બુટલેગરો બન્યા બેફામઃ રેડ કરવા ગયેલા કોન્સ્ટેબલને ગાડી સાથે સળગાવવાનો કર્યો પ્રયાસ

ગુજરાતમાં દારૂબંધી હોવાના છતાં પણ બુટલેગરો દારૂની હેરફેર કરવા માટે નવા-નવા રસ્તાઓ અપનાવે છે, છતાં પણ પોલીસની સતર્કતાના કારણે બુટલેગરના મનસુબાઓ સફળ થતા નથી. ઘણી વાર એવા પણ કિસ્સાઓ સામે આવે છે કે, બુટલેગરના અડ્ડા પર રેડ કરવા ગયેલી પોલીસ પર બુટલેગર હુમલો કરે છે અને પોલીસકર્મીઓને ઈજાગ્રસ્ત કરે છે. ત્યારે બુટલેગર દ્વારા પોલીસ પર હુમલો કરવાની વધુ એક કિસ્સો તાપી જિલ્લામાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં બુટલેગરે રેડ કરવા માટે ગયેલા પોલીસની કાર પર પેટ્રોલ છાંટીને કાર અને કોન્ટેબલને જીવતો સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.

રિપોર્ટ અનુસાર તાપીના સોનગઢના મચાલી ગામમાં રહેતા મૂળજી સેમડીયા દારુનું વેચાણ કરતો હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે DySP સહિતના પોલીસ અધિકારીઓએ બુટલેગરના ઘરે રેડ કરી હતી. પોલીસની રેડ દરમિયાન ઉશ્કેરાયેલા બુટલેગર મૂળજી સેમડીયાએ પોલીસની વેગન આર ગાડીની સાથે કોન્ટેબલ પ્રભાત બારીયાને પેટ્રોલ છાંટીને જીવતા સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સાથી પોલીસકર્મીઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને કોન્ટેબલ પ્રભાતને બચાવીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

બુટલેગર દ્વારા પોલીસ પર હુમલો કરવાની ઘટનાની લઇને સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને ગંભીરતાથી તાપી પોલીસે બુટલેગર મૂળજી સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. મહત્ત્વની વાત છે કે, તાપી જિલ્લામાં બુટલેગર જો પોલીસકર્મીને વાહનની સાથે પેટ્રોલ છાંટીને સળગાવવાનો પ્રયાસ કરે તો શું ખરેખર તે વિસ્તારના લોકો સુરક્ષિત કહી શકાય? હવે જોવાનું એ રહે છે કે, લોકોના મનમાં રહેલા બુટલેગરના ડરને દૂર કરવા માટે પોલીસ ક્યા પ્રકારના પગલાં ભરે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો