સુરત જિલ્લામાં બુટલેગરને જામીન મળતાં લક્ઝુરિયસ કારમાં કાઢી રેલી, બૂટલેગરના સરઘસનો વિડિયો થયો વાયરલ

સુરત શહેર અને જિલ્લામાં બુટલેગરો બેફામ બની રહ્યા હોવાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલી ગામે લિસ્ટેડ બૂટલેગર ઈશ્વર વાસફોડિયા જામીન મળતાં જેલમાંથી છૂટીને ગાડીના કાફલા સાથે ગામમાં પ્રવેશ્યો હતો. “ભલ ભલાના અમે પો’ની માપિયાં’ ગીત પર વાહનોના કાફલા સાથે ગામમાં પ્રવેશી રૌફ ઉભો કર્યો હતો. બૂટલેગરો એટલા બેફામ બન્યા છે કે, જેલમાં જઈ આવ્યા બાદ પણ કોઈ પણ જાતની શરમ અનુભવતા ન હોય અને ફરીથી પોતાનો દબદબો જે તે વિસ્તારમાં બની રહે તેવો પ્રયાસ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ધમકી આપવાનો કેસ થયેલો
પલસાણા તાલુકાના વાંકાનેડા ગામના ઉપસરપંચને રિવોલ્વર બતાવીને ધમકાવ્યો હતો. જેને પગલે ઈશ્વર વાસફોડિયાને સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો. આજે તે જેલમાંથી જામીન પર છુટ્ટો થઈ પોતાના ગામ અંત્રોલીના ભૂરી ફળિયામાં વાહનોના કાફલા સાથે પ્રવેશ્યો હતો. જેગુઆર ગાડીમાં ફિલ્મી ઢબે તે પોતાના ગામમાં પ્રવેશ્યો હતો. ફિલ્મી ગીતોની સાથે જાણે પોતે ખૂબ મોટું પરાક્રમ કર્યું હોય તે રીતે પોતાના ગામમાં ગાડીઓના કાફલા સાથે પ્રવેશ્યો હતો.

બૂટલેગરો બેફામ બન્યા
ગુજરાતમાં અસામાજિક અને લુખ્ખા તત્વોને કાયદાનો ડર ન હોય તે રીતનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી સુરત શહેર અને જિલ્લામાં બૂટલેગરો બેફામ થયા છે જાહેર સ્થળ ઉપર પોતાના જન્મદિવસની ઉજવણી ટોળા એકત્રિત કરીને કરવામાં આવ્યું હોય અથવા તો જાહેરમાં કે કાપતાં અનેક વીડિયો વાઈરલ થયા છે. કાયદાકીય છટકબારી હોવા ને કારણે આવા તત્વો વારંવાર કાયદાના ઉલ્લંઘન કરતા હોય છે. સ્થાનિક લોકોમાં પોતાનો ડર બની રહે તે માટે પણ આ બુટલેગરો બેફામ રીતે ધાક ધમકી આપતા હોય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો