ઇમ્યૂનિટીને બૂસ્ટ કરે છે મરી, ભોજનમાં આ રીતે ઉપયોગ કરશો તો બિમારોઓ ભાગશે દૂર, જાણો અને શેર કરો

ભારતીય મસાલાઓમાં જો સૌથી વધુ પ્રચલિત મસાલાની વાત કરીએ તો તે છે મરી. આ સંસ્કૃત શબ્દ પીપલીમાંથી આવ્યો છે, જેનો પ્રયોગ ભારતીય આયુર્વેદમાં વર્ષોથી કરવામાં આવે છે. આપણા દેશમાં તેની ખેતી ગોવા, કેરળ અને કર્ણાટકમાં કરવામાં આવે છે. તેનો પ્રયોગ પ્રાચીન ગ્રીક અને રોમના ઇતિહાસમાં પણ જોવા મળે છે. વેમએમડી અનુસાર તેમાં અમુક બાયોટિક કોમ્પોનેન્ટ્સ હોય છે જે તેને હેલ્થી અને સ્વાસ્થ વર્ધક બનાવે છે. તેમાં રહેલ પિપરિન તેના સ્ટ્રોન્ગ ટેસ્ટનું કારણ છે જે આપણી ઇમ્યૂનિટીને બૂસ્ટ કરવામાં સક્ષમ છે. આ એક પ્રકારનુ એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે હાડકા, હ્યદય અને ન્યૂરો સંબંધી ઘણી ક્રોનિક બીમારીઓને દૂર કરે છે. તો આવો જાણીએ આપણે ઇમ્યૂનિટી વધારવા તેને પોતાના રોજીંદા ડાયટમાં કઇ રીતે સામેલ કરી શકીએ.

1. સૂપમાં કરો ઉપયોગ
તમે તેનો ઉપયોગ સૂપમાં ખાસ કરીને ટમેટાના સૂપમાં કરી શકો છો. ટમેટામાં એન્ટી ઓક્સિડેન્ટ, વિટામીન સી, બીટા-કેરોટીન જેવા ગુણ હોય છે. ઓક્સિડેટિવ તણાવ ઓછો કરે છે. જણાવી દઇએ કે, તણાવના કારણે પણ શરીરની ઇમ્યૂનિટી નબળી પડી શકે છે. તેવામાં મરીને ટમેટાના સૂપમાં નાખીને પીવાથી શરીરમાં ગરમી વધશે અને તમારી રોગ પ્રતિકારક ક્ષમતા મજબૂત બનશે.

સામગ્રી
2-3 મીડિયમ ટમેટા, 1 ચમચી મરીનો પાઉડર, 3-4 લસણની કળીઓ, 1 ઇંચ આદુ, 1 ઇંચ તજ, 25 ગ્રામ ડુંગળી, મીઠું અને 1 ચમચી તેલ.

આ રીતે બનાવો સૂપ
સૂપ બનાવવા માટે સૌથી પહેલા ટમેટા, આદુ, તજ અને મરી પાઉડરને 400 મિલી પાણીમાં ઉકાળી લો. ઉકાળીને ઠંડુ કરો અને મિક્સરમાં ક્રશ કરી લો. હવે થોડું બટર ગરમ કરીને તેમાં લસણ અને સમારેલી ડુંગળી સાંતળી લો. સાંતળ્યા બાદ તેમાં ટમેટા મિક્સચર નાખો અને સ્વાદ અનુસાર મીઠું નાખો. થોડી વાર ઉકાળો અને થોડો મરી પાઉડર નાખો. તેને ગરમ ગરમ સર્વ કરો.

2. મરીની ચા
આપને જણાવી દઇએ કે મેટાબોલિઝમ બૂસ્ટ કરવામાં મરીની ચા ખૂબ મદદ રૂપ બને છે. તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ બને છે. તેવામાં જો તમે તેનો ઉપયોગ સવારની ચા તરીકે કરો તો તે ઘણી ફાયદાકારક સાબિત થશે.

સામગ્રી
મરીનો પાઉડર, લીંબુનો રસ, સમારેલ આદુ

કઇ રીતે બનાવવી
બે કપ પાણી ઉકાળો અને તેમાં 4-5 મરી અને આદું નાખો. તેને ઉકાળો અને બાદમાં તેમાં લીંબૂનો રસ નાખો અને ગેસ બંધ કરી દો. તેને પાંચ મિનિટ સુધી ઢાંકીને રાખી દો. ચાને ગાળીને સર્વ કરો. સ્વાદ અનુસાર મીઠુ કે મધ નાખીને પી શકો છો.

3. ઉકાળામાં કરો ઉપયોગ
કોરોના કાળમાં ઉકાળાનું મહત્વ બધા જાણી ગયા છે. તેવામાં મરીનો ઉકાળો ચોમાસાના દિવસોમાં આપણને સંક્રમણથી બચાવે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.

સામગ્રી
એક ઇંચ આદુ, 4-5 લવિંગ, 5-6 મરી, 5-6 તુલસીના તાજા પાન, ½ ચમચી મધ અને 2 ઇંચ તજ

આ રીતે બનાવો
ગેસ પર એક કપ પાણી ઉકાળો અને તેમાં આદુ, લવિંગ, મરી અને તજ નાખો. પાનીમાં ઉકાળો આવ્યા બાદ તેમાં તુલસીના પાન પણ નાખો. તેને 10 મિનિટ સુધી ઉકળવા દો અને પછી ગાળી લો. સ્વાદ અનુસાર મધ ભેળવી અને સર્વ કરો.

4. સલાડમાં કરો ઉપયોગ
સવારે તમે કાકડી, ટમેટા, કાળા ચણા, પનીર વગેરેનો સલાડ બનાવો અને તેના પર મરી નાખીને તેનું સેવન કરો. સ્વાદને તો આ વધારશે જ સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ઇંડાના સલાડ સાથે પણ તમે તેનું સેવન કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો