ચાઈનીઝ મોબાઈલ રાખતા પહેલા ચેતજો, મોરબીમાં ચાલુ બાઇકે ખિસ્સામાં મૂકેલો મોબાઇલ બ્લાસ્ટ થતા નીચે પટકાયેલા યુવાનનું મોત
તમામ લોકો માટે લાલબત્તી સમાન એક કિસ્સો મોરબી (Morbi)માં સામે આવ્યો છે. જેમાં એક યુવકના પેન્ટના ખિસ્સામાં મોબાઇલ ફોન ફાટી (Mobile Phone Blast) ગયો હતો. મોબાઇલ ફાટતા બાઇક પર જતાં ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને તે નીચે પટકાયો હતો. આ દરમિયાન યુવાનનું મોત થઈ ગયું હતું. આ ચોંકાવનારા કેસમાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ આદરી છે. નોંધનીય છે કે આ પહેલા પણ મોબાઇલ ફાટવાના અનેક કિસ્સા સામે આવી ચુક્યા છે. જોકે, આ બનાવમાં મોબાઇલ ફાટતા યુવકે જીવ ગુમાવ્યો છે. મોરબી એસપી (Morbi SP) ડૉ. કરનરાજ વાઘેલાએ પત્રકાર પરિષદ યોજી સમગ્ર બનાવની માહિતી આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ ઉત્તરપ્રદેશનો વતની અને હાલ વાંકાનેરના વઘાસીયા ગામે જી.આઇ.ડી.સી. માં આવેલા ચિરાગ એન્જી. વર્કસમાં કામ કરતો ગુડ્ડુભાઇ શ્રીભાઇ સાહની (ઉ.વ.27) નામનો યુવાન ગત તા.15 જુલાઈના રોજ રાત્રીના 11 વાગ્યાની આસપાસ મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર બંધુનગર ગામ પાસેથી પોતાના હવાલાવાળું બાઇક GJ36Q-4666 ચલાવીને મોરબી તરફ જતા હતો.
આ દરમિયાન રસ્તામાં પોતાના પેન્ટના ખીસ્સામાં રહેલો મોબાઇલ અચાનક ફાટતા યુવાનને સાથળના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. મોબાઈલ ફાટવાથી સાથળને ગંભીર ઇજા પહોંચ્યા બાદ યુવાને મોટર સાઇકલ પરનો કન્ટ્રોલ ગુમાવ્યો હતો. જે બાદમાં બાઇક સ્લીપ થઇ જતાં તે નીચે પડી ગયો હતો અને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. આ યુવાનનું તા.16 ના રોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મૃતક યુવાન પાસે રેડમી કંપનીનો મોબાઈલ હતો. આ યુવાનના ખિસ્સામાં રહેલો મોબાઈલ કેવી રીતે ફાટ્યો અને મોબાઈલની સમગ્ર સ્થિતિ અંગે તાલુકા પોલીસ હાલ ગહન તપાસ ચલાવી રહી છે. મૃતક યુવાનનો મોબાઈલ બળી ગયો છે. હાલ આ બનાવ અંગે વાંકાનેરના ચિરાગભાઇ ભુપેન્દ્રભાઇ મકવાણાની ફરિયાદ પરથી તાલુકા પોલીસે સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી છે. આ વિચિત્ર બનાવથી મોરબી પથકમાં ભારે ચકચાર મચી ગઇ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

