અમદાવાદમાં ગર્લફ્રેન્ડ સાથે ગેસ્ટહાઉસમાં આવેલા યુવકે ‘ભાડું આપવાનું ન હોય’ એમ કહીને મેનેજરને માર માર્યો

શહેરમાં અનેક એવા ગેસ્ટ હાઉસ છે જ્યાં આઈડી પ્રુફ વગર પણ લોકોને એન્ટ્રી મળી જાય છે. ખોખરામાં આવો જ એક કિસ્સો બન્યો. એક યુવક એની ગર્લફ્રેન્ડ ને એક ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો. જ્યાં અઢી કલાક રૂમ રાખી મજા માણી હતી. બાદમાં હોટલ મેનેજરે પૈસા માંગતા આવેશમાં આવીને તેને માર મારી આઈડી પ્રુફ ફાડી નાખ્યા હતા.

આ ઘટના બાદ ગેસ્ટહાઉસના મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જોકે, મેનેજર સાથેની મારામારીની ઘટનાના કિસ્સાઓ ખાસ્સી ચર્ચા જગાવી છે. બનાવની વિગત એવી છે કે અમદાવાદ શહેરના મણિનગર પૂર્વમાં આવેલી હોટલ સનસરોવરમાં મહેશ ભાઈ પાટીદાર મેનેજર તરીકે ફરજ બજાવે છે. એમની હોટલમાં યશરાજ ચુનારા નામનો વ્યક્તિ ત્રણેક વાગ્યે આવ્યો હતો. તેને શીતલ નામની યુવતીનું આઈડી પ્રુફ આપી રૂમ લીધો હતો. આશરે પોણા પાંચેક વાગ્યે રૂમની બહાર આવ્યો ત્યારે મેનેજરે તેની પાસે ભાડું માંગ્યું હતું. પણ યશરાજે ભાડું ના આપવાનું હોય એમ કહી મગજમારી કરી હતી

સાગરિતોને બોલાવી મેનેજર સાથે માર મારી કરી

મેનેજરે આઇડીપૃફ રાખ્યા હતા તે પણ આંચકી લઈ ફાડી નાખ્યા હતા. અને તેના સાગરીતો રાહુલ ચુનારા અને લાલો ઠાકોરને બોલાવ્યા હતા.

આ ત્રણેય શખસો એ મેનેજર સાથે બોલાચાલી કરી મારામારી કરતા મેનેજરે પોલીસ બોલાવી હતી. પોલીસે મેનેજર મહેશભાઈ ની ફરિયાદ નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો