ગઢડા સ્વામિનારાયણ મંદિરના 2 સાધુ સહિત 3 પર દુષ્કર્મની ફરિયાદ, 7 વખત બદકામ કર્યું હોવાનો મહિલાનો આરોપ
ગુજરાતમાં વધુ એક સ્વામિનારાયણ સાધુઓ પર દુષ્કર્મનો સણસણતો આરોપ લગાવવામાં આવ્યો છે. બોટાદની એક મહિલાએ ગઢડા સ્વામીનારાયણ મંદિરનાં સાધુઓ પર દુષ્કર્મનો આરોપ લગાવતાં પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. વધુ એકવાર સ્વામિનારાયણ સાધુઓ દ્વારા દુષ્કર્મનો આરોપ લાગતાં ચકચાર મચી જવા પામી છે. તો આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
બોટાદમાં રહેતી મહિલાએ દામનગર પોલીસ સ્ટેશનમાં ત્રણ સાધુઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં દુષ્કર્મનો આરોપ લગાવતાં મહિલાએ લાઠીના નારણનગર ગામના સાધુ અને ગઢડા જુના સ્વામિનારાયણ મંદિરનાં 2 સાધુઓ સામે ગુનો નોંધાવ્યો છે. મજૂરી કામનાં બહાને નારણગઢ ખાતે સાધુઓ દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનો મહિલાએ આરોપ લગાવ્યો હતો.
દામનગર નજીક આવેલા સતદેવીદાસ આશ્રમના મહંત રઘુરામ ભગત તેમજ તેમજ ગઢડાના સુપ્રસિદ્ધ જૂના સ્વામિનારાયણ મંદિર ખાતે રહેતા જગદીશ ભગત અને ભાવેશ ભગત વારંવાર નારણનગર આવતા હતાં અને આ જ ગામમાં રહેતી એક મહિલાને છેલ્લા દોઢ વર્ષથી મજૂરી કામ કરવાના બહાને બોલાવીને એક રુમમાં રાખી ત્રણે લંપટ સાધુઓ મહિલા સાથે બળાત્કાર ગુજારતા હતાં અને કોઈને પણ કહેશે તો આશ્રમમાંથી ચોરીના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતાં હતાં.
દામનગર પોલીસે ભોગ બનેલી મહિલાની ફરિયાદ પરથી ત્રણે સાધુઓ સામે ગુનો નોંધીને ત્રણેની ધરપકડ કરવામાં આવી છે.
સાધુઓથી ત્રાસેલી મહિલાએ પોલીસની મદદ માગી
ત્રણે સાધુઓ વારંવાર બોલાવીને મહિલા પર બળાત્કાર ગુજારતાં હતાં અને ધમકીઓ આપતાં હતાં. તેના ત્રાસથી કંટાળીને મહિલાએ પોલીસને લેખિતમાં અરજી આપતા તેના અધારે પોલીસે તપાસ શરુ કરી હતી અને ત્રણે સાધુઓને નિવેદન લેવા માટે બોલાવ્યા બાદ તેની સામે ગુનો નોંધીને પોલીસ મથકમાંથી જ ત્રણેની ધરપકડ કરી હતી. મહિલાએ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, સાધુઓ દ્વારા તેના પર 7 વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. અને દુષ્કર્મનો આ બનાવ દોઢ વર્ષ પહેલાં બન્યો હતો. જો કે, હાલ મહિલાએ હિંમત દાખવીને સાધુઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

