયદા તો બનાવવામાં આવ્યા છે. પરંતુ સરકારનું (Government) આ કાયદો (law) માત્ર કાગળ પર રહી ગયો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે શહેરમાં ફરી અક વખત વ્યાજ ખોરના ત્રાસથી યુવકએ જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. પોલીસે (Ahmedabad police) આ અંગે ફરિયાદ (police complaint) નોંધીને વધુ તપાસ હાથધરી હતી.

નિકોલ પોલીસ સ્ટેશન અને તેની બહાર પાડેલો મૃતદેહ એક વાત તરફ ઈશારો કરે છે કે કઈક અજુગતું બન્યું છે. અને પરિવાર ન્યાય ની માંગ સાથે મૃતદેહ લઈ પોલીસ મથકે પહોંચ્યો હતો. બનાવ ની વાત કરીએ તો શહેર નાં નિકોલ વિસ્તારમાં રહેતા ભૂપેન્દ્રભાઈ કામળિયાએ વ્યાજખોરોના ત્રાસથી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મૃતકના પરિવારનો આક્ષેપ છે કે પાંચ વ્યાજ ખોરો કાળું રબારી, વિક્રમ શાહ, ભગા ભાઈ રબારી, નીતિન દરબાર, રાજુ રબારીના ત્રાસથી મોત વ્હાલું કર્યું છે. જે અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે..

ભૂપેન્દ્ર ભાઈએ આજે સવારે આત્મહત્યા કરતા પહેલા ગઈ કાલે મોડી રાત્રે પોતાના પરિવારને વ્યાજખોરોના ત્રાસ વિશે જાણ કરી હતી. જેમાંથી એક આરોપીએ મકાનના દસ્તાવેજની ઝેરોક્ષ પણ પડાવી લીધી હતી.

ઉપરાંત અન્ય આરોપીઓ એ આપેલી મૂડી કરતા વધુ વ્યાજ પડાવ્યું હોવા છતાં વધુ રૂપિયા મેળવવાની લાલચે મૃતક યુવકને અવારનવાર ધમકી આપતા હતા. જેથી યુવકે આત્મહત્યા કરી હતી. જે બાદ પરિવારે ન્યાયની માંગ સાથે પોલીસ મથક પહોચ્યા હતા. મૃતક સિલાઈનું કામ કરતા હોવાનુ જાણવા મળ્યું છે.

આરોપી નીં ધરપકડ બાદ મૃતદેહ સ્વીકારવાની જીદ પર બેઠેલા પરિવારે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની કલમો હેઠળ ગુનો નોંધાતા મૃતદેહનો સ્વીકાર કર્યો હતો.તો બીજી તરફ પોલીસે આ ગુના ના ફરાર આરોપીઓ અને વ્યાજખોરો વિરુદ્ધ પુરાવા એકત્ર કરવા માટે અને તેઓ ને ઝડપી લેવા તપાસ તેજ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો