નિયમો ફક્ત સામાન્ય લોકો માટે જ? સુરતના મહિલા કોર્પોરેટરે જન્મદિવસની પાર્ટી કરી, તેમાં ચાર લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા દોડધામ

કોરોના વાયરસને લઇને ચાલી રહેલા લૉકડાઉન (Lockdown) વચ્ચે સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. જોકે, આ માટે પણ માર્ગદર્શિકા (Unlock Guideline) જાહેર કરવામાં આવી છે. સુરતના બમરોલી વિસ્તારમાં રહેતા અને તે જ વિસ્તારના નગર સેવિકા (Surat BJP Woman Councillor) વિવાદમાં આવ્યા છે. તેમણે કોરોનાના કહેર (Coronavirus) વચ્ચે પોતાના જન્મ દિવસ (Birthday Party)ની ઉજવણી કરી હતી. આ માટે રાખવામાં આવેલા પાર્ટીમાં આવેલા ચાર મહેમાનોને કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. આ પાર્ટીમાં બીજેપીના ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કોરોના વાયરસ લઇને ચાર તબક્કા સુધી ચાલેલા લોકડાઉન બાદ હાલ સરકારે થોડી છૂટછાડ આપી છે. આ દરમિયાન તંત્ર લોકો પાસે માર્ગદર્શિકાનું પણ પાલન કરાવી રહ્યું છે. જો માર્ગદર્શિકાનું પાલન ન થાય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. સુરતના બમરોલી વિસ્તરણ નગર સેવિકા આ મામલે વિવાદમાં આવ્યા છે.

લૉકડાઉનમાં છૂટછાટ બાદ નગર સેવિકા (કોર્પોરેટર) ગીતાબેન રબારીએ પહેલી જૂનના રોજ તેમના જન્મ દિવસે એક ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. લોકોને એકત્ર નહીં થવાની સૂચના વચ્ચે તેમના જન્મ દિવસના ભોજન સમારંભમાં 100થી વધારે લોકો આવ્યા હતા.

ભાજપના અનેક આગેવાનો પણ તેમના જન્મ દિવસની પાર્ટીમાં હાજર રહ્યા હતા. જોકે, હવે પાર્ટીમાં આવેલા મહેમાનોમાંથી 4 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે.

અહીં સવાલ એ થાય કે તંત્ર સામાન્ય લોકો જો નિયમ તોડે તો દંડો પછાડે છે તો નગર સેવિકાના આવા તાયફા સામે કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી? શું નગર સેવિકા હોય તો તેને કોઈ વિશેષ સત્તાના જોરે પાર્ટી કરવાની છૂટ મળી જાય છે? નગર સેવકોએ લોકોને નિયમોનું પાલન કરાવવાનું હોય છે તેના બદલે તેઓ જ નિયમ તોડે તો શું તેમની સામે કડક કાર્યવાહી ન કરવી જોઈએ?

હાલ આ મામલે મોટો વિવાદ ઊભો થયો છે. ચાર કેસ પોઝિટિવ આવતા હાલ તંત્ર તરફથી પાર્ટીમાં હાજર લોકોની માહિતી મેળવવામાં આવી રહી છે. બીજી તરફ પાર્ટીમાં હાજર રહેલા 50 જેટલા લોકોને હોમ ક્વૉરન્ટીન પણ કરી દેવામાં આવ્યાની માહિતી મળી છે.

નોંધનીય છે કે સરકારે લગ્ન પ્રસંગે પણ 50થી વધારે લોકો એકત્રિત થવા પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારે નગર સેવિકાની જન્મ દિવસની પાર્ટીમાં 100થી વધારે લોકો કેઈ રીતે એકઠા થવા દેવાયા તે એક મોટો સવાલ છે. આ મામલે કોઈ કાર્યવાહી થશે કે નહીં એ તો સમય જ બતાવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો