અમેરિકામાં હિંસા વચ્ચે આ તસવીરોએ દુનિયાનું દિલ જીતી લીધું, પોલીસે ઘૂંટણિયે બેસીને એવું કર્યુ કે હિંસક ટોળું પણ રડવા લાગ્યું

અમેરિકામાં હાલમાં ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પે પણ બંકરમાં જવું પડે તેવી સ્થિતિ છે ત્યારે હિંસક ભીડ તોડફોડ, લૂંટફાટ અને પથ્થરબાજી કરી રહી છે. પોલીસનાં હાથે જ એક અશ્વેતના મોત બાદથી આ આંદોલન શરુ થયું છે જોકે અમેરિકાની પોલીસની વિનમ્રતાનો પણ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો દુનિયાભરમાં વાયરલ થઇ રહ્યા છે અને લોકો આ પોલીસ જવાનોને સલામ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અમેરિકામાં ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ

અમેરિકામાં વર્તમાનમાં અશ્વેત આંદોલન ચાલી રહ્યું છે. પોલીસ કસ્ટડીમાં એક અશ્વેતના મોત બાદ આ આંદોલન શરુ કરવામાં આવ્યું છે જેમાં બ્લેક લાઈવ્સ મેટરના નેજા હેઠળ લાખોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. રસ્તા પર આવેલા આ પ્રદર્શનકારીઓ દિવસેને દિવસે વધુને વધુ હિંસક બનતા જઈ રહ્યા છે. ભારે તોફાનોના કારણે અમેરિકાના કેટલાય શહેરોમાં કર્ફ્યું લાદી દેવામાં આવ્યું છે છતાં હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ પથ્થરબાજી અને નારાબાજી કરી રહ્યા છે. જ્યોર્જ ફ્લોઈડ નામના વ્યક્તિને ન્યાય અપાવવા માટે પોલીસ પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. દુકાનોમાં લૂંટફાટ મચાવી દેવામાં આવી છે. હજારોનું ટોળું જયારે વ્હાઈટ હાઉસ તરફ ધસી આવ્યું છે ત્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ બંકરમાં છુપાઈ જવું પડ્યું.

પોલીસે ભીડ સામે માફી માંગી

એક તરફ પોલીસ પણ પરિસ્થતિ સામાન્ય કરવા માટે કાર્યવાહી હાથ ધરી રહી છે ત્યારે મિયામી પોલીસનો એવો ચહેરો સામે આવ્યો છે જેને જોઇને તમને પણ સલામ કરવાનું મન થશે. પોલીસે સાબિત કરી દીધું છે કે કોઈ પણ લડાઈ વિનમ્રતાથી જીતી શકાય છે. એક તરફ બેકાબૂ બનેલી ભીડ તોડફોડ કરી રહી છે ત્યારે પોલીસે આ હિંસક પ્રદર્શનકારીઓથી માફી માંગી હોય તેવા વીડિયો સામે આવી રહ્યા છે.

હિંસક ભીડ પણ ઘૂંટણીયે બેસી ગઈ

અશ્વેત લોકો માટે રસ્તા પર ઉતરેલી હિંસક ભીડ પણ આ પોલીસ જવાનોને જોઇને રોવા લાગી અને હિંસા બંધ થઇ ગઈ. મિયામી પોલીસનું આ વલણ ખૂબ વખાણવાલાયક છે ત્યારે સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. દુનિયાભરમાં વાયરલ થઇ રહેલા આ વીડિયોને જોયા બાદ અમેરિકામાં ઘણા પોલીસ જવાનોએ પણ આ જ પ્રકારે ઘૂંટણીએ બેસીને જનતાથી માફી માગી. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા કેટલાક વીડિયોમાં તો એવું પણ દેખાય છે કે જ્યારે પોલીસ જવાનો માફી માંગે છે તો સામે પ્રદર્શન કરી રહેલા ઘણા યુવાનો પણ આ જ રીતે જમીન પર બેસી જાય છે.

ભારતમાં આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. પૂર્વ રાજ્યસભા સદસ્ય પ્રીતિશ નંદીએ આ વીડિયો સોશિયલ મીડિયામાં ટ્વીટ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘આપણે દરેક જંગ વિનમ્રતાથી જીતી શકીએ છે, તાકત કે બળના દમ પર નહીં. પોલીસે ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારી અને કેમેરા સામે જ માફી માંગી છે પોલીસ બળ પાછળ કરી લીધું. ભીડ રોવા લાગી. હિંસા બંધ થઇ ગઈ. શું આપણું પોલીસ બળ આવું કરી શકે છે ? ‘ આ ટ્વીટ બાદ લોકો તેમને ખૂબ જવાબો આપી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો