રાજકોટમાં સી.આર.પાટીલનો સરપંચ સંવાદ કાર્યક્રમમાં ભાજપે 500થી વધુ લોકોને એકઠા કર્યા, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, કેટલાક લોકો માસ્ક વગર જોવા મળ્યાં

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ફરી સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળ્યાં છે. રવિવારે બપોર બાદ રાજકોટના કાલાવડ રોડ પર આવેલા સેફ્રોન પાર્ટી પ્લોટમાં ભાજપ દ્વારા સરપંચ સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સી.આર. પાટીલ હાજર રહ્યાં હતા. આ કાર્યક્રમમાં ભાજપે 500થી વધુ લોકોને એકઠા કરતા શું ફરી સી.આર.પાટીલનો કાર્યક્રમ કોરોના ફેલાવશે? તેવો સવાલ લોકોમાં ઉઠ્યો છે. આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યાં હતા. તેમજ કેટલાક લોકો તો માસ્ક વગર જ જોવા મળ્યાં હતા. કાર્યક્રમમાં સી.આર. પાટીલે કટાક્ષમાં જણાવ્યું હતું કે, અણુબોમ્બનો ઉપયોગ આવનાર ચૂંટણીમાં થશે. કોંગ્રેસ આવતા દિવસોમાં નાબૂદ થઇ જશે.

સરપંચ સંવાદ કાર્યક્રમમાં 500થી વધુ લોકો એકઠા થતા લોકોમાં સવાલ થયા હતા કે, શું ભાજપને કોરોનાના નિયમો લાગુ પડતા નથી? સામાન્ય લોકોના સારા-માઠા પ્રસંગમાં 100થી 200 લોકોને જ એકઠા થવાની મંજૂરી આપવામાં આવે છે. ત્યારે ભાજપના નેતાઓ માટે આ નિયમ લાગુ પડતો નથી? શું ભાજપને કોરોનાનો ડર નથી? પોલીસ ભાજપના નેતાઓ સામે કોઇ પગલા ભરશે?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ભાજપે મજબૂત ટીમ બનાવવા આ કાર્યક્રમનું આયોજન કર્યુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં અલગ અલગ ગામોના મોટી સંખ્યામાં સરપંચો, જિલ્લા ભાજપના નેતાઓ, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા. હાલ કોરોનાકાળ ચાલતો હોવા છતાં પણ ભાજપે જન મેદની એકઠી કરી કોરોના ગાઈડલાઈનનો ઉલાળ્યો કરતા દ્રશ્યો જોવા મળ્યાં હતા. આ કાર્યક્રમમાં ત્રણ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને કુવરજી બાવળિયા ઉપસ્થિત રહ્યાં હતા.

રાજકોટમાં સરપંચ સંવાદ કાર્યક્રમ પહેલા સી.આર. પાટીલની આગેવાનીમાં પેજ સમિતિ કાર્યકર્તાનું સંમેલન પણ યોજાયું હતું. આ સંમેલન 50 ફૂટ રોડ ડી માર્ટ પાસે આવેલા વિવાહ પાર્ટી પ્લોટમાં યોજાયું હતું. જેમાં વિધાનસભા-68ના પેજ સમિતિ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા. સી.આર. પાટીલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે સંગઠાત્મક માર્ગદર્શન આપ્યું હતું.

ઓગસ્ટ મહિનામાં સી.આર. પાટીલ પહેલીવાર સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા હતા. ત્યારે રાજકોટની રેલીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. બાદમાં એક પછી એક એમ ભાજપના નેતાઓ કોરોનાગ્રસ્ત થયા હતા. રાજકોટ ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી, કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, રાજકોટના તત્કાલિન મેયર બીનાબેન આચાર્ય સહિત કોરોનાગ્રસ્ત બન્યા હતા. તેમજ રાજ્યસભાના સાસંદ અભય ભારદ્વાજનું કોરોનામાં નિધન થયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો